પાટણ જિલ્લામાં નવો એકપણ કેસ નહીં, શુક્રવારે ૧૨૦ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ,વધુ ૬૪ સેમ્પલ લેવાયા

પાટણ
પાટણ 63

પાટણ : પાટણ જિલ્લામાં શુક્રવારે વધુ ૧૨૦ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા નવો કેસ નોંધાયો ન હતો. નવા ૬૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને ૨૨૩ રિપોર્ટ પેન્ડિગ રહેવા પામ્યા છે. બંધવડના આરોપીનો પોઝિટિવ કેસ નોંધાતા ગામને સીલ કરી આરોગ્ય વિભાગે ગામમાં સર્વે શરૂ ર્ક્યો હતો.આરઆરટીમે સર્વે કરી સંપર્કમાં આવેલ ક્લોઝ કોન્ટેકના ૮ને ફેસિલિટી સેન્ટર અને દૂરના ૫૨ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. જેમાં ટેસ્ટ માટે સાથે આવેલ ૩ પોલીસ કર્મીઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. પાટણ શહેર સહીત જિલ્લામાં કુલ ૬૭ કેસો નોંધાયા છે જેમાં હાલમાં ૩૭ કેસ એક્ટિવ છે.શુક્રવારે જિલ્લામાં સાંજે પેન્ડિગ ૧૨૦ રિપોર્ટના રિઝલ્ટ આવ્યા હતા જે તમામ નેગેટિવ આવતા નવો કેસ નોંધાયો ન હતો. જિલ્લામાં ધારપુર સહીત કોવીડ સેન્ટરો પર કુલ અલગ અલગ લક્ષણો જણાતા ૬૪ દર્દીઓના નવા સેમ્પલ લેવામાં આવ્યા હતા.રાધનપુર તાલુકામાં બંધવડ ગામમાં મારામારી કેસના આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા બીજો કેસ નોંધાયો છે,આરોગ્ય અને પોલીસ ની ટિમ દ્વારા દર્દીના રહેણાંક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી ગામને સીલ કરી જરૂરી વસ્તુઓ સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અને ગ્રામ પંચાયત દ્વારા ગામને સૅનેટાઇઝરિંગ કરવામાં આવ્યું હતું।કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ થયેલ લોકોને જરૂયાતની વસ્તુઓ મળે તે માટે આયોજન હાથધર્યું હતું.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.