પાટણકા ગામે પાડોશીએ ૬.૫૬ લાખના ઘરેણાં ચોરી રાધનપુરમાં ગીરવે મૂકી ગોલ્ડ લોન લીધી

પાટણ
પાટણ

પાટણઃ સાંતલપુરના પાટણકા ગામમાં ગત ૧૨ માર્ચે એક મકાનમાં તિજોરીમાં રાખેલા ૧૫૧ ગ્રામ કુલ ૬.૫૬ લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. જેમાં પોલીસે જાણભેદું હોવાની આશંકાથી તપાસનો દોર ચલાવતાં પાડોશીએ એક મિત્ર સાથે મળી ચોરી કર્યાનું સામે આવતા પોલીસે પકડી અડધો મુદામાલ રિકવર કરી ભેદ ઉકેલ્યો હતો. પરંતુ પ્રથમ વખત જિલ્લામાં ચોરીના દાગીના વેચવાના બદલે લોન લઇ લીધી હોવાનું સામે આવતા પોલીસ માટે પણ અચંબાભર્યો કિસ્સો બન્યો છે. અડધો મુદામાલ બેંકમાં જમા કરાવ્યો હોય તેને રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સાંતલપુરના પાટણકા ગામે રહેતા હમીરભાઇ વાલાભાઇ આયરની દીકરી લગ્ન બાદ ઘરેણાં સાથે ઘરે પરત આવી હતી ત્યારે દીકરી પાસે રહેલા સોનાના દાગીના ચોરી કરવા પાડોશમાં રહેતા ભરતભાઈ ઉર્ફે ભચો કડો જીવણભાઈ આયરે નજીકના મિત્ર કમલેશ સાથે મળી ૧૩ માર્ચના રોજ રાત્રીના સમયે ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાનો પૈહાર કિં.૪.૩૫ લાખ, સોનાનું મંગળસૂત્ર કિં.૯૫૭૦૦, સોનાનો હાર કિં.૧ લાખ, સોનાના મણકાની કંઠી કિં.૮૦૦૦, કાનનો સોનાનો કાંપ કિં.૧૮૦૦૦ કુલ ૧૫૧ ગ્રામના ૬,૫૬,૭૦૦ના ઘરેણાંની થેલી ચોરી કરી હતી. વહેલી સવારે પરિવારને ચોરી મામલે જાણ થતા સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતાં ડીવાયએસપી રાધનપુરના માર્ગદર્શન મુજબ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
ઘટનામાં જાણ ભેદુ હોવાની આશંકા જતા તે દીશામા તપાસનો દોર શરૂ કરી ગણતરીના દિવસોમાં પાડોશી જ ચોર હોવાનું બહાર આવતા પોલીસે બાતમી આધારે બાબરા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસેથી પાડોશીને પકડી પાડી ઉલટ તપાસ કરતા ચોરી કર્યાની કબૂલાત કરી હતી.ઁજીં એશ.જે.પરમાર તેમજ પોલીસ કર્મી સવદાશભાઇ, વસતાભાઇ, લખનકુમાર, વિપુલભાઇ સહિતે ચોરીનો અડધો મુદ્દામાલ તેના ઘરેથી રિકવર કરી તેના સાગરીત અન્ય કમલેશને પકડવા શોધખોળ હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.