
ચાણસ્મા-હારીજથી વિદેશી દારૂની 232 બોટલો જપ્ત, સેઢાલ અને રોડાથી બે શખ્સો ઝડપાયા
પાટણ એલસીબી પીઆઈ આર.કે.અમીનની સુચના મુજબ એલસીબી ટીમના માણસો ચાણસ્મા ચાર રસ્તા નજીક પહોંચતા બાતમી મળેલ કે ચાણસ્મા તાલુકાના સેઢાલ ગામે દેવીપુજક હીરાભાઈ ભીખાભાઈ તેના રહેણાંક મકાનની અંદર વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે. બાતમી આધારે એલસીબી ટીમે સેઢાલ ગામે રેડ કરી દેવીપુજક હીરાભાઈ ભીખાભાઈને વિદેશી દારૂ અને બિયરના ટીન નગ 212 ઝાથે ઝડપી પાડ્યો જેની કિંમત રૂ.27054 નો મુદામાલ જપ્ત કરી ચાણસ્મા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો.
હારીજ પોલીસ મથકના પીએસઆઈ આર.કે.પટેલની સુચના મુજબ હારીજ પોલીસ મથકના માણસો તાલુકાની અંદર ગુનાહીત પ્રવૃતિને ડામવા માટે પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. તે દરમ્યાન રોડા ગામ તરફ જતાં અશોકજી ગણાજી ઠાકોર વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની બાતમી મળતાં અશોકજી ગણાજી ઠાકોરને વિદેશી દારૂની 20 બોટલો કિંમત રૂ.2747સાથે ઝડપી મુદામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે.