સોમાભાઈની પત્ની

પાલવના પડછાયા

સોમાભાઈ માર્ગમાં મળી ગયા. ચહેરે ઉદાસ હતા. દેખાવ લઘરવઘર.. મેં હાથ પકડી લીધો. કહ્યું ચાલો ઘરે આજે તો જમીને જજાે.. થોડું રોકાઈને જજાે. મન હળવું થશે, સમય પણ જશે. મેં એ પછી એમની આંખોમાં જાેયુ. કશુંક નહીં જાણે એમની જીંદગી ખોવાઈ ગઈ હતી. પત્ની બ્લડ કેન્સરમાં ગુજરી ગઈ હતી અને એક પુત્રે બાપ સાથેના સંબંધનો છેડો ફાડતાં કહ્યું હતું કે તમે મારી માને મારી નાખી છે.. મારી માની તમોએ બરાબરની દવા નથી કરાવી.. તમને તો બીજી મળી જશે.. પણ મને મા નહીં મળે.. પંડના પુત્રના આવા તેજાબ જેવા શબ્દો સાંભળી સોમાભાઈ જાણે ઉભા વધેરાઈ ગયા હતા.તેઓ કેમ કરીને સમજે કે તારી મા પાછળ જાત હોમી દીધી છે પણ એનું મરણ મારા લીધે તો નથી જ થયું. સોમાભાઈની સાવ સાચી માનવા પુત્ર તૈયાર ન હતો અને બારમું પત્યાના બીજા દિવસે જ પોતાના મામાના ઘેર કાયમ માટે રહેવા ચાલ્યો ગયો હતો. હું જાણતો હતો મેં કહેલું સોમાભાઈ જાે તમે કહેતા હોય તો તમારા પુત્રને સમજાવું, કે તારી માના મોતમાં તારા બાપનો હાથ નથી. આ સમય ેતો તારે તારા બાપની પડખે રહીને હિંમત આપવાની છે. આમ છોડીને ચાલ્યા જવાનું છે..દર્દ ઓછું કરવાનું છે કે દર્દ વધારવાનુ..
મે ંકહેલું પણ સોમાભાઈ માન્યા ન હતા ઉલટાનું કહેવા લાય્યા હતા નક્કી એના મામા પક્ષની ચડવણી છે અને એ જતો રહ્યો છે. મામા પક્ષના માણસો તો .. એ વાત હતી. સોમાભાઈએ મારા ઘેર આવવાની અને જમવાની ના પાડી પણ મેં હાથ ખેંચીને આગ્રહ કર્યો.. એ તૈયાર થયા.. સાથે સાથે કહ્યું જમીને નીકળી જઈશ મારે ઘેર કામ છે..
ભલે.. હું એમને મારા ઘેર લઈ આવ્યો. મારી પત્ની કાનનો સ્વભાવ આમ તો ન સમજાય તેવો હતો. કયારેક હેત વરસાવતી દે તો કયારેક ઝઘડો કરી મુકે, મને ડર તો હતો જ કયાંક કાનનનો મિજાજ છટકયો તો સોમાભાઈને સ્ત્રી વગર દુઃખીથવાનું અને મારે છતી સ્ત્રીએ દુઃખી થવાનું.. અત્યાર સુધી મારી કાનનને માત્ર સોમાભાઈ અંગેની વાતો કરી હતી. બિચારા ભરયુવાનીમાં વિધુર થયા છે અને મોટો એક પુત્ર એમને છોડીને મામાના ઘેર ચાલ્યો ગયો છે.. વગેરે વગેરે..પણ કાનનને જાણે એ વાતોમાં રસ ન હતો એણે ધ્યાન આપ્યું ન હતું. જાે કે મને એનો સ્વભાવની જાણ તો હતી જ હશે.. કહીને વાતનો ભેદ ભુકી દીધો હતો ત્યારે સોમાભાઈને રૂબરૂ જ મારા ઘેર લઈ ગયો. એય જમવા માટે..
હું સોમાભાઈને મારા બેઠકખંડમાં બેસાડી મેડા પર કાનન પાસે ગયો ત્યારે એ ઉપરનો ઓરડો સાફ કરતી હતી. મેં એને કહ્યું હું અવારનવાર પેલા સોમાભાઈની વાત કરતો હતો ને એ આપણા ઘેર આવ્યા છે.. હું વાસ્તવમાં લઈને આવ્યો છું.. હુ આ શબ્દ તો જાણે કશાક ડર સાથે બોલ્યો હતો.પણ એણે સાંભળતાં જ પોતાના હાથમાંનું ઝાડું નીચે નાખી દેતાં કહ્યું..મને એ વખતેએમ થયું એ કદાચ આડું ટેઢું બોલી જશે. આ ઘર છે.. ધરમશાળા નથી. .જેને તમે આવકારતી રહું.. પણ મારો ખ્યાલ એકદમ ખોટો ઠર્યો..
કયાં છે એણે પુછયું.. નીચે બેસાડયા છે.. મેં કહ્યું.
ચાલો. .અને હું નીચે ઉતર્યો.. પાછળ કાનન હતી. એણે પોતાની સાડી ઠીક કરતાં સોમાભાઈને પગે લાગી અને બોલી જયશ્રીકૃષ્ણ સોમાભાઈ.. તમને પણ જયશ્રીકૃષ્ણ એમણે કહ્યું.
તમારા ભાઈ અવારનવાર વાતો કરે છે. મને સાંભળવા એટલું બધું દર્દ થાય છે કે કાનન. અટકી..
મેં ક્ષણવાર કાનન સામે જાેયું મારા અંતર પ્રદેશોમાં એક પ્રશ્ન જાગ્યો, જયારે તને વાત કરતો સહેજ પણ પ્રતીસાદ આપતી ન હતી. તમારા ભાઈ તમારી વાત કરતા ત્યારે થતું ભરી જુવાનીમાં જાેડી તુટી પડે તો રહેનારને જીવવું કેવી રીતે ? એમાંય સ્ત્રીનો પુરૂષ મરી જાય તો સ્ત્રી ગમે તેમ કરીને એનું જીવન પસાર કરી લે છે પણ પુરૂષ બીચારાને..
કાનન અટકી.. મને એની ફિલોસોફી ન સમજાણી. ચા પીવો છો ને એણે પુછયુ. હા કાનન રસોડામાં ગઈ. હું ઘડી બે ઘડી સોમાભાઈ સામે જાેઈ રહ્યો.. આપ તો મારી એમની સાથે કેમ છો? ે મજામાંને મજામાંથી સંબંધ થયો હતો. બે ત્રણ વાર બ્લડ કેન્સરવાળી એમની પત્નીને જાેવા પણ ગયો હતો. જરૂર હોય તો કહેજાે હું આવી જઈશ.. અને એમની વાતો કાનન આગળ કરવા લાગ્યો હતો.
દરમિયાન ચા બની ગઈ. સામેની ટીપોઈ પર મુકાઈ. મને થયું મારે કાનનને સોમાભાઈ જમીને જાય કહેવાનું રહી ગયું. હું અસમંજસમાં હતો અવઢવમાં હતો ત્યાં જ કાનને કહ્યું આવ્યા છો તો જમીનેજજાે. હું હમણાં રસોઈ બનાવી નાખું છું. કાનન બોલી, જાણે મારા માથા પરથી મણનો ભાર ઓછો થઈ ગયો.ે. જમવાનું રહેવા દોને.. સોમાભાઈએ એક શિષ્ટાચાર બતાવ્યો, ના. શું કામ.. તમે તમારા ઘેર કયાંથી ? તમારા જેવાને જમાડવાનું ઝાઝું પુણ્ય મળે છે. .કાનને ત્યાંતો મારી સામે જાેતાં કહ્યું.. તમારા ભાઈબંધ ને જમવા માટે રોકાવાનંુ..
મેં કાનન સામે વધુ એકવાર જાેયું. મારા ઘરની ચોખટ પર નરસિંહ મહેતાની કવિતા યાદ આવી ગઈ.. અખિલ બ્રહ્માંડમાં તું એક શ્રી હરિ.. હા.. હરી.. જેને કોઈ પામી શકયું નથી એવું જ કંઈક સ્ત્રીનું.. સ્ત્રીને કોઈ પામી શકયું છે ?
હું અવનવા આડા અવળા વિચારોમાં ગોટો ચડયો હતો. .શું જમવું છે ? બોલો કાનને પુછયું.
મારા મનની ઉભી થયેલી અવઢવ ખરડાઈ ગઈ. બોલો શું જમશો ? પુરી શાક બનાવો..
સાડા અગિયાર વાગે જમવાનું બની ગયું.. કાનને આગળ આજે રજા છે તો સાંજનું પણ અહીં રાખો.. ઈડલી સંભાર. .બનાવી દઈશ.. જાેકે સોમાભાઈએ ના પાડી.. સોમાભાઈ આગળના ખંડમાં બેઠા ેબઠા છાપુ વાંચતા હતા ત્યારે કાનને મને અંદર બોલાવીને કહ્યું માણસ હજી જીંદગીના અડધા પડાવે પહાંેચ્યા છે. બાકીની જીંદગી એને એકલતામાં પસાર કરવાની છે. બાકી છે તે એના છોકરાએ છેડો ફાડી નાખ્યો છે. .એક માણસ આખરે જાય કયાં ? માણસ કયાં સુધી સહન કરે ? કયાં સુધી દર્દ પચાવે ?
કાનન બોલતી હતી.. હું એના ચહેરાના ભાવને ઓળખવા મથતો હતો. કાનને હું કેવી મુલવતો હતો અને આ તો એક સાહિત્યકારનેય આંટીમરાવે એવી હતી.તારી વાત તો સાચી છે સોળ આને સાચી પણ ઘણી બાબતો માણસની હદની પેલે પારની હોય છે.. પણ તંુ અત્યારે શું કહેવા માગે છે ?
હું.. કાનન અટકી..
આપણા મંગળમામાની પાર્વતી છે. જાે સોમાભાઈ માની જાય તો એમનું પડતું ઘર બચે, અને પાર્વતીને પણ ટેકો મળી જાય, એ બિચારી વિધવા છે. એક વિધુર અને વિધવા જાેડાય એથી સરસ કામ કયું હોઈ શકે ? કાનને કહ્યું. હું તો બે ઘડી ફરી વાર ગોટે ચડી ગયો. કાનનમાં આટલી બધી સમજદારી ? કોઈકની લાગણીઓને સમજવાની ?
એણે આગળ કહ્યું. આજે એ જમી રહે.. એટલે આવતી એકમે પાર્વતીની અહીં બોલાવીશું.. તમે સોમાભાઈને વધુ એકવાર જમવા બોલાવજાે.. એ બહાને એકબીજાને જાેશે અને કંઈક ભાગ્ય હશે તો વાત બનશે..
અને કાનન પ્રત્યે માન જાગ્યું.. એ આખો દિવસ સોમાભાઈએ અમારી સાથે વિતાવ્યો.. રાત્રે જતી વખતે કાનને કહ્યું.. સોમાભાઈ આવતી એકમે તમારા ભાઈ તમને બોલાવવા આવે એટલે આવી જજાે.. જમજાે અને એ દિવસ ગયો.. બીજા દિવસે કાનને મંગળમામાને ફોન કરીને જણાવી દીધું.. જાે પાર્વતીની ઈચ્છા હોય તો.. અમે સીધા સાદા માણસને જાેયો છે. પાર્વતી સુખી થશે.. બે બિચારાને સુખ મળે તો આપણને આનંદ થાય.
કાનને કહ્યું.. પાર્વતી તૈયાર થઈ ગઈ. આ તરફ સોમાભાઈને સમજાવવાની જવાબદારી પણ કાનને લીધી એણે તો જાેકે મને કહી દીધું.. તમને વાત કરતાં નહીં આવડે આવી વાત બગાડી નાખશો.. કાનને ઈચ્છ્યું.. કોઈના ઉખડી ઉઝડી ગયેલા જીવનમાં આનંદ આવે.
પણ તમારા ઘેરથી જમીને ગયા પછીના ચોથા દિવસે સોમાભાઈએ બ્લડ કેન્સરમાં મૃત્યુ પામેલી પ્રિય પત્નીના વિરહમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.