લોકડાઉનમાં ગરીબ પરિવારોને વિકલ્પ મળ્યો

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ, પાટણ : કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનમા રોજનુ કમાઇને રોજ ખાતા ગરીબ પરિવારની હાલત મુશ્કેલી ભરી અને દયનીય બની છે ત્યારે તાપી જિલ્લાના અંતરીયાળ ગામોમા વસતા આવા ગરીબ પરિવારને મદદરૂપ બનવા વિકલ્પ સંસ્થા આવી છે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આર્થિક રીતે નબળા પરિવાર રહે છે જે મોટે ભાગે રોજગારી મેળવવા ગુજરાતમાં તથા ભારતના અલગ અલગ વિસ્તારમાં જાય છે ને રોજગાર મેળવીને પોતાના પરિવારનુ ભરણપોષણ કરે છે જે કોરોના વાયરસના કારણે વેપાર ધંધા પડી ભાગતા શ્રમિકો પોતાના વતન પાછા ફર્યા બાદ ત્યા અત્યંત ગરીબી અને અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે વિકલ્પ સંસ્થા દ્વારા આ વિસ્તારમાં ૫૦૦ જેટલા શ્રમિક કુટુંબને કિટ રાશનની જેમાં ઘઉં, ચોખા, તુવળદાળ,ખાંડ,ચા, મરચુ, હળદર,સિંગતેલ,સાબુ ન્હાવા અને સાબુ કપડાં ધોવા, મીઠું અને શાકભાજી બટાકા -ડુંગળીની કિટ બનાવીને વહેંચવામાં આવી હતી. જેમાં આ શ્રમિક અને અંતરીયાળ વિસ્તારમાં દુર દુર સુધી ઘરે ઘરે પહોંચીને આ વિકલ્પ સંસ્થાની ટીમ દ્વારા સોશીયલ ડિસટીંગની તેમજ સેનેટાઇઝર ની સમજ આપવામા આવી હતી અને રાશનની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને શ્રમિકો ને બનતી તમામ કોશિશ કરી મદદરૂપ બનવા કોશિશ કરી હતી. જેમા સુદિનાબેન.એસ. ભીલ પાટણના રહેવાસી વિકલ્પ સંસ્થાના ઓર્ગેનાઇઝેશન તેમજ અન્ય સભ્યો મનીષભાઈ પડવી, રાજુભાઇ. કે.વસાવા, છાયાબેન વસાવા, શીલાબેન ગામીત , ગુલશનભાઇ કે.વરવી, આશિષભાઇ વરવી, અનિતાબેન વરવી હાજર રહી શ્રમિકોને સહાય કરી હતી જેમાં વિકલ્પ સંસ્થાના ડાયરેક્ટર હિમાંશુભાઇ બેન્કર નુ માર્ગ દર્શન અને સહકારથી આ સેવાનુ ભગીરથ કાર્ય પુર્ણ થયું હતું.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.