
સિદ્ધપુરના બિલિયા ગામેં વેરાઇ માતાની માનતાની સવાસો દીવડાંઓની 250 માંડવીઓ નીકળી
સિદ્ધપુરના બિલિયા ગામે આસો સુદ ચૌદશની રાત્રે પરંપરાગત માંડવી ગરબાનું આયોજન કરાયું હતું જેમાં 250 થી વધુ માંડવીઓ માથે મૂકી બહેનો ગરબે રમી હતી. જ્યાંથી પુરૂષો માથે માંડવી લઈ ગામના પાદરે મૂકી આવ્યા હતા. અને ત્યાં માતાજીને સુખડીનું નૈવેદ્ય ધરાવાયુ હતું.250 થી વધુ માંડવીઓના અંદાજિત 30 હજાર ઉપરાંત દીવડાઓથી પ્રજ્વલિત દીવડાઓની માંડવી જાણે આકાશગંગા જેવું દ્રશ્ય સર્જાયુ હતું. ગામેગામથી ભક્તો આ ધર્મમય દશ્યનો લ્હાવો લેવા આવ્યા હતા. બીલીયા ગામના ઉપ સરપંચ વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે સવા સો જેટલા દીવાઓની વાંસની માંડવીઓ ગરબે રમી હતી.અને આ ચાલુ વર્ષે 250 થી વધુ માંડવીઓ હતી જેમાં 99% માંડવીઓ પાટીદાર સમાજની હતી. જ્યારે બહેનો માંડવીઓ ઉપાડી ગરબે ઘૂમે ત્યારે જે દીવડાના ઘી નો છાંટો ઉડીને કપડાં પર પડે તો પણ દેખાય જ નહીં એટલો મહિમા છે .
માન્યતા મુજબ વેરાઈ માતાના મંદિરે ચૌદશની રાત્રે અદ્દશ્ય રીતે ગરબો પ્રગટ થાય છે જે ગરબો ક્યાંથી, કેવી રીતે આવે છે અને કેવી રીતે પ્રગટ થાય છે એની કોઈને કોઈજ જાણ હોતી નથી, જેને વેરાઈ માતાનો ચમત્કાર જ ગાણવામાં આવે છે.