
પાટણ શહેર અને તાલુકામાં એક જ વર્ષમાં 8538 દસ્તાવેજ નોંધાયા
પાટણ મામલતદાર કચેરીમાં સીટી સર્વે સબ રજીસ્ટાર કચેરી કાર્યરત છે . આ કચેરીમાં પાટણ શહેર સહિત તાલુકામાંથી વિવિધ પ્રકારના દસ્તાવેજો જુના તથા નવા નોંધણી થતા હોય છે. દસ્તાવેજોના પ્રકાર જોઈએ તો મોર્ગેજ, વેચાણ, બાનાખત, વીલ, બેંક રિલીઝ, સહિત અન્ય દસ્તાવેજોની નોંધણી થતી હોય છે તમામ પ્રક્રિયા ઓનલાઇન નોંધાય છે. પાછલા બે વર્ષમાં દરમિયાન કોરોનાને કારણે દસ્તાવેજોની નોંધણીમાં આંશિક ઘટાડો થયો હતો. પરંતુ 2022 માં મોટા પ્રમાણમાં દસ્તાવેજોની નોંધણી થઈ છે. સાથે સાથે સરકારી તિજોરીમાં સ્ટેમ્પ અને નોંધણી ફીની પણ આવક ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે. કચેરીમાં વર્ષ દરમિયાન 26 કરોડ 39 લાખ 48 હજા૨ 224 ની કુલ આવક સરકારને થઈ છે.