એનું નામ છે જીવન નવ વર્ષનો બહાદુર નિલેષ

પાલવના પડછાયા

૩૦ મી ઓગષ્ટ ર૦૧૪ ની આ વાત છે. તે દિવસે ઋષિપંચમીનો તહેવાર હતો. તે દિવસે લોકો પોતાના બધા કામો પડતાં મુકી મંદિરે જઈ ભક્તભાવ પુર્વક પુજા કરતા હતા.
આપણા ઉત્સવપ્રેમી દેશના મહારાષ્ટ્ર રાજયના જલગાંવ જિલ્લાના તેઈનગર ગામમાં પણ ખુબ ધામધુમ હતી.તે ગામથી પગપાળા જતાં દોઢેક કલાબના અંતરે મુકતાઈ માતાનુ મંદિર આવેલું હતું. તે લોકોની શ્રદ્ધાનું ધામ હતું તે મંદીર નદીને કીનારે આવેલું હતું. બહુ દુર દુરના ગામોથી શ્રદ્ધાળુ લોકો આ મંદિરે આવતા, નદીમાં સ્નાન કરતાં અને મંદિરમાં દર્શન કરતાં. અહીં ભરાતા મેળામાં લોકો મોજથી ફરતા. બાળકો ફુગ્ગાને રમકડાં ખરીદતા તો વડીલો ઘરની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદતાં. મેળો લોકજીવનનું ધબકતું પ્રતિક હતું.
નવ વર્ષનો નાનકડો નિલેશ પણ સવારથી મેળામાં જવા કુદાકુદ કરતો હતો. નિલેષના મનમાં મેળે જવાની વાતે ખુબ જ ઉત્સાહ હતો. તે આગળ આગળ ભાગતો જતો હતો. વધારે આગળ નીકળી જાય અને જલદી જાવા ન મળે તો તેની માં પાછળ દોડી બુમ પાડીને તેને રોકતી હતી. એકાદ કલાકમાં તેઓ મુકતાઈ મંદિર પાસે પહોંચી ગયા. સૌથી જ પહેલાં તેઓએ ઉત્સાહ અને ઉમંગથી નદીમાં સ્નાન કર્યું. નિલેષને નદીમાં ધુબાકા મારવાની ખુબ મજા પડી. ન્હાવા પડેલો નિલેષ બહાર નીકળતો ન હતો. તેની માંએ બુમ પાડી, ‘બેટા જલદી બહાર આવ આપણે મોડું થઈ જશે.. પણ નિલેષ તો નદીના કિનારે ડુબકી લગાવતો અને તરતો રહ્યો. માંએ કેટલીયે વાર બોલાવ્યો ત્યારે માંડ બહાર આવ્યો.. નદીના ઠંડા પાણીમાં ન્હાવાથી ચાલીને આવેલાંને રસ્તાનો બધો થાક દુર થઈ ગયો. નદીથી બહાર આવીને તેણે કપડાં બદલ્યાં અને પછી તેની માં સાથે મંદિરે દર્શન કરવા ચાલી નીકળ્યો..તે મંદિરમાં પગે લાગ્યો અને પ્રસાદ પણ ધરાવ્યો.. તે પછી માંની સાથે મંદીરની પરીક્રમા કરી.
હવે તેને મેળામાં ફરવું હતું. ચકડોળમાં બેસવું હતું અને જાદુગરનો ખેલ પણ જાવો હતો. તેમની સાથે આવેલા લોકો પોત પોતાની ગમતી ચીજા જાવા અને લેવા લાગ્યા.
નિલેષ પણ તેની માંની સાથે મેળાની ભીડમાં ફરવા લાગ્યો. ગામમાં આવી સુંદર અને સજાવેલી દુકાનો જાવા મળતી નહીં. મેળામાં ચમકદાર ચીજવસ્તુઓ ગોઠવેલી દુકાનોમાં આકર્ષક ચીજાને નિલેષ અચંબિત થઈ ગયો. આટલી બધી ચીજાને તે લાલચભરી નજરે જાવા લાગ્યો. શું લેવું ને શું મુકી દેવું તે જાણે કે સમજાતું ન હતું. તેમાં એક મોટી સુંદર ભગવાનની મૂર્તિ તેને બહુ ગમી ગઈ. તે ત્યાં જ અટકી ગયો અને એક નજરે તેની સામે જાઈ રહ્યો. તેને મનમાં એક થયું કે દુકાનદારને તેની કિંમત પુછે. તેણે આગળ વધીને દુકાનદારને પુછયું, આ મૂર્તિ કેટલાની છે ?’

દુકાનદારે એક ઉડતી નજર તેના પર નાખી અને બોલ્યો ‘પાંચસોની..’ પછી બીજાં ગ્રાહકો સાથે વ્યસ્ત થઈ ગયો.તેના પોતાની મજુરી કરતી માંનો વિચાર આવ્યો. જે બાજુની દુકાનમાં રંગબેરંગી બંગડીઓ જાતી હતી. તેણે વિચાર્યું કે મૂર્તિ સારી તો છે પણ માં એટલા રૂપિયા કયાંથી કાઢશે ? આવડી મોટી મૂર્તિ શું કરવાની ? એટલા રૂપિયામાં તો ઘરનો ખર્ચો નીકળે છે. આવડી મોટી મુર્તિ કોઈ લઈ જતું હશે ખરૂં ? લઈ જતું હોય તો લઈ જાય મારે શું ? વિચારતો એ આગળ વધ્યો. તેવામાં તેની માં પણ આવી ગઈ..
માં તે બંગડીઓ લીધી.. તેણે પુછયું..
‘ના બહુ મોંઘી છે.. માં બોલી.. તે સમજી ગયો.. બંગડીઓ મોંઘી નથી પણ માં પાસે સગવડ નથી. તેણે પણ બહુ જીદ ન કરી. માંએ જે લઈ આપ્યું તેનાથી ખુશ થઈ ગયો.
મોડે સુધી મેળામાં ફરવાથી થાક પણ લાગ્યો હતો અને તેને ભુખ પણ લાગી હતી. તેણે માંને કહ્યું, માં બસ હવે કયાંક બેસીને ખાવાનું ખાઈએ. .મને ભુખ લાગી છે..
સારૂં બેટા સામે છાંયડાવાળું ઝાડ છે.. એમ કહેતાં તેની માં નદી કીનારે આવેલ ઝાડ તરફ આગળ વધી.. નિલેશ પણ તેની સાથે સાથે ચાલવા લાગ્યો. તે બંને ચાલતાં ચાલતાં નદી કીનારે એક ઘટાદાર ઝાડની નીચે આવીને બેસી ગયાં. હવે તેમણે થેલીમાંથી ઘેરથી લઈ આવેલ ભાતું કાઢયું.
નિલેશે હજુ પહેલો કોળીયો મોમાં મુકયો પણ નહોતો ત્યાં સામે નદી તરફથી બુમાબુમ સંભળાઈ. હાય રે.. મારો દિકરો.. બચાવો.. બચાવો..નિલેષે ખાવાનું છોડી દીધું.. અને દોડતો નદી કીનારે પહોંચી ગયો.. ત્યાં એક †ી જારજારથી ચીસો પાડી પોતાના છોકરાને બચાવવા આજીજી કરતી હતી. જે ેતની કાંખમાંથી છટકીને પાણીમાં પડી ગયો હતો. નદીકાંઠે લોકોની ભીડ જામી હતી પણ કોઈની હિંમત નહોતી કે દશ ફુટ ઉંડા નદીના પાણીમાં કુદી પડીને બાળકને બચાવી લે.
નિલેશે એક પળનો પણ વિલંબ કર્યા વિના નદીમાં ભુસકો લગાવી દીધો. જાનાર સૌ દંગ રહી ગયાં. તેમના માટે આ એક અચંબાની વાત હતી કે એક બાળક પોતાના જીવની પરવા કર્યા વિના દશ ફુટ ઉંડી વહેતી નદીના પાણીમાં કુદી પડયો. લોકો જાતા રહ્યા અને નિલેષ જાત જાતામાં તરતાં તરતાં તેની પાસે પહોંચી ગયો. અને સાવચેતીપૂર્વક આગળ જઈ તેને કપડાંથી પકડી લીધો અને ધીરે ધીરે કીનારા તરફ ખેંચીને લઈ આવ્યો.
કિનારે ઉભેલા લોકો તેને સલાહ અને માર્ગદર્શન આપતા હતા. નજીક આવતાં અમુક લોકોએ આગળ વધી તેને સહારો આપી ઉપર ખેંચી લીધો. બાળકની માતાએ તેને છાતીએ વળગાવી લીધો. હવે તેના મુખે નિલેષ માટે આશીષની ઝડી વરસી રહી.
તે દરમ્યાન મંદીરના વ્યવસ્થાપક મંડળના લોકો પણ શોરબકોર સાંભળી ત્યાં આવી ગયા. જ્યારે તેમણે નિલેષની બહાદુરીની વાત સાંભળી તો આશ્ચર્ય ચકીત રહી ગયા.
તેમણે નાના બહાદુર નિલેષનું સન્માન કર્યું અને અખબારોમાં આ આખી ઘટનાની માહિતી આપી તે સાથે જ તેનું નામ રાષ્ટ્રીય બાળ વીરતા પુરસ્કાર માટે મોકલવામાં આવ્યું.
જ્યારે પત્ર દ્વારા જાણવા મળ્યું કે નિલેષને દિલ્હી જવાનું છે અને ત્યાં વડાપ્રધાન પોતે તેને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર આપશે. આ વાત સાંભળી તેઈનગર ગામના લોકો ખુશીથી ઝુમી ઉઠયાં.
નટવર હેડાઉ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.