
પાટણમાં સ્ટેશનરીમાં 30થી 35 ટકા તો સ્કૂલ યુનિફોર્મ અને બેગમાં 20 ટકાનો ભાવ વધારો
પાટણ જીલ્લાની શાળાઓ બે લાખ કરતા વધુ વિધાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠયા છે. શાળાઓમાં વેકેશન પૂર્ણ થયા બાદ સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ ગયું છે. ત્યારે વિધાર્થીઓ પણ શાળાએ જવાનું શરૂ થઈ ગયું છે. જો કે પાટણ શહેર સહિત જીલ્લાના વાલીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ ખીસ્સા પર ભાર વધારનારું બની રહેશે. એક તરફ ખાનગી શાળાઓમાં ફીના કારણે વાલીઓ પહેલેથી જ આર્થિક બોજા તળે આવી ગયા છે. તો ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોટબુકો અને ચોપડાઓ સહિત સ્ટેશનરીના ભાવમાં 30 થી 35 ટકાના તોર્ડીંગ ભાવવધારાના કારણે વાલીઓ માટે સ્કુલ શરુ થતા પૂર્વેની તૈયારીઓ પણ મોંઘી બની રહી છે.
તો નવા શૈક્ષણિક સત્રમાં ચોપડા-સ્ટેશનરીને બાદ કરતા બાળકોના સ્કૂલ યુનીફોર્મ અને સ્કૂલ બેગ જેવી વસ્તુઓના ભાવમાં પણ 20 ટકાનો વધારો થવા પામ્યો છે. જેનો બોજો વાલીઓએ સહન કરવાનો આવ્યો છે. હાલમાં પાટણની બજારમાં સ્કુલને લગતી તમામ ચીજવસ્તુઓની ખરીદીની ધમધમાટ જોવા મળી રહ્યો છે.