પાટણમાં વધુ ૩ પોઝિટિવ કેસ આવતા ફફડાટ
રખેવાળ ન્યુઝ પાટણ : પાટણ જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. શહેર સહીત જીલ્લામાં કોરોના વાયરસનો ચેપનો ફેલાવો ચિંતાજનક બન્યો છે. જેમાં બે કેસ પાટણ સિટીમાં તો અન્ય એક કેસ રણુંજ ગામમાં સામે આવ્યો છે. આજે નોંધાયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. પાટણ શહેરમાં નવા ત્રણ કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ નો માહોલ સર્જાયો છે. આજે પાટણ શહેરના ચાચરિયા ચોકના ૭૨ વર્ષીય વૃદ્ધ મહિલા અને શહેરના બાબુ બંગલો, કમલ મેચિંગની દુકાન સામે ૬૦ વર્ષીય વૃદ્ધ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રણુંજ ગામમાં પણ ૪૮ વર્ષીય સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Tags patan