પાટણ જિલ્લામાં 11 નર્સરીઓમાં વિવિધ 100 જાતના રોપાઓનો ઉછેર કરાયો
પાટણ જિલ્લામાં પર્યાવરણનું સમતોલન રહે તેમજ વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિગના કારણે ઉદ્ભવી રહેલી કુદરતી આફતો સામે રક્ષણ મેળવવા માટે માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું અનિવાર્ય છે , જે પ્રમાણે વૃક્ષો નું કટીંગ થઈ રહ્યું છે તેની માટે પર્યાવરણની જાળવણી માટે સામે એટલાજ વૃક્ષો વાવવા જરૂરી છે , ત્યારે જિલ્લા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ ને પ્રોત્સાહન આપવા માટે વન વિભાગ ઉજવણી કરવામાં આવતી હોય છે. આગામી વન મહોત્સવને લઈ જિલ્લા 11 નર્સરી માં 20.15 લાખ 100જાતના વિવિધ રોપ તૈયાર કરવામાં આવ્યા છે. હાલ માં આ રોપાનું વિતરણ પણ વિવિધ નર્સરીમાં શરૂ કરવામાં આવી રહ્યું છે.
વન વિભાગના અધિકારીએજણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ગુજરાતમાં 74માં વન મહોત્સવનું આયોજન ટુક સમયમાં થનાર છે. જેમાં પાટણ જિલ્લા કક્ષાનો વન મહોત્સવનું આયોજન આગામી સમય માં સિદ્ધપુર ગોકુળ યુનિવર્સિટી ખાતે કરવાની આયોજન છે. તો વધુ માં જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં 11 નર્સરી છે. 561 હેક્ટરમાં રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે જેમાં 20.15 લાખ 100 જાતના વિવિધ રોપ તૈયાર કર્યા છે જેમાં 131 ખાતાકીય નર્સરીમાં રોપ ઉછેરવામાં આવ્યા છે. રોપાની જાતમાં ફળાઉ, ઇમારીત અને ફૂલછોડ એમ ત્રણે પ્રકારના ફૂલછોડનો ઉછેર કરવામાં આવ્યો છે. તેનું વિતરણ પણ ચાલુ છે. 4 30 હેક્ટરમાં વ્યક્તિલક્ષી રોપનું ઉછેર કરવામાં આવ્યું છે.