પાટણની વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરમાં 4000 ચકલીઘર અને પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

પાટણ
પાટણ

વિશ્વમાં અલીપ્ત બનતી જતી ચકલીઓની જાતીને બચાવવા સમગ્ર વિશ્વ 20મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવી રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં પણ સોમવારે વિશ્વચકલી દિવસની આર્યવત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ અનેઆર્યાવ્રત નિર્માણ , પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને મિશન ગ્રીન દ્વારા પાટણમાં વિશ્વ ચકલી દિને 2000 ચકલી ધર અને2000 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિશ્વમાં અલીપ્ત બનતી જતી ચકલીઓની જાતિને બચાવવા સમગ્ર વિશ્વ 20મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં સોમવારે સવારથીજ વિશ્વચકલી દિવસની આર્યવત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને મિશન ગ્રીન પાટણના કાયકર્તાઓની ધ્વારા ચકલીના માળા અને પાણી ન કુંડા વિતરણ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વચકલી દિવસની ઉજવણીને અનુલક્ષી શહેરના કર્મભૂમિ સોસાયટી સામે આવેલા યશ પ્લાઝા ખાતે આર્યવત નિર્માણ ચેરીટેબલ ટ્રષ્ટના પ્રમુખ નિલેશ રાજગોર અને પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને મિશન ગ્રીન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડી એમ સોલંકી, પાલિકા પ્રમુખ સ્મિત બેન પટેલ ની ઉપસ્થિત માં ચકલી ધરો અને પાણીના કુ઼ડાનું વિના મૂલ્યે વિતરણ શરૂ કરવામાંઆવ્યું હતું.તો મોક્ષ નામના બાળકે પોતાના જન્મદિવસ નિમિત્તેચકલીના માળા માટે 6000નું દાન આપ્યું હતું.તો ચકલી બચાવવા અને પર્યાવરણ બચવા શપથ લેવામાં આવ્યા હતા.શહેરની પક્ષીપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં હાજર રહી ચકલી ધર અને પાણીના કુંડા મેળવી સેવાના યજ્ઞમાં સહભાગી બન્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી ડી એમ સોલંકી એ જણાવ્યું હતું કે આજે વિશ્વ ચકલી દિવસ છે. જેમાં ચકલીને બચાવવા માટેના પ્રયત્ન વિશ્વ લેવલે થઈ રહ્યાં છે. ત્યારે પાટણ શહેરમાં પણ નીલેશ રાજગોરની સંસ્થા દ્વારા એક મહામુહિમ ચાલી રહી છે. જેમાં તેમણે જણાવ્યું હતુ કે આનંદની વાત છે લોકોએ પણ સહયોગ આપ્યો છે. આપણા બદલાતા માહોલમાં દેશી ચકલી નવીન બાંધકામની પ્રણાલીમાં રહી શકતી નથી. તેમજ ચકલી માળો પણ બાંધી શકતી નથી. તેથી આ પ્રકારે માટીના માળા કે અન્ય વસ્તુનો ઉપયોગ કરી બનાવવામાં આવતા માળા ઘર પાસે રાખવામાં આવે તો ચકલીઓને બચાવી શકાય છે. તેમજ આ પ્રકારના માળાઓના વિતરણથી ચકલી બચાવવાનો પ્રયાસ અભિનંદનને પાત્ર છે. તથા લોકો પણ સહયોગ આપી રહ્યાં છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી એમ સોલંકી,પાલિક પ્રમુખ સ્મિત બેન પટેલ ,યુનિવર્સિટી એન એસ એસ ના જે ડી.ડામોર સહિતના સેવાભાવી વ્યક્તિઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આર્યવત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષ થી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી રહ્યા હોવાનું ટ્રસ્ટના પ્રમુખ નિલેશ રાજગોરે જણાવ્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.