પાટણ જિલ્લામાં પોલીસ કર્મી દ્વારા ૮.૩૮ લાખની ઉચાપત કરાતા ચકચાર

પાટણ
પાટણ

પાટણ પોલીસ હેડકવાર્ટરની ફરજ દરમ્યાન ફટાકડાની ખરીદી કરી વેચાણ બાદ નફા સહિતની રકમની કરાઈ હતી ઉચાપત..

પાટણ જિલ્લા પોલીસ હેડકવોટર ખાતે આવેલ કેન્ટીનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા એક પોલીસ કર્મીએ પોતાની ફરજ કાળ દરમ્યાન ફટાકડાની ખરીદી કરી અને વેચેલા ફટાકડાના નફા સહિતની રકમ પોલીસ વેલફેર ફંડમાં જમા નહીં કરાવી તે નાણાંની ઉચાપત કરી ગુનો આચર્યો હોવાનું બહાર આવતા પોલીસ કર્મી અને તેમની પત્નિ સામે પી.આઈ. દ્વારા ધોરણસરનો ગુનો દાખલ કરાવાયો છે.

પ્રાપ્ત થતી વિગતોનુસાર પાટણ પોલીસ હેડકવોટર ખાતે આવેલ પોલીસ કેન્ટીનમાં વર્ષ ૧-૧-૨૦૨૨ થી તા.૮-૧૨-૨૦૨૩ના સમયગાળા દરમ્યાન મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રતાપભાઈ વીરાભાઈ પલાસના ઓએ જીએસટી બીલ વગરના તેમજ જીએસટી બીલ સાથેના કુલ રૂા.૮૩૮૬૧૦/-ના ફટાકડાની ખરીદી કરી અને આ ફટાકડા વેચાણ કર્યા બાદ તેના નફા સહિતની રકમની ભરપાઈ પોલીસ વેલફેર ફંડમાં જમા નહીં કરાવી તેમના પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખી નાણાંકીય ઉચાપત કરવામાં આવી હતી. જ્યારે તેમના પત્નિ એવા ગીતાબેન દ્વારા પણ તેમની ફરજ દરમ્યાન તેઓના પતિએ કરેલ નાણાંકીય ઉચાપતની જાણકારી હોવા છતાં સાચી હકિકત છુપાવી રાખી નાણાંકીય ઉચાપત કરવામાં મદદગારી કરી હતી. આ સઘની હકિકત ખુલવા પામતા આ અંગે પાટણ એ ડિવીઝન પી.આઈ. કે.જે. ભોયે દ્વારા ફરીયાદ અપાતા પાટણ બી ડીવીઝન પોલીસે કલમ ૪૦૯, ૧૧૪ મુજબ પોલીસ દંપતિ સામે ગુનો દાખલ કર્યો છે જેની વધુ તપાસ પ્રો.ડીવાયએસપી એમ.વી. રૂદલાલ દ્વારા હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.