હારીજની કુકરાણા સેવા સહકારી મંડળીના 36 ખાતેદાર ખેડૂતોની જાણ બહાર જ ધિરાણ ઉપડી ગયું, પ્રમુખ અને મંત્રી સામે સવા કરોડની ઉચાપતનો આક્ષેપ
કુકરાણા સેવા સેવા સહકારી મંડળી લી. ના પ્રમુખ મંત્રી દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજે લોન મળે છે તે ખેડૂતોની જાણ બહાર લાખો રૂપિયાનીની ખેડૂતોના નામે ખોટા દસ્તાવેજો ઉભા કરી ,ખોટી સહી કરી ગામના 36 ખેડૂતોની એક કરોડ ત્રીસ લાખ રૂપિયાની ઉચાપત કરી છે.તેવા આક્ષેપ સાથે કુકરણા ગામના ખેડૂતો પાટણ કલેકટર કચેરી માં રજૂઆત કરવા માટે આવ્યા હતા.
ખેડૂતો દ્વારા હારીજ તાલુકાની ધી કુકરાણા સેવા સહકારી મંડળીના પ્રમુખ હરગોવનભાઈ ડાયાભાઈ પટેલ અને મંત્રી નટવરસિંહ ગોપાળસિંહ વાઘેલા સામે 1 કરોડ 30 લાખ રૂપિયાની ઉચાપત કર્યાનો ખાતેદાર ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ખાતેદાર ખેડૂતોનું માનીએ તો તેઓએ મંડળીમાં ધિરાણ મેળવ્યું નથી તેમ છતાં મંડળી ફડચામાં ગયા બાદ તેઓને બાકી રકમ માટે નોટિસ મળી છે. તેઓની જાણ બહાર જ મંડળીના પ્રમુખ અને મંત્રીએ ખોટા દસ્તાવેજો અને સહીઓ કરી રકમ ઉપાડી લીધી હોવાનો ખેડૂત ખાતેદારોએ આક્ષેપ કર્યો છે.
કુકરાણા વિનોદભાઈ પટેલ જણાવ્યું હતું કે ધી કુકરાણા સહકારી મંડળી લી.ના પ્રમુખ અને મંત્રીએ ખેડૂતોની ખોટી સહી અને ખોટા દસ્તાવેજ બનાવી લોન લઈ ઉચાપત કરી છે. જેથી ખેડૂતોની લોન ભરપાઈ કરી દે અને અમને અમારા ગામના અભણ અને નિર્દોષ ખેડૂતોને આ લોનમાંથી મુક્તિ આપવામાં આવે અને પ્રમુખ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવા કેલકટર ,એસ પી અને જિલ્લા રજીસ્ટાર ને રજુઆત કરીશું તેમ જણાવ્યું હતું