પોતાના પ્રાણને હંમેશા માટે દેશ માટે ત્યજી દીધા હતા તેવા આપણા સૌના લાડીલા ગાંધી બાપુની પુણ્યતિથિ..

પાલવના પડછાયા

આજનો દિવસ ખૂબ જ ગોજારો હતો, આપણા દેશને અંખડ રાખવા માટે જેને અપમાન અને અત્યાચાર હસતા મુખે સહન કર્યા અને અંતે આજના દિવસે તેમણે પોતાના પ્રાણને હંમેશા માટે દેશ માટે ત્યજી દીધા હતા તેવા આપણા સૌના લાડીલા ગાંધી બાપુની પુણ્યતિથિ..

જ્યારથી મને વાંચનમા રસ પડ્યો ત્યારથી મે પહેલું પુસ્તક સત્યના પ્રયોગો વાંચ્યું હતું, મારી જિંદગીના વિકાસ માં મારા વિચારોમા ક્યાંકને ક્યાંક આ પુસ્તકના શબ્દો શબ્દો અંકિત છે જ, આ પુસ્તકની વિશેષતા માં તટસ્થતા કુટી કુટીને ઉજાગર થાય છે, હંમેશા વ્યક્તિ જે પોતે ના હોય તે બતાવવાની કોશિષ કરતો હતો, અથવા જે છે એ છુપાવવાની કોશિશ કરતો હોય છે, પણ આ પુસ્તક ખૂબ જ અનોખું છે. તેમાં ગાંધીજીના સત્ય અને અહીંસા ના વિચારો સાથેનો સુગમ તાલમેલ છે ઘણું શીખવા જેવું છે ગાંધીજીએ એ તેમના જીવનમાં જાણતા અને અજાણતા એવા કાર્યો પણ કર્યા હશે તે કદાચ પ્રકૃતિ અને સમાજને માટે વિરોધી હશે તો પણ તેમણે સત્યના માર્ગે જઈ પોતાની ભૂલો ઉપર પણ સારો એવો પ્રકાશ પાડ્યો છે. જે ખરેખર વંદનીય છે. અને આજની પેઢી માટે એક માર્ગદર્શનરૂપ વાત કહી શકાય.

મે ઘણા લોકોના મુખે સાંભળ્યું હશે કે ગાંધીજી એવા કામો કરીને પણ ગયા છે તે ભૂલોની સજા આજે પણ લોકો ભોગવે છે, પણ તે વિચારસરણી તદ્દન ખોટી છે, તેમણે પોતે જે માર્ગ પસંદ કર્યો હતો તે ગમે તે હોય પણ દેશના હિત માટે જ હતો, જરૂરી નથી કે જબરું બનીને જ બધા કાર્યો થઇ શકે, ક્યારેક ઈશ્વરીય માર્ગ અને સત્ય પણ જીતના દરેક માર્ગો ખોલી દે છે, અને ગાંધીજી પોતે પણ તે જ માર્ગ અપનાવતા હતા, અંતમાં ગમે તેટલી ચતુરાઈ કરીએ તો પણ જીત હંમેશા સત્ય અને પ્રામાણિકતા ની જ થાય છે, તે યાદ રાખવું અને સૌથી વધુ વાતો એ જ કરતા હોય છે જેમને પોતાના જીવનમાં કઈ જ ના ઉખાડ્યું હોય, દેશ માટે એક મિટિંગમાં જવાનુ હોય તો પણ દસવાર વિચાર કરશે,

તો મિત્રો વિચારો આ વ્યક્તિએ પોતાની આખી જિંદગી સાદગી અને સમર્પણમાં વિતાવી દીધી તે પણ દેશ માટે અને અંતમાં પ્રાણનો પણ ત્યાગ કર્યો. તો મારી દરેકને વિનંતી છે કે પાનના ગલ્લે ઉભા રહી ગુટકાની પિચકારી ભલે મારીએ તેમાં તો સુધારો નહિ આવે પણ હલકી વાતો કરીને દેશના અમર લોકોને ક્યારેય ના કોસીએ. બની શકે તો સારી વાતોનો જ પ્રચાર અને પ્રસાર કરીએ, દેશ માટે બલિદાન આપનાર લોકો હંમેશા આપણા ઋણી હતા, છે અને રહેશે.. ગાંધીબાપુ અમર રહો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.