પાટણ માર્કેટયાર્ડમાં 1 એપ્રિલથી 21 જૂન સુધીમાં 41150, 200 ક્વિન્ટલ ઉનાળુ બાજરીની આવક

પાટણ
પાટણ

ખેડૂતોને ક્વિન્ટલ દીઠ રૂ. 1895 થી રૂ.2525 સાથે સરેરાશ રૂ.2212 નો પોષણક્ષમ ભાવ પ્રાપ્ત થયો.ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણમાં ખુલ્લી હરાજી, ખરુ તોલ અને રોકડ નાણા વ્યવહાર ના કારણે પાટણ પંથકના ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનના માલ સામાન ના વેચાણ માટે પાટણ માર્કેટયાર્ડ ખાતે આવતા હોય છે. તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને માર્કેટયાર્ડ વેપારીઓ એસોસિએશન પણ ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનના માલનો પોષણક્ષમ ભાવ સાથે યોગ્ય વર્તળ મળી રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે.

ત્યારે હાલમાં પાટણ માર્કેટયાર્ડમાં વિવિધ ખેત ઉત્પાદનના માલની સાથે સાથે ઉનાળુ બાજરીની આવક પણ મબલક પ્રમાણમાં થઈ રહી છે. તો ખેડૂતોને પણ ઉનાળુ બાજરીના પોષણક્ષમ ભાવ મળતા વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ઉનાળું બાજરી ના માલને વેચાણ માટે ખાનગી વાહનો, ટ્રેક્ટરો,ઊટલારીઓમાં લઈને આવતા હોય છે.

પાટણ માર્કેટયાર્ડમાં ખેડૂતોના વિવિધ ખેત ઉત્પાદનો ની સાથે સાથે વેચાણ અર્થે લવાતી ઉનાળુ બાજરીની પહેલી એપ્રિલથી તા.21 જૂન સુધીમા કુલ 41150,200 ક્વિન્ટલ બાજરી ની આવક થઈ હોવાનું માર્કેટયાર્ડના ચેરમેન જણાવ્યું હતું.

તો ખેડૂતોને પોતાની ઉનાળું બાજરીના ક્વિન્ટલ દીઠ પોષણક્ષમ ભાવ રૂ.1895 થી લઈને રૂ.2525 એટલે કે સરેરાશ રૂ. 2212 સુધી નો મળતા ખેડૂતો પણ મોટા પ્રમાણમાં ઉનાળું બાજરીના વેચાણ માટે પાટણ માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યા છે.

પાટણ માર્કેટ યાર્ડમાં તા. 1એપ્રિલ થી તા.21 જુનના સમય દરમિયાન ઉનાળું બાજરીની આવક જોઈએ તો એપ્રિલ માસમાં 35364 બોરી 33595, 890 ક્વિન્ટલ,મેં માસમાં 4760 બોરી 4522 ક્વિન્ટલ અને તા. 21 જૂન સુધી માં 2482 બોરી 2357.900 ક્વિન્ટલ સાથે કુલ 43316 બોરી 41150,200 ક્વિન્ટલ ઉનાળુ બાજરી ની આવક થઈ હોવાનું માર્કેટયાર્ડના ચેરમેન જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.