સિધ્ધપુરમાં 5 લાખ દહેજ માંગી પરીણિતાને પિયરમાં જઇને મારી, પતિ, સાસુ-સસરા સામે FIR

પાટણ
પાટણ

કોરોના કહેર વચ્ચે દહેજ ભુખ્યાં સાસરીયાઓએ પરીણિતાને ત્રાસ આપ્યાની વધુ એક ઘટના સામે આવી છે. સિધ્ધપુરની યુવતિના લગ્ન મહેસાણા તાલુકાના ગામે થયા બાદ પ્રથમતો તેમનો પતિ અને સાસુ-સસરા સારૂ રાખતાં હતા. જે બાદમાં પરીણિતાને પુત્રનો જન્મ થયા બાદ સાસરીયાઓએ પાંચ લાખના દહેજની માંગ કરી ત્રાસ આપી મારઝૂડ કરતાં હતા. આ દરમ્યાન આશરે માર્ચ મહિનામાં સાસરીયાઓ પરીણિતાને તેના પિયરમાં મુકી આવી અને પરત આવે તો પાંચ લાખ લઇ આવજે નહીં તો જાનથી મારી નાંખવાની ધમકી આપી જતાં રહ્યા હતા. સમગ્ર મામલે હવે પરીણિતાએ પોતાના પતિ અને સાસુ-સસરા સામે સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

પાટણ જીલ્લાના સિધ્ધપુરની પરીણિતાએ મહેસાણાના લીંચ ગામના સાસરીયાઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ 25 વર્ષિય યુવતિના લગ્ન વર્ષ 2017માં લીંચ ગામના પ્રજાપતિ નિતિન વિષ્ણુભાઇ સાથે થયા હતા. જે બાદમાં પ્રથમ સારૂ રાખ્યા બાદ ગત વર્ષોએ પરીણિતાને પુત્રનો જન્મ થયો હતો. જે બાદમાં અચાનક સાસરીવાળાના વર્તનમાં ફરક આવ્યો હતો. જેમાં મહિલાનો પતિ નિતિન, સસરા વિષ્ણુભાઇ અને સાસુ વસુબેન પરીણિતાને તું પિયરમાંથી કરીયાવરમાંથી કંઇ લાવી નથી જેથી પાંચ લાખ લઇ આવ તેવું કહી ત્રાસ આપી મારઝૂડ કરતાં હતા.

પરીણિતા પોતાનો ઘરસંસાર ન બગડે તે માટે બધુ મુંગા મોઢે સહન કરી રહી હતી. આ દરમ્યાન 17 માર્ચના રોજ વિષ્ણુભાઇ, વસુબેન અને નિતિને પરીણિતા સાથે બોલાચાલી કરી મારઝૂડ કરી રાત્રે તેને પિયર સિધ્ધપુર મુકવા આવ્યા હતા. જ્યાં પરીણિતાના પિતાને કહેલ કે, તમારી દીકરીને રાંધતા આવડતું નથી જેથી અમારે તેની કોઇ જરૂર નથી. આ સાથે પિતાની હાજરીમાં પણ પરીણિતા સાથે મારઝૂડ કર્યાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ સાથે જતાં જતાં તમારે દીકરી અમારા ઘરે મોકલવી હોય તો પાંચ લાખ લઇને મોકલજો નહીં તો અમો તેને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી જતાં રહ્યા હતા. સમગ્ર મામલે પરીણિતાએ કંટાળી પતિ અને સાસુ-સસરા સામે સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય સામે આઇપીસી 498A, 323, 506(2), 114 અને દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ 3, 4 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.