પાટણમાં રેતીનું વહન કરી દોડતા ૯ ડમ્પરો અને ટર્બો ડિટેન કરાયા

પાટણ
પાટણ

(રખેવાળ ન્યૂઝ) પાટણ, 
પાટણમાં ખાનગી ડમ્પરો, ટર્બો અને ટ્રેક્ટર ચાલકો દ્વારા પોતાના વાહનો દ્વારા ગેર કાયદેસર રીતે રેતી નું ખનન કરાતું હોવાની બાબતને લઈને અવારનવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા હાઈવે પર વોચ ગોઠવી આવા અન અધીકૃત રીતે રેતીનું ખનન કરતા વાહન ચાલકોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં હોય છે ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા ભારે વાહનો સહિત રેતી ભરીને દોડતા ડમ્પરો, ટર્બો જેવા વાહનો દ્વારા અવાર નવાર સર્જાતા અકસ્માતો અને ટ્રાફિક ની ઉદભવતી સમસ્યા ને ધ્યાનમાં રાખીને ભારે વાહનોને હાઈવે પરનાં માગૅ પરથી પસાર થવા અમુક સમય જ નક્કી કરવામાં આવ્યો છે

જેને લઇને ડમ્પરો અને ટર્બોમાં રેતીનું વહન કરતાં ચાલકો દ્વારા શહેરના ઈન્ટરિયલ માગૅનો સહારો લઈ પોતાના વાહનો મારફતે રેતીનું વહન કરતાં હોય છે જેનાં કારણે આવા ઈન્ટરિયલ અને રહેણાંક વિસ્તારનાં માગૅ પરથી રાત્રીનાં સમયે રેતી ભરીને દોડતા ડમ્પરો અને ટર્બો ચાલકો દ્વારા અકસ્માતની સંભાવના પ્રબળ બનતાં આવાં માગૅ પરના રહેણાક નાં રહિશો દ્વારા અવાર નવાર તંત્ર સમક્ષ રજુઆત કરાતા

પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા કાલીકા માતાનાં મંદિર તરફનાં માગૅ પરથી રાત્રીનાં સુમારે રેતી ભરીને દોડતા ૯ જેટલા ડમ્પરો અને ટબૉ ડિટેન કરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ડમ્પરો અને ટબૉ નાં ચાલક સહિત માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તો પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયેલા ડમ્પરો અને ટબૉ ચાલકો સામે કલમ ૨૦૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.