
ચાણસ્મા કોબોઈ રોડ પર તુફાન ગાડી પલટી મારતા 1નું મોત, 2ની હાલત ગંભીર
ચાણસ્મા કંબોઈ હાઈવે રાત્રે દેલમાલ જઈ રહેલી એક તુફાન કારનો ડ્રાઇવરે હેન્ડ બ્રેક માર્યા વગર રસ્તો પૂછવા માટે ગાડીમાંથી ઉતરી જતા ગાડી રગડી સાઈડમાં ઉતરી જતા પલટી મારી હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું તો અન્ય બે સવાર ઈસમને ગંભીર ઇજાઓ થઈ હતી તો અન્ય પાંચ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ ભોગ બનેલા લોકો એમ.પી.થી દેલમાલ હસનપીર દરગાહ ખાતે જતા હતા.
ચાણસ્મા કોબોઈ હાઈવે પર ગત રાત્રે દેલમાલ જઈ રહેલી તુફાન કારના ડ્રાઇવરે દેલમાલ જવાનો રસ્તો પૂછવામાં માટે ગાડી કોબોઈ પાસે ઉભી રાખી હતી જ્યાં તુફાન કારના ડ્રાઇવરએ ગાડીની હેન્ડ બ્રેક કર્યા વગર ગાડીમાંથી ઉતરી જતા તુફાન ગાડી ઢાળના કારણે રગડી સાઈડમાં ઉતરી પલટી મારી ગઈ હતી. ગાડીમાં સવાર એક મહિલા નું ઘટના સ્થળે મોત થયું હતું.
2 મહિલા ગંભીર ઇજા થતાં ચાણસ્મા 108 ઘટના સ્થળે પહોંચી 2 ગંભીર ઇજાગ્રસ્ત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો હારીજ ની 108 દ્વારા નાની મોટીઇજા થયેલા લોકોને ચાણસ્મા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમ 108ના કર્મચારી જીતેન્દ્ર પટેલ જણાવ્યું હતું.