પાટણ જિલ્લામાં કોરોના ૩૧ કેસ નોંધાયા : ૧૦ લોકો સ્વસ્થ થયા

પાટણ
પાટણ 65

પાટણ જિલ્લામાં મંગળવારે કોરોના ના કેસ માં ઘટાડો નોંધતા ૩૧કેસ સામે આવતા જિલ્લાનો કુલ આંક ૧૦૫૨૭ પર પહોંચ્યો છે.તો ૧૦ સંકમિત દર્દીઓ સ્વસ્થ બન્યા છે. જ્યારે ૩૩૧ દદીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૯૪૫ દદીઓ નાં સેમ્પલ પેન્ડીગ હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. સોમવારે કોરોના કેસ માં ઘટાડો નોંધતા ૩૧ કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા જેમાં પાટણ માં ૧૦, સાંતલપુર ૧ , સરસ્વતી ૧, ચાણસ્મા ૭, હારીજ ૩, રાધનપુર ૩, શંખેશ્વર ૧, સરસ્વતી ૧, સિદ્ધપુર ૫ કેસ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસો ૧૦૫૨૭ઉપર
પહોંચ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હાલમા હોમ આઈસોલેશન હેઠળ ૩૩૧દર્દીઓ સારવાર લઈ રહેલા છે તો ૯૪૫ દર્દીઓના સેમ્પલ પેન્ડીગ છે અને ૧૦ લોકો સ્વસ્થ થયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.