‘પંચતંત્ર’ હિતોપદેશ અને ઈસપની બોધકથાઓને રણઝણતાં કથા-ગીતો રૂપે રજુ કરતો કાવ્યસંગ્રહ રે….!

પાલવના પડછાયા
પાલવના પડછાયા 28

આજના સમયગાળામાં બાળ સાહિત્યનું લેખન અને પ્રકાશન એક મોટો પડકાર બની રહ્યું છે. આજનાં ભુલકાંઓ અને કિશોરોની બુધ્ધિપ્રતિભાને ઓળખીને લખવાનંુ કાર્ય કઠીન છે. બાળકોની ભાષા અને વૈચારિક પરિપકવતા કેટલી બધી ઉંચી છે. બાળકોની તીવ્ર બુધ્ધિપ્રતિભા, સામાન્ય જ્ઞાન, નવી ટેકનોલોજીનું સેવન અને તેમનો ઉંચો બુધ્ધિઆંક આશ્ચર્ય પમાડે તેવો થઈ ગયો છે.તેમની તર્કશક્તિ ખુબ વિકસી છે. ‘ગુગલબાબા’ ને કારણે તેમની પાસે માહિતીનો ભંડાર છે. આવા સમયમાં કંઈક નવીનતાસભર હશે તો જ બાળક વાંચવા પ્રેરાશે. તેમાં નવા મૌલિક પ્રયોગોને ઘણો અવકાશ રહેલો છે.તેવાં સમયે જુની વાતોને નવી રીતે રજુ કરવામાં આવે તે જરૂરથી ગમે.આવાં જ એક પુસ્તકની વાત કરવી છે.રેેેે….! બાળકાવ્ય સંગ્રહના રચયિતા કવિ રવજી ગાબાણી તેમના ૩૧ પાનાનાં સંગ્રહમાં ૧૧ કથા-ગીતો, પ્રસ્તુત કરી આપણી બહુ જ જાણીતી વાર્તાઓને નવીન રીતે મુકી નવી દિશા ખોવાનો ઉત્તમ પ્રયાસ કરે છે.
પંચતંત્ર, હીતોપદેશ અને ઈસપની બોધકથાઓ પેઢી દર પેઢી આપણે સાંભળવા આવ્યા છીએ તેમ છતાં આ વાર્તાઓમાં રહેલા રસતત્વ એ કાયમ માટે પોતાનું આગવું આકર્ષણ જાળવી રાખ્યું છે.કવિ પોતાના નિવેદનમાં જણાવે છે કે ‘પંચતંત્ર’ની વાર્તાઓને ગીતરૂપે ઢાળી પુસ્તક દેહ આપવાનું મનોમન નક્કી કર્યું હતું. આ વાર્તાઓનો લય, ઢાળ કેવો પસંદ કરીએ તો સૌને ગમે ? એ વિચાર પછી નક્કી કર્યું કે, કવિશ્રી રમણલાલ સોનીની કવિતા ‘રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી’નો ઢાળ પસંદ કરીએ તો ગાતાં આવડતું હોય કે ન હોય.બધા જ ગાઈ શકે કેમ કે આ ઢાળ રમતિયાળ અને મસ્તીધર્યો છે એમ રે…! ની આ ૧૧ વાર્તાઓની એની શૈલી અને લય લઢણના કારણે સૌના હૃદય સુધી પહોંચશે.
રે..! માં રણઝણતાં કથા, ગીતો, શીર્ષકથી પ્રસ્તાવના મળે છે. જે વરિષ્ઠ બાળ સાહિત્યકાર કવિ કરશનદાસ લુહારે લખી છે. સંગ્રહના પ્રથમ કથા ગીત ‘સસારાણા શાણા રે’ નો પ્રારંભ કંઈ આ રીતે થાય છે.
‘જંગલની આ વાત મોટી સુણો તો સુણાવું રે !
સિંહને માટે રોજ એકે ભોજન થઈને જાવું રે !!’
ગીત આગળ વધતાં ક્રમશઃ બાળકની જીજ્ઞાસા વૃત્તિને સતેજ કરતું જાય છે.સસલું સિંહને ચતુરાઈપૂર્વક કુવામાં નાખી પોતાના વિજયને આમ વધાવે છે.
‘સસલું આવ્યું છાતી કાઢતું સઘળા પ્રાણી પાસે રે !
બુધ્ધિબળથી કામ કીધું નાનકડાં આ દાસે રે !’
જેની એક આંખમાં ઈશુ અને બીજી આંખમાં શિશુ હોય એ જ શિશુ-કાવ્યનું સર્જન કરી શકે. કવિ રવજી ગાલાણીએ આ સંગ્રહમાં બાળકોના વિસ્મયનું બરાબર સંરક્ષણ જ નહીં સંવર્ધન પણ કર્યું છે.
સંવેદનશીલ સર્જક રવજી ગાલાણીનો પરિચય આપતાં મનહર રવૈયા સાચું જ કહેશે કે, ‘એકવાર મળ્યા પછી વારંવાર મળવાનું મન થાય એવું નિરાળું વ્યક્તિત્વ સામેનાને ધૈર્યથી સાંભળવાની અનન્ય ખુબી, આત્મીય લાગે તેવો ચહેરો અને સદાબહાર સાચુકલું સ્મિત એમની આગવી વિશેષતા છે.વલ્લભીપુર તાલુકાના અંતરિયાળ ગામ પીપરીયામાં જન્મેલા રવજીભાઈ એટલે સર્જકોના હોંકારો..! આ શિક્ષણપ્રેમી સરકારી અધિકારીની કલમે સાહિત્યના વિવિધ સ્વરૂપોનું ખેડાણ થયું છે.બાળકને બે ટંક ભોજન સાથે બે ટંક વિચાર આપવાનો પ્રયાસ કરતા એમના બાળ વિચાર નામના બાળ સામાયિક પર ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠીત સર્જકો રીતસર ઓવારી ગયા છે. વળી નવોદિત સર્જકોની સાહીત્ય પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ એટલે એમણે સ્થાપેલી ‘સૌરાષ્ટ્ર સાહિત્ય મંચ’ નામની સંસ્થા. નવોદિત લેખકો, કવિઓને પુસ્તક પ્રકાશન માટે આર્થિક સહાય પુરી પાડતી આ સંસ્થાના તેઓ સ્થાપક અને અધ્યક્ષ છે. ગુજરાતી બાળ સાહિત્ય ક્ષેત્રે અપાતો ગુજરાતનો સૌથી મોટો રૂા.ર૧,૦૦૦ નો રોકડ પુરસ્કાર, અંજુ નરસી પારિતોષિક’ પણ તેઓએ માતા પિતાના નામે દર બે વર્ષે આપવાની શરૂઆત કરી છે તેમનો રે…!
નામનો કથા ગીત સંગ્રહ ગુજરાતી બાળ સાહિત્યમાં નવતર પ્રયોગ છે. જેની વેચાણ કિં.પોતાના ગુરૂ દ્વારા શરૂ કરાયેલ શૈક્ષણિક સંસ્થાને આપવાની એમની જાહેરાત ગુરૂદક્ષિણાની આપણી પરંપરાને નવા રૂપે મુકી આપે છે. તે જ રીતે ‘હિમોફીલીયા રોગગ્રસ્ત બાળકોની પીડાથી વ્યથિત થઈ બાળ સાહિત્યના બે પુસ્તકોનું ફુલની ફોરમ કાવ્યસંગ્રહ અને ઝાડની જીવાદોરી જીવાદાદા વાર્તા સંગ્રહની પ૦૦૦ પ્રતો પ્રગટ કરી વેચાણની રકમ ફંડમાં આપી સેવાકીય કાર્ય કરેલ છે તેવા લેખક સ્વર્ણિમ સંકુલ સચીવાલય ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારી તરીકે સેવાઓ આપે છે તેમને અભિનંદન સહ પુસ્તકને આવકારૂં છું.
રે.. બાળ કાવ્યસંગ્રહ, લેખકઃ રવજી ગાલાણી, પ્રથમ આવૃત્તિઃ ર૦૧૬, કિં.રૂા.૬૦


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.