પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ 3500 બોરી મગફળીની આવક થઈ
દિવાળીના મીની વેકેશન બાદ લાભ પાંચમથી મગફળીની આવકમાં વધારો થવાની શક્યતા; ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા ખુલ્લી હરાજી, ખરોતોલ અને રોકડ નાણાંના વહેવારને કારણે પાટણ શહેર સહિત જિલ્લા અને ઉત્તર ગુજરાતના ખેડૂતો દ્વારા પોતાના ખેત ઉત્પાદનના માલના વેચાણ અર્થે પાટણ માર્કેટયાર્ડ ખાતે આવતા હોય છે.
પાટણ માર્કેટ યાર્ડમાં છેલ્લા ત્રણ વર્ષથી મગફળીની આવક થઈ રહી છે .ત્યારે ચાલુ વર્ષે સરસ્વતી તાલુકાના વાગડોદ વિસ્તાર તેમજ ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી પાટણ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં ત્રણ વષૅ મા સૌથી વધુ મગફળી ની આવક ચાલુ વર્ષે થઈ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
પાટણ શહેર ના માર્કેટયાર્ડ માં દર વર્ષે વિવિધ જણશોની આવકો થતી હોય છે .ત્યારે છેલ્લા ત્રણ વર્ષ થી પાટણ યાર્ડ માં મગફળી ની આવક શરૂ થઈ રહી છે .ત્યારે શનિવારે માર્કેટયાર્ડમાં અંદાજીત 3500 થી વધુ બોરી મગફળી ની આવક થઈ હોવાની સાથે સૂકી મગફળી ની સારી આવકો થતા ખેડૂતો ને 1000 થી 1130 સુધી ના ભાવો મળી રહ્યા છે .જયારે લીલી મગફળી ના 800 થી 1000 ના ભાવ મળી રહ્યા હોવાનું તેમજ આ સમગ્ર મગફળી કાઠિયાવાડની ઓઈલ મિલમાં જતી હોવાનું યાડૅ ના સુત્રોએ જણાવ્યું હતું.
તો દિવાળીના મીની વેકેશન બાદ મગફળી ની આવકમાં વધારો થશે તેવી આશા માકૅટ યાડૅ દ્રારા વ્યકત કરવામાં આવી છે.
Tags groundnuts history market patan