સિધ્ધપુર : સ્વિમિંગ પુલમાં નાહવા પડેલા 16 વર્ષના યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું

પાટણ
પાટણ

સપોર્ટ સંકુલને પાલિકા દ્વારા બંધ કરવા માટે 15 દિવસ પહેલા સંચાલકને સુચના આપવામાં આવી હતી: સિદ્ધપુરના જય અંબે ચોક વિસ્તારમા આવેલ પાલિકા સ્પોર્ટ સંકુલ ખાતે ના સ્વિમિંગ પુલ મા શુક્રવારે ત્રણ મિત્રો સાથે નાહવા ગયેલ સિધ્ધપુરના રસુલ તળાવ,ટેકરાવાસ વિસ્તારમા રહેતા 16 વર્ષીય યુવક અફવાન સાકીરભાઈ કુરેશી.ઉ.વ 16 ડૂબતાં તેને તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે સિધ્ધપુરની ભાર્ગવ હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

સિદ્ધપુર નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ સંકુલ મા ચાલતુ જિમ અને સ્વીમીંગ પુલના સંચાલક ને પાલિકા દ્વારા રાજકોટની ઘટનાના પગલે 15 દિવસ અગાઉ બંધ કરવા અંગે નોટિસ આપી હતી તેમ છતા સંચાલક દ્વારા સંકુલ ચાલુ રાખવામા આવ્યુ હોય ત્યારે બનેલ ધટનાને પગલે અનેક ચચૉઓએ સિધ્ધપુર મા જોર પકડયું છે. આ બનાવ મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ પણ સિદ્ધપુરના નગરજનોમાં ઊઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.