પાટણ શહેરમાં વધુ 2 સહિત જિલ્લામાં 9 કોરોના પોઝિટિવ કેસ, જિલ્લામાં કોરોનાનો આંક 47એ પહોંચ્યો

પાટણ
CORONA
પાટણ

રખેવાળ, પાટણ

પાટણ શહેર અને જિલ્લામાં કોરોના કહેર સતત ચાલુ રહ્યો છે જેમાં રવિવારે સવારે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ફરજ બજાવતી સ્ટાફ નર્સ અને સમીના યુવકને કોરોના પોઝીટીવ આવતા બંનેની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર શરૂ કરાઇ હતી. મોડી સાંજે વધુ સાત કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાં સરસ્વતી તાલુકાના કાતરા ગામના બે કેસ પાટણ શહેરના મીરાપાર્ક અને દ્વારકા નગરીમા 1-1 કેસમળી  બે કેસ રાધનપુરના બે કેસ તેમજ પાટણ તાલુકાના ડાભડી ગામનો એક મળી સાત કેસ ની ઉમેરો થતાં પાટણ જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 47 થવા પામ્યો છે.અગાઉના કન્ટેન્ટ ઝોન અને જિલ્લામાં દોડતા રહેલા આરોગ્યતંત્રમાં મોડી સાંજે સાત પોઝિટિવ કેસના પગલે ટીમો દોડતી કરી સંપર્ક ના લોકોને શોધી કાઢવા માટે અને પરિવારજનોને corentin કરવા દોડધામ શરૂ થઈ હતી
પાટણના ધારપુર મેડિકલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટેના આઇસોલેશન વોર્ડમાં 24 વર્ષીય નર્સે સતત અઠવાડિયા સુધી ફરજ બજાવી હતી ત્યારબાદ તેમને હોસ્પિટલ ખાતે કવોરન્ટાઇન ફેસેલીટીમાં રાખ્યા હતા તેમનો ક્વોરન્ટાઇન સમયગાળો પૂર્ણ થાય તે પહેલા તેમને કોઈ દર્દીનો ચેપ લાગ્યો છે કે કેમ તેની તપાસ માટે સેમ્પલ લેવાયું હતું અને તેનું પૃથક્કરણ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર શરૂ કરી છે.તેમને હોસ્પિટલમાંથી જ કોઇ દર્દી નો ચેપ લાગ્યો હોય તેવી શક્યતાઓ છે છતાં રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા તેમને ચેપ ક્યાંથી લાગ્યો છે તેની તપાસ કરાશે અને હોસ્પિટલમાં નર્સના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમકવોરંન્ટાઇન કરાશે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
આ ઉપરાંત 4 દિવસ અગાઉ 14 મેના રોજ સુરતથી સમી ખાતે આવેલા અને રાધનપુરી દરવાજા જુના કુંભારવાસ પાસે રહેતા 40 વર્ષના યુવકને તાવ અને ખાંસીના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમનું પાટણની જનતા હોસ્પિટલમાં સેમ્પલ લેવાતાં રિપોર્ટે કોરોના પોઝિટિવ આવતા ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર શરૂ કરી છે. બીજી બાજુ રેપિડ રિસ્પોન્સ ટીમ અને આરોગ્ય તંત્રની ટીમ સમી ખાતે પહોંચી તેમના સંપર્કમાં આવેલા લોકોનો લીસ્ટીંગ કરવાનું કામ શરૂ કરાયું હતું તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમક્વોરન્ટાઇન કરાશે ઉપરાંત કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફરઝોન નક્કી કરાશ. યુવકના ઘરને સેનિટાઇઝર કર્યું હતું સમીમાં કોરોનાનો પ્રથમ કેસ આવતા ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો.
પાટણ શહેરમાં મીરા દરવાજા વિસ્તારના મીરા પાર્ક સોસાયટી ખાતે રહેતા 50 વર્ષીય અને દ્વારકા નગરી સોસાયટીમાં રહેતા 60 વર્ષીય વ્યક્તિને શરદી ખાંસી તાવના પગલે કરાયેલ સેમ્પલ સેમ્પલ ટેસ્ટમાં પોઝીટીવ લક્ષણો જણાયા છે. મીરા પાર્કમાં અગાઉ પણ કેસ બની ચૂક્યા છે.
સરસ્વતી તાલુકાના કાતરા ગામે 25 અને 46 વર્ષના બે વ્યક્તિઓના સેમ્પલ ટેસ્ટ  પોઝિટિવ  જણાયા છે. રાધનપુરમાં મુંબઈથી આવેલાની હિસ્ટ્રી ધરાવતા 43 અને 14 વર્ષના દર્દીના પોઝિટિવ સેમ્પલ આવ્યા છે. અત્યારે પાટણ તાલુકાના વાવડી ગામના 42 વર્ષીય યુવક નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાધનપુર અને ડાભડી નવા ગામ પણ પોઝિટિવ સકંજામાં સપડાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 47 થવા પામી છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કાતરા ગામના કેસ મુંબઈથી આવેલા દર્દીના સંપર્ક ના હોય તેમના સેમ્પલ લેવાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.