રાધનપુર જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં પાલિકાએ સીલ માર્યુ

પાટણ
પાટણ 150

રખેવાળ ન્યુઝ રાધનપુર : રાધનપુરમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ તેજ કરવામાં આવી છે, શનિવારે મોડી સાંજે પાલિકાની ટીમ જીઆઈડીસીમાં સૂર્યા પ્લાસ્ટિક નામની ફેક્ટરીમાં ત્રાટકી હતી, અને ફેક્ટરીમાં સરકાર દ્વારા પ્રતિબંધિત ૫૦ માઈક્રોના પ્લાસ્ટિકના ઝબલા બનાવવામાં આવતા હોવાથી મુદ્દામાલ સહીત ફેક્ટરીને સીલ મારવામાં આવ્યું હતું, જે સમાચાર વાયુવેગે શહેરમાં ફેલાઈ જતાં પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંતભાઈ સોનીના જણાવ્યા મુજબ ફેક્ટરીમાં અંદાઝે ૫૦૦ કિલો પ્લાસ્ટિક મુદ્દામાલ મળી આવતાં ફેક્ટરીને સીલ મારવામાં આવ્યું હતું. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.