રૂપનાં રખોપા

પાલવના પડછાયા

કપડાં ન બગડે તે રીતે, ભીંજાય નહિં એ રીતે છતાં સુડોળ કાયા સોહી રહે એવી રીતે બહાર કેવી રીતે નીકળવું તે સમસ્યારૃપ બની જતું હોય છે. જોકે સતત
વરસાદથી અણગમતી બનતી વર્ષાઋતુનો ય શરીરને સુંદર બનાવવામાં, દાખવવામાં ઉપયોગ કરી લઈ શકાય
વર્ષાઋતુમાં પણ સૌંદર્યમાં નિખાર લાવી શકાય ઉનાળાના શેકી નાખતા તાપ પછી અને વર્ષાપૂર્વેના બફારા દરમિયાન વરસાદની શીતળ છાંટ માટે આતુરતાથી રાહ જોવાતી હોય છે. જ્યારે માનવીઓની અકળામણ પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે મોસમનો પહેલો વરસાદ વાતાવારણમાં ઠંડક અને માનવી મનમાં ‘હાશ’ની પ્રસન્ના રેલાવી દે છે. વચમાં થોડા જિવસ ધોમધખતા તડકાના ગયા પછી છુટોછવાયો વરસાદ પડે છે. એટલે મોનસૂન મેડનેસ માણવી જ હોય તે અહિં જણાવેલી વાતો બરાબર સમજી લે. ઠંડકભર્યા વાતાવરણમાંય વરસાદને કારણે કાદવ-કીચડવાળા રસ્તા પર અને સતત પડી રહેતા પાણીમાં વ્યવસાયી મહિલાઓને, અરે કંઈને કંઈ વ્યવહારિક કામકાજ અંગે ગૃહિણીઓને પણ બહાર તો નીકળવું જ પડતું હોય છે. અને ત્યારે કપડાં ન બગડે તે રીતે, ભીંજાય નહિં એ રીતે છતાં સુડોળ કાયા સોહી રહે એવી રીતે બહાર કેવી રીતે નીકળવું તે સમસ્યારૃપ બની જતું હોય છે. જોકે સતત વરસાદથી અણગમતી બનતી વર્ષાઋતુનો ય શરીરને સુંદર બનાવવામાં, દાખવવામાં ઉપયોગ કરી લઈ શકાય. વાળને ગમે તેટલા ‘સેટ’ કરાવશો તો પણ વાળ કઢંગી રીતે વિખરાવાના જ. તેમાંય જો વાળ વાંકડિયા હશે તો તો વાળને સીધા કરવાની ગમે તેટલી તરકીબો અજમાવશો છતાં વાળ એવા જ બની રહેશે. એજ રીતે, વાળ જો સીધા હશે તો તેનું વાંકડિયાપણું (ખાસ પ્રયત્નથી પ્રાપ્ત કરેલું) નષ્ટ થઈ જશે. આવી પરિસ્થિતિમાં સૌથી સારો રસ્તો વાળને તેની કુદરતી રૃપમાં જ રહેવા દેવાનો છે. માત્ર વાળ એ જ કુદરતી રૃપમાં પણ સારામાં સારા સ્ટાઈલ દર્શાવી સૌંદર્ય નિખાર આપે એવા ટૂંકા કપાવી નાખવા જોઈએ. પરિણામે કુદરતી રૃપમાં વાળ સુંદરતા પ્રસારી રહે. જેમ કે, વાળ જો વાંકડિયા હોય તો તેને એટલા ટુંકાવો કે તે ચહેરાને સૌંદર્ય મંડિત મઢી રહે અને સાથોસાથ વાળને ઓછામાં ઓછા ‘સેટ’ કરવાની જરૃરિયાત ઊભી થાય. જો વાળ તદ્દન સીધા હોય તો તેમજ રહેવા દો અથવા સીધા જ સોહી રહે એવી સ્ટાઈલ અપનાવો. પરંતુ કદીએ ખાસ પ્રકારની હેરસ્ટાઈલ કે જેમાં ‘રોલ સેટિંગ’ કરવા માટે ખૂબ સમય લાગે, તેવી હેરસ્ટાઈલ કરવી નહીં, કારણ કે તેથી વ્યર્થ સમય વેડફાશે, હેર-સ્પ્રે પણ અર્થહીન બની જશે કારણ કે વાળ ‘સેટ’ કર્યા પછી ચીકણી બની જશે. એટલું ખાસ ખ્યાલમાં રાખો કે વાળ પૂરેપૂરા સૂકા હોય, પછી તે સીધા હોય કે વાંકડિયા, લાંબા હોય કે ટૂંકા આવા વાળ વરસાદમાં ભીના થાય તો પણ કોલેજ-ઓફિસમાં પહોંચ્યા પછી સુકાઈ જતાં સૌંદર્ય ખીલી ઊઠે છે. વ્યવસાયી મહિલાઓ તથા અભ્યાસ કરતી યુવતીઓ માટે વરસાદની ઋતુ ચહેરાના મેકઅપ બાબતની મુંઝવણ પેદા કરે છે. વરસાદના ઝાપટાંમાં સપડાઈને કે કોલેજમાં પ્રવેશતી વખતે ચહેરો ભીંજાયેલો, આંખોનું કાજળ રોળાયેલું, અને મેકઅપના ધબ્બા પ્રસરી રહેલા રૃપથી સંકોચ પેદા થાય છે. એક પ્રકારની હતાશાની લાગણી મનમાં વ્યાપે છે. બને ત્યાં સુધી વરસાદની ઋતુમાં આય-લાઈનરનો ઉપયોગ કરવો નહિ. ‘આયશેડો’નો ઓછો સ્પર્શ અને આયપેન્સિલની આછીશી લકીર આંખોને ચમકાવવા માટે પૂરતું છે. આછા બ્લશર સહિત ક્યાંક ક્યારેક મોઈશ્ચરાઈઝરનો અને આછી લિપસ્ટીકનો ઉપયોગ કરવો. આવા ભીના દિવસોમાં સવાર પડેને મુખ્ય પ્રશ્ન જાગે કે શું પહેરવું? આવી સીઝનમાં જે વસ્ત્રો તુરત સુકાઈ જાય, જેમાં કરચલી ન પડે અને જે વજનમાં હળવા હોય તેવા જ પસંદ કરવા. ઘણી બહેનોને એવી આદત હોય છે કે કપડાં બગડશેએ બીકે તેઓ જૂનાપુરાણા કપડાં પહેરે છે. પરંતુ વરસતા વરસાદમાં તદ્દન જીર્ણશીર્ણ વસ્ત્રો પહેરીને રોંચા જેવી નીકળવું યોગ્ય ન કહેવાય. નાયલોનની કે સિન્થેટિકની સાડીઓ પહેરવાથી, તેની કાળજી ઓછી લેવી પડે છે. ઓરગંડી જેવી કે કલકત્તી સાડીઓ ઉનાળા માટે જ અનામત રાખવી જોઈએ. વળી આપણે ત્યાં મોટેભાગે પોપલીનના જાડા કપડાના પેટીકોટ નાયલોનની સાડી તળે પહેરવામાં આવે છે. નાયલોનની સાડીનું પાણી નીતરે છે અને પેટીકોટ ભીંજાઈ જાય છે. આથી સાડી સુકાઈ જાય છે છતાં પેટીકોટ ભીના જ રહે છે, અને એથી તે શરીરને ચીટકે છે અને ચાલવામાં મુશ્કેલી ઊભી કરે છે, એટલું જ નહિ, શરદીનો ભય પણ પેદા કરે છે.
જો પિના ફોર્મ, કેવ્રીપેન્ટ પેન્ટ-ટીશર્ટ કે પંજાબી જેવા ડ્રેસ પહેરતા હો તો તો કંઈ પ્રશ્ન રહેતો જ નથી. સિન્થેટીકના જ ડ્રેસ પહેરવાનો આગ્રહ રાખવો તેમજ બને ત્યાં સુધી સાદી સીધી સ્ટાઈલના વસ્ત્રોનો ઉપયોગ કરવો, ટ્રાઉઝર્સ અથવા મેકસી જેવા વસ્ત્રો તો પહેરશો જ નહિ કારણ કે ગોઠણ હેઠળનો ભીંજાઈને ચીટકી ગયેલો ભાગ ખૂબ જ અણગમો પેદા કરતો હોય છે. બંધ બેસતો રેઈનકોટ વ્યવસાયી મહિલા અને ગૃહિણી બંને માટે સરખો જ આવશ્યક બને છે. સતત વરસાદમાં ભીંજાવાથી શરદી અને ફલુની અસર તળે પટકાઈ પડવાનો ભય રહે છે અને એનાથી સવેળા સાવચેત બની રહેવું જરૃરી છે. પ્લાસ્ટિક, રબર તથા રબર અને કપડાથી મિક્સ એવા વસ્ત્રના વિવિધ પ્રકારના રેઈનકોટ વીન્ડચીટર આવે છે. આપણા બજેટ અનુસાર અને જરૃરિયાત પ્રમાણેનો રેઈનકોટ ખરીદવો. સામાન્ય રીતે રબરના કે રબર અને કપડાના મિક્સ એવા રેઈનકોટ વધુ ટકાઉ હોય છે. કામ ચલાઉ રેઈન કોટ તરીકે પ્લાસ્ટીકના રેઈનકોટ વધુ ઉપયોગી રહેશે. ધારો કે કોઈ મનપસંદ રેઈનકોટ ન જણાય તો મનગમતું પ્લાસ્ટીક મીટર પ્રમાણે ખરીદી, મનગમતી ડિઝાઈનનો રેઈનકોટ સીવડાવી લેવો. એથી માત્ર વવ્યવહારુ જ નહિ પણ અનોખી ભાત પણ પ્રગટશે. ડ્રેસીંસ પહેરનારને ખાસ કરીને ફ્રોક કે મીડી પહેરનારને એક સુવિધા પ્રાપ્ત થાય છે. તેઓ નાનો-ટૂંકી સાઈઝનો (ઘૂંટણ સુધીનો) રેઈનકોટ પહેરે અને પગ અને પાનીને બચાવતા ગમબૂટ કે ગેલોશૂઝ પહેરે તો પૂરી સ્વતંત્રતાથી વર્ષાની મોજ માણી શકે જો હાલ બજારમાં પારદર્શક પ્લાસ્ટીકના કવર પણ મળે છે જે સામાન્ય ચંપલ-બૂટ પર પણ પહેરી શકાય છે અને પગનું સહેલાઈથી રક્ષણ કરી શકાય છે. પરંતુ આ સીઝનમાં પાતળી એડીના કે પ્લેટફોર્મ હીલના કે એવા ફેન્સી ચંપલ-બૂટ-સેંડલનો મોહ રાખશો નહીં. થોડા સમય માટે એવા ફેન્સી ચંપલબૂટને સ્ટોરમાં મૂકી દેશો. વરસાદની ઋતુ એટલે પગની ત્વચા માટે સજા, રબરના બુટ ચંપલ પહેરવાથી સતત પાણી અને માટીમાં રંગદોળાવાથી પગની ત્વચાને ઘણી જ હાનિ પહોંચે છે. નેઈલ પોલિશના છોડિયા ઉખડે છે અને એથી નખ વધુ કદરૃપા દેખાય છે. એટલે આ ઋતુમાં નખોને પોલીશ કે વાર્નિશ કરવા નહિ. નખ ટૂંકા રાખવા, રોજ બહારથી આવ્યા પછી પગને ગરમ પાણીમાં ઝબોળી રાખવા, ત્યાર પછી પગને બરાબર લૂંછીને સાફ કરી પગની આંગળીઓ વચ્ચે બરાબર ટેલકમ પાવડરનો છંટકાવ કરવો. વર્ષાની ઋતુ નિરાશાજનક હરગિઝ નથી જો એનો સમજીને ઉપયોગ કરાય તો સૌંદર્ય માટે તે લાભદાયક પણ બની રહે જેમ કે વરસાદનું પાણી વાળ અને ત્વચા માટે ખૂબ ઉપયોગી છે. એક બાલદીમાં જો વરસાદનું પાણી ભરી રાખશો અને એ પાણી વડે જો વાળ ધોવામાં આવે તો તે વાળને માટે લાભદાય પુરવાર થશે. એજ પ્રમાણે જેમને ફોલ્લીઓ કે ખીલ થતા હોય તેઓ પણ જો વરસાદના પાણીની છાલકો મારીને ચહેરો ધોવાનો રાખો તો તેની ખૂબ સારી અસર થાય છે. આપણે જાણીએ જ છીએ કે વરસાદના પ્રથમ વરસાદમાં નાહવાથી અળાઈ મટી જાય


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.