સમીમાં રોજગારી માટે 2 યુવતિ ઘરેથી નિકળી, કચ્છ લાવી 2 ઈસમે વારંવાર દુષ્કર્મ આચર્યું

પાટણ
પાટણ 300

કોરોનાકહેર વચ્ચે સમી તાલુકાના ગામની 2 યુવતિઓ રોજગારની શોધમાં મિત્ર સાથે કચ્છમાં ગયા બાદ દુષ્કર્મનો ભોગ બની છે. વિગતો મુજબ પંથકની એક પરીણિતાને તેના પુરૂષ મિત્રએ કચ્છમાં કામે લઇ જવાનું કહી વિશ્વાસમાં લીધી હતી. જે બાદમાં પરીણિતાએ તેની એક બહેનપણીને પણ કામની જરૂર હોઇ તેને સાથે લીધી હતી. જે બાદમાં 2 ઇસમોએ બાઇક પર બંનેને લઇ કચ્છમાં જવા નીકળ્યાં હતા. જ્યાં વચ્ચે એક ખેતરમાં અને એક વાડીમાં અવાર-નવાર ઇસમોએ બંનેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ. સમગ્ર મામલે મહિલાએ બે ઇસમ સામે સમી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

પાટણ જીલ્લાના સમી તાલુકાના એક ગામની બે યુવતિને રોજગાર અપાવવાનું કહી દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. પંથકના એક ગામની 22 વર્ષિય યુવતિના લગ્ન બાદ બાળકો ન હતા. જોકે તે તેની સાસરીમાં અવાર-નવાર આવતી-જતી હોઇ ઠાકોર અશ્વિન બબાજી (મહમદપુરા, તા.સમી) વાળાની ઓળખાણ થઇ હતી. જે બાદમાં 8 મે 2021ના રોજ અશ્વિને પરીણિતાને ફોન કરીને કહેલ કે, તમારે કચ્છ બાજુ વાડીઓ ઉપર ભાગ રાખવો હોય તો મારે કચ્છમાં ઓળખાણ છે. જેથી પરીણિતાએ વિશ્વાસમાં આવી હા પાડી હતી.

આ દરમ્યાન અશ્વિને કહેલ કે, હું આવતીકાલે જ કચ્છમાં પ્રવિણ નવઘણભાઇ ઠાકોર (મહમદપુરા, તા.સમી)ની સાથે જવાનો છુ. જેથી તમારે આવવું હોય તો હું ગોખાંતર હોઇશ અને તમને લેવા માટે પ્રવિણભાઇનું બાઇક મોકલીશ. આ તરફ પરીણિતાએ તેની 17 વર્ષની સગીર બહેનપણીને વાત કરી તેને પણ સાથે જવાનું કહેતાં બંનેએ હા પાડી હતી. જોકે કચ્છમાં જવાનું હોઇ ઘરવાળા નહીં મોકલી તે બીકે પરીણિતા એની બહેનપણી સાથે મધરાત્રે પ્રવિણ ઠાકોર અને અશ્વિન ઠાકોર સાથે બાઇક પર કચ્છમાં જવા નીકળી હતી. જ્યાં સામખીયાળી પાસે બાઇકને પંચર પડતાં સામખીયાળીથી ગાંધીધામ બસમાં ગયા હતા. જ્યાં રોડની સાઇડમાં હોટલની સાઇડમાં એક ખેતરમાં રોકાયા બાદ અશ્વિને પરીણિતા અને પ્રવિણે સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ.

સમી પંથકની બે યુવતિને રોજગારીની લાલચ આપી ઇસમોએ પોતાની હવસનો શિકાર બનાવતાં ચકચાર મચી ગઇ છે. ગાંધીધામમાં રોડની સાઇડમાં આવેલા એક ખેતરમાં દુષ્કર્મ ગુજાર્યા બાદ ઇસમો પરીણિતા અને સગીરાને ભદ્રેશ્વર ગામે વાડીએ લઇ ગયા હતા. જ્યાં બે દિવસ રોકાતાં ત્યાં પણ ઇસમોએ બંને સાથે બળજબરીથી અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ હતુ. આ તરફ પરીણિતાના પિતાએ પોતાની દીકરી ગુમ હોવાની જાણ પોલીસને કરી હોઇ મહિલાને ખબર પડતાં તે મુન્દ્રા મરીન પોલીસ મથકે હાજર થયા બાદ સમી પહોંચી હતી. જે બાદમાં પરિવારને સઘળી વાત કરી બંને ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે. સમી પોલીસે બંને નરાધમો સામે આઇપીસી 363, 366, 376(1), 376(2)(n), 376(3), 120B અને પોક્સો એક્ટની કલમ 4, 5(L), 6, 17 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.