
પાટણ : ખેતરમાંથી અફીણનું વાવેતર ઝડપાયું, ૩.૮૦ લાખનો મુદ્દામાલ ઝબ્બે.
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના પીપલાણા ગામની સિમમાંથી પોષડોડાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું છે.
હારીજ તાલુકાના ગામે એસઓજીએ પોષડોડાનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે. બાતમી આધારે ત્રણ વિધાના ખેતરમાં રેડ કરી પોલીસે એક ઇસમને ઝડપી પાડયો છે. પોલીસે કાર્યવાહી દરમ્યાન ૩.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ઠાકોર દેવરાજ જી સરતાનજી એ પોતાના ખેતરમાં ત્રણ વિઘામાં ગેરકાયદેસર રીતે પોષડોડાનું વાવેતર કર્યું હતું. પોલીસે કાર્યવાહી દરમ્યાન ૧૨૩૨ નંગ જેટલા છોડ મળી ૩૮.૫૦૦ કિલો રૂ.૩.૮૦ લાખ કિંમત ના નશીલા અફીણ ના પોષડોડા ઝડપાયા હતા. આ સાથે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.