‘વચ્ચે કેમ ઊભો છે?’ એમ કહીં રાધનપુરમાં યુવક પર ત્રણ બિન શખ્સોએ તલવારથી જીવલેણ હુમલો કર્યો
રાધનપુર ખાતે આવેલ મીરા દરવાજામાં રહેતા ઘાંચી સલીમભાઈ ઈસ્માઈલભાઈએ રાધનપુર પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોધાવી જણાવ્યુ હતુ કે ગત મંગળવારની રાત્રિના નવ વાગ્યાના સમયે મીરા દરવાજા પાસે હુ ઊભો હતો તેવા સમયે હું સમીરભાઈ રહીમભાઈ ધાંચી, રઈશભાઈ મહેમુદભાઈ ઘાંચી અને લતીફ મહેબુબભાઈ ઘાંચી (ત્રણે રહે. રાધનપુર) આ ત્રણેલ ઈસમો બાઈક લઈને આવેલ અને મને કહેવા લાગેલ કે અહી વચ્ચે કેમ ઊભો છે તેમ કહેલ મેં કહ્યું કે તમો તમારું બાઈક ધીમું ચલાવો તેટલું કહેતા ત્રણેય ઈસમો અચાનક ઉશ્કેરાઈ જઈને સમીરભાઈ ઘાંચીએ તેમના હાથમાં રહેલ લોખંડની પાઈપ મારા માથાના ભાગે મારી હતી જ્યારે રઈસભાઈ ઘાંચીએ તલવાર મારા નાક પર મારીને મને લોહી લુહાણ કર્યો હતો.