પાટણ પાલિકાનું 1.75 કરોડનું પુરાંતવાળુ બજેટ મંજૂર

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકા ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં પાલિકાનું વર્ષ 2022-2023નું રૂ. 1.75 કરોડનું પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. પાલિકા ખાતે કારોબારી ચેરમેન અરવિંદ પટેલની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં વર્ષ 2022-23ના બજેટ અંગે ચર્ચા વિચારણા કરી 15 કરોડની ખાદ્યવાળુ બજેટ હોય ખર્ચ સરભર કરી ભવિષ્યમાં થનારી આવકો અંદાજીને રૂા.1.75 કરોડનું પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

એજન્ડાના કામો જેમાં કર્મભુમી સોસાયટી પાસેની ખુલ્લી જગ્યાની સફાઇ કરાવીને વૃદ્ધોને બેસવા માટે બ્લોક પેવીંગ કરાવી બાંકડા મુકવા, ટેલીફોન એક્સચેન્જથી જીવનધારા સોસાયટી સુધી નવો રોડ બનાવવા, સિદ્ધી સરોવરમાં ખુલ્લી કેનાલ મારફત આવતું નર્મદાનુ પાણી દુષિત ન થાય તે માટે અન્ડર ગ્રાઉન્ડ કરવાનું આયોજન કરાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.