સાંતલપુર પાસે કચ્છના નાનારણમાં બંદૂકના ભડાકે ચિંકારાનો શિકાર, બે શખ્સો બાઈક છોડી અંધારાનો લાભ લઈ છૂમંતર

પાટણ
પાટણ

પાટણ :  સાંતલપુરના એવાલ,આલુવાસ, ચારણકા અને ધોકાવાડાના રણ વિસ્તારમાં રવિવારે રાત્રીએ બંદૂકની અણીએ એક માદા હરણ ચિંકારા અને ત્રણ સસલા મળી ચાર વન્ય જીવોનો શિકાર થતા લોકોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. હરણનો શિકાર ઝડપાતાં પાટણ જિલ્લા ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું હતુ અને અજાણ્યા શિકારીઓને પકડવા ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ હતી.
સાંતલપુરના રણ વિસ્તારમાં રવિવારે રાત્રે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગેરકાયદેશિકારની વન્યપ્રાણી પ્રેમીઓની બાતમીના આધારે નાઈટ પેટ્રોલીંગ દ્વારા વોચ ગોઠવાઇ હતી. ત્યારે ચારણકા પાસે એક બાઇક પર બે યુવકો શંકાસ્પદ રીતે જતા હોઈ રોકવા ઈશારો કરતાં બાઇક મૂકી અંધારાનો લાભ લઇ નાશી છૂટ્યા હતા. ફોરેસ્ટ ટીમે બાઇક કબજે કરીને તપાસ કરતાં થોડા દૂર જતાં ઝાડીમાં એક ચિંકારા અને ત્રણ સસલાનો શિકાર થયેલી હાલતમાં મળ્યા હતા. મૃતદેહોને કબજે કરી ત્રણ પશુ ડોકટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું હતું. આગામી બે દિવસમાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ફોરેસ્ટ વિભાગને સોંપાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.