
ગાયને બચાવવા ડમ્પરચાલકે બ્રેક મારતાં પાછળ ST ઘૂસી જતાં 6ને ઈજા
રવિવારે જુનાડીસા ફાટક પાસે ડમ્પર પાછળ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. ડીસાથી પાટણ તરફ એક બસ નંબર જીજે-18-ઝેડ-1564 જઇ રહી હતી. તે સમયે આગળ જઇ રહેલા ડમ્પર નંબર જીજે-08-એયુ-9928 ના ચાલકે રસ્તા વચ્ચે ગાય આવતા અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલી પાટણ તરફ જતી એસ.ટી. બસ ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી.
જેથી બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. જેમાં 6 મુસાફરોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે 108 દ્વારા ડીસા સિવિલમાં લઈ જવાયા હતા. અકસ્માત થતાં આજુબાજુના લોકો એકત્ર થયા હતા. જ્યારે રસ્તા પર ટ્રાફિકજામ થઇ જતા ડીસા તાલુકા પોલીસ આવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.