પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવની બે માસ માં 49000 મુલાકાતીઓએ મુલાકાત લીધી

પાટણ
પાટણ

છેલ્લા બે માસમાં પુરાતત્વ વિભાગને રૂપિયા 20 લાખથી વધુ ની આવક રળી આપતી રાણકીવાવ: ઉનાળાના વેકેશન દરમ્યાન પ્રવાસન સ્થળો પર મુલાકાતીઓની ભારે ભીડ રહેતી હોય છે. વેકેશનના સમયગાળા દરમ્યાન સામાન્ય રીતે પ્રવાસીઓહિલ સ્ટેશન, વોટર પાર્ક, દરિયા કિનારો, જંગલની મુસાફરી વગેરે કરતાં હોય છે. પરંતુ હવે પ્રવાસીઓની પસંદ બદલાઇ હોય તે પ્રકારે પાટણ ની વલ્ડૅ હેરિટેજ રાણકીવાવ માં પ્રવાસીઓ નો ધસારો જોવા મળી રહયો છે. ઉનાળાના વેકેશનમાં  49  હજારથી વધુ પ્રવાસીઓએ રાણકી વાવને નિહાળી હોવાની સાથે છેલ્લા બે મહિના માં પુરાતન ખાતાને રૂ.20 લાખ થી વધુની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.

વૈશ્વિક ઓળખ ધરાવતી રાણકી વાવ હવે પ્રવાસીઓની પહેલી પસંદ બની છે. આજ કારણે બે માસના ટૂંકા ગાળામાં જ 49 હજારથી વધુ પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લઇ ઐતિહાસિક ધરોહરનેઅગ્રતા આપી છે.  દરેક દેશના નાગરિકને ઐતિહાસિક વારસાનું ગર્વ હોય છે. આ બાબત હવે ભારતીય નાગરિકોમાં દેખાઈ રહી છે.કેન્દ્ર અને ગુજરાત સરકાર ઐતિહાસિક ધરોહરોને નાગરિકો જાણે તેમજ પોતાના સાંસ્કૃતિક વારસાથી નાગરિકો અવગત થાય તે માટે પ્રયત્નશીલ છે.

આ જ કારણથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ રૂપિયાની ચલણી નોટ પર ઐતિહાસિક ધરોહર અને કોતરણી કલા મામલે વિશ્વ પ્રસિદ્ધ રાણકીવાવને સ્થાન આપ્યું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ રાણકીવાવ આજે ન માત્ર દેશમાં પરંતુ વિશ્વમાં ખ્યાતનામ બની છે. 

શાળા, કોલેજના વિદ્યાર્થી, રીસર્ચર અને સામાન્ય નાગરિકને પોતાના વરસાનો ગર્વ હોવાને લીધે તેઓ આવી ઐતિહાસિક ધરોહર જોવા આકર્ષાય છે. રાણકીવાવ ની છેલ્લા બે  મહિના માં 49 હજાર જેટલા પ્રવાસીઓએ  મુલાકાત લીધી છે. જેમાં એપ્રિલ માં 22017 ભારતીય અને 124 જેટલા વિદેશીઓ અને મેં મહિના માં ઉનાળુ વેકેશન માં 27611ભારતીય અને 62 વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. સો રૂપિયાની ચલણી નોટ પર જ્યાર થી રાણકીવાવની પ્રતિકૃતિનું ચિત્ર આવ્યું છે તે બાદ માત્ર રાજ્યના નહીં પરંતુ અન્ય રાજ્ય તેમજ વિદેશી પ્રવાસીઓ પણ રાણકીવાવ તરફ આકર્ષાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.