હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ. દ્વારા સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સાયન્સ કોલેજમાં પ્રવેશ નક્કી થશે

પાટણ
પાટણ

રખેવાળ, પાટણ

એચએનજીયુ દ્વારા દર વર્ષે ધોરણ 12 સાયન્સના પરિણામ સાથે જ પ્રવેશ માટેની જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરી દેવાય છે પરંતુ આ વખતે લોકડાઉનના કારણે નવું શૈક્ષણિક સત્ર ક્યારે શરૂ થશે તે નક્કી નથી સરકારે ઓનલાઇન પ્રવેશ માટે સૂચન કરેલું છે.પરંતુ હજુ ચોક્કસ ગાઇડલાઇન્સ આવી નથી એટલે સેન્ટ્રલાઇઝ પ્રવેશ થશે કે કોલેજ દ્વારા પ્રવેશ પ્રક્રિયા થશે તે હાલ નહિ કહી શકાય તેમ કુલ સચિવ ડો. ડી.એમ. પટેલે જણાવ્યું હતું. ધોરણ 12 સાયન્સ ના પરિણામમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ અને અરવલ્લી જિલ્લામાં કુલ મળી 11500 થી વધુ પરીક્ષાર્થીઓ પાસ થયા છે સામે અંદાજે 59 જેટલી સાયન્સ કોલેજો છે અને તેમાં અંદાજે 8000 જેટલી બેઠકો છે.

સાયન્સના છાત્રોને સાયન્સ કોલેજોમાં પહેલા બી.એસસી અને પછી એમએસસી કરવાનું હોય છે ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કુલપતિ ડોક્ટર જે.જે.વોરાના પ્રયાસોથી યુનિવર્સિટીમાં ધોરણ 12 સાયન્સ પછી પાંચ વર્ષનો ઈન્ટિગ્રેટેડ કોર્સ શરૂ કરાનાર છે.જેની મંજૂરી યુજીસી દ્વારા મળી ગઈ છે.જેમાં કેમેસ્ટ્રી મેથેમેટિક્સ અને લાઈફ સાયન્સનાં વિદ્યાર્થીઓ માટે સતત 5 વર્ષ યુનિવર્સિટીમાં ભણવાનો અને સંશોધનો પણ લાભ લઇ શકાશે. વારંવાર એડમિશન લેવાની જરૂર નહિ પડે જો કે, લોકડાઉન પછી શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પછી જ આગળની કાર્યવાહી કરી શકશે તેમ કુલ સચિવ ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.