પાટણઃ ઈસમના ઘેરથી અધધધપ.૪૪ લાખની બંધ નોટો ઝડપાઈ
પાટણ
સિદ્ધપુર તાલુકાના ગામે પોલીસે બાતમી આધારે રેડ કરી જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. પોલીસે રૂ ૪૪ લાખ ૭૫ હજાર ની નોટો ઝડપી પડતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે પોલીસે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના રસુલપુર ગામે થી પોલીસે જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. એસ.ઓ.જીને બાતમી મળી હતી કે, અસહદ મહમદ કડીવાલા નામના ઇસમે જૂની ચલણી નોટો માતબર પ્રમાણ માં ઘર માં રાખી છે. જેના આધારે રેડ કરતા કંઈ નહિ મળતા પોલીસે કડક પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે, ભાઈના ઘરે તેની જાણ બહાર નોટો ભરેલ થેલો તેમના ભાઈ આબીદ મોહમદ કડીવાલના ઘરે મુક્યો છે. જે નજીક માં રહે છે. જેને લઇ પોલીસે તેમના ભાઈના ઘરે તપાસ કરી પાકા મકાનની અભરાઈ ઉપરથી જૂની ચલણી નોટોનો અધધ રૂપિયા ભરેલો થેલો શોધી કાઢયી હતો.
થેલામાં તપાસ કરતા ભારત સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલ જૂની નોટ રૂપિયા ૫૦૦ ના દરની નંગ ૨૬૫૦ તથા ૧૦૦૦ ના દર ની ૩૧૫૦ મળી કુલ રૂપિયા ૪૪,૭૫,૦૦૦ની નોટો મળી આવતા અસહદ મહમદ કડીવલની અટકાયત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.