સિધ્ધપુર ડેપો ખાતે આવેલ ગોગા મહારાજના મંદિરે હવન યોજાયો
સિધ્ધપુર ડેપો ખાતે આવેલ ગોગા મહારાજના મંદિરે કર્મચારીઓના સહયોગથી હવન યોજાયો હતો. દર વર્ષે ગોગ મહારાજના મંદિરે હવનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની આ વર્ષે પણ ડેપોમાં દરેક કર્મચારીઓના સહયોગ અને સહકારથી ગોગા મહારાજનો હવન યોજાયો હતો. કર્મચારીઓ હવનના દર્શન કરી આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.
સિદ્ધપુર ડેપોમાંથી નિવૃત થયેલ તમામ કર્મચારીઓને પણ હવનના દર્શન અને પ્રસાદ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સિદ્ધપુર ડેપો ખાતે ગોગા મહારાજના મંદિરે ડેપોના સાથ સહકારને સહયોગથી ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરીના અધ્યક્ષતામાં અને કનુભાઈ પટેલના યજમાન પદે હવન યોજાયો હતો. આ પ્રસંગે ડેપોના તમામ કર્મચારીઓ હવનમાં આહુતિ આપી પ્રસાદનો લાભ લીધો હતો. ગોગા મહારાજને ગુજરાત એસ.ટી ના તમામ કર્મચારીઓનું કલ્યાણ થાય અને મંગલકારી થાય તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ડેપોના ૩ માન્ય યુનિયન અને વિભાગના ૩ માન્ય યુનિયનના પદા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.