સિદ્ધપુર નગરપાલિકાના માન્ય એન્જીનીયરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા

પાટણ
પાટણ 132

રખેવાળ ન્યુઝ સિદ્ધપુર : સિદ્ધપુરમાં છ વર્ષ પહેલા યુજીવીસીએલના કર્મચારીએ સિદ્ધપુર નગરપાલિકાના માન્ય કરેલ એન્જીનીયરને ઉછીના પાંચ લાખ આપ્યા હતા. જે તે એન્જીનીયરે સમય પૂરો થતા યુજીવીસીએલના કર્મચારીને ત્રણ લાખનો તેમજ ૨.૯૦ લાખનો ચેક આપ્યો હતો. 
જે બંને ચેક બેન્કમાં અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થતા યુજીવીસીએલના કર્મચારીએ ૨૦૧૪ માં ફરિયાદ નોંધાવતા કેસ ચાલતા સિદ્ધપુર એડી ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં એન્જીનીયરને એક વર્ષની સાદી કેદ તેમજ એક મહિનામાં ૫.૯૦ લાખ ચુકવી આપવાનો હુકમ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
સિદ્ધપુરમાં રહેતા અને યુજીવીસીએલના નિવૃત્ત કર્મચારી ચંદુલાલ નારણદાસ પ્રજાપતિ એ સિદ્ધપુર માં રહેતા અને સિદ્ધપુર નગરપાલિકામાં માન્ય કરેલ એન્જીનીયર કીર્તીકુમાર છગનલાલ મેવાડાનાઓ સાથે પરિચિત હતા. જેમાં આ એન્જીનીયર કિર્તિકુમારને પાંચ લાખ રૂપિયાની જરૂર હોઈ ચંદુલાલ પાસે થી પાંચ લાખ રૂપિયા એક પ્લોટ પર લોન પેટે લીધા હતા. તેમજ ચાર માસ બાદ રૂપિયા ચૂકવી આપવા નો વાયદો કર્યો હતો જે ચંદુલાલે ગઈ તા. ૨૯/૭/૧૩ ના રોજ દેના બેન્ક સિદ્ધપુર શાખાનો રૂપિયા પાંચ લાખનો ચેક નં ૩૭૬૫૮૧ એન્જીયર કિર્તિકુમારને આપ્યો હતો. જે સમય પૂરું થતા ચંદુલાલે રૂપિયા પરત માંગતા એન્જીનીયરે રૂપિયા પરત આપવા માં વાયદાઓ કરતા ચંદુલાલે સતત ઉઘરાણી કરતા આ એન્જીનીયર કિર્તિકુમારે ૧૪/૧૦/૨૦૧૪ ના રોજ સિદ્ધપુરની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા નો ચેક નં ૦૪૦૮૭૨ નો ત્રણ લાખનો તેમજ બીજો ૦૪૦૮૭૩ નો ૨.૯૦ લાખનો ચેક ચંદુલાલને લખી આપ્યો હતો. જે ચેક ચંદુલાલે બેંકમાં તેજ દિવસે બંને ચેકો નાખતા તે બંને ચેકો એન્જીનીયર કિર્તિકુમારના ખાતામાં અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થતા ચંદુલાલે તેમના વકીલ મારફતે નોટિસ પાઠવવામાં આવી હતી. જે અંગે ૭/૦૧/૨૦૨૦ માં સિદ્ધપુરની  એડી ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં કેસ ચાલતા ફરિયાદીના વકીલ જે.એસ. સુલેમાનીની ધારદાર રજૂઆતથી નગરપાલિકાના માન્ય કરેલ એન્જીનિયર કીર્તીકુમાર છગનલાલ મેવાડાને ચેક રિટર્ન કેસમાં ઘી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ – ૧૩૮ મુજબના ગુનામાં ક્રિમિનલ પ્રોસેજર કોડની કલમ – ૨૫૫(૨) હેઠળ ૧ (એક) વર્ષની સજા તેમજ ક્રિમિનલ પ્રોસેજર કોડની કલમ – ૩૫૭ (૩) અન્વયે વળતર પેટે ૫,૯૦,૦૦૦/- ચૂકવી આપવાનો હુકમ કરતા સિદ્ધપુર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.