રઘુ જીવણની વાર્તા

પાલવના પડછાયા

હું નામે રઘુ જીવણ વ્યવસાયે એક ડાકટરના ત્યાં કમ્પાઉન્ડર હતો. સવારે આઠ વાગે દવાખાને પહોંચી જતો ત્યારે દર્દીઓ દવાખાનાના બહારના ઓટલે આવીને બેઠા હોય. મને જાતા કે બેસો.. દવાખાનું ખોલીને જરાક ઝાપટ ઝુપટ કરવા દો. પછી આવો અને કેસ કઢાવીને લાઈનમાં બેસો. હું કહેતો.દવાખાનાનો કંપાઉન્ડર હતો. દવાઓ આપનારો સાથે સાથે કેસ કાઢી આપનારો.. જા કેસ નવો હોય તો વધારે પૈસા.. જુનો હોય તો નક્કી એક રકમ.. ડાકટર આવે ત્યાં સુધી લાઈન લાંબી થતી.. સમય થતો ને ડાકટર બાબુલાલ નાગરદાસ આવતા. એમને જાઈને જુના દર્દીઓ કહેતા ડાકટર નહી,ડોઆના આવ્યા.ડાકટર બાબુલાલ નાગરદાસ.. કયારેક આવું કચરા જેવું.. સંબોધન ડાકટર સાંભળી જતાં એનો એમને કોઈ રંજ ન હતો. એ તો દર્દીઓને દવા આપીને બધાને દર્દમાંથી છુટકારો આપવા માગતા હતા. એ એમનું સ્થાન લીધા બાદ પુછતા.. રઘુ બધું બરાબર છે ? ત્યારે હું ઘણી વાર સાંભળ્યું ના.. સાંભળ્યું કરી. સામે ધીમેથી બોલતો.. આંખો નથી.. બટાકાં છે.. બધું રોજ તો બરાબર હોય છે પછી પૂછવાનું શું ? ડાકટરના પ્રમાણમાં મારી જીભ ઝાઝી બરછટ હતી. જે વાતમાં હું ધારૂં તો સીધો જવાબ આપી શકતો હતો પણ આ આડો જવાબ આપવામાં મારા આત્માને આનંદ મળતો.. દર્દીઓ આવવાના શરૂ થતા લાકડાના ઉભા કબાટની બારીમાં કોઈ દર્દી બેય હાથ ઘાલી દેતો.. એ સાથે જ મને ચીડ આવતી.. ગુસ્સામાં કહેતો… આખોયઅંદર આવી જઈશ..
દર્દી એની સ્થિતિ સુધારતો. એના હાથમાંની ડાકટર ડોબાના એ લખેલ કેસ લેતો ગરબડીયા અક્ષરો વાંચતો.. કયાંક તાવની પેટના દુઃખાવાની, શક્તની દવા લખી હોય છે. હું પડીકા વાળી આપતો, ફાકી આપતો, કેસ પ્રમાણે પૈસા લેતો.. એક ડબ્બામાં મુકતો.. મારા આત્માને આનંદ મળતો.. દર્દીઓ આવવાના શરૂ થતા. લાકડાના ઉભા કબાટની બારીઓ કાંઈ દર્દી બેય હાથ ઘાલી દેતો એ સાચે જ મને ચીડ આવતી.. ગુસ્સામાં કહેતો.. આખોય અંદર આવી જઈશ…?
દર્દી એની સ્થિતિ સુધારતો..
એના હાથમાંની ડાકટર ડોબાના એ લખેલ કેસ લેતો..ગરબડીયા અક્ષરો વાંચતો..કયાંક તાવની, પેટના દુઃખાવાની,શÂક્તની દવા લખી હોય છે.હું પડીકા વાળી આપતો.. ફાકી આપતો. કેસ પ્રમાણે પૈસા લેતો.. એક ડબ્બામાં મુકતો.
હું આમ તો કંઈ ઝાઝું ભણેલો ન હતો પણ છેક… ઘણા વર્ષોથી ડોબાના ડાકટરના હાથ નીચે હતો. એમણે આપેલી ગોળીઓ આરસપહાણના નાના ખલમાં વાટીને એનો પાઉડરને કયાંક ઔષધિઓનાં મુળિયાં વાટતો.. નાની નાની ચારણીમાં ચાળીને બરણીમાં ભરતો. કયાંક એમની સાથે પાટાપીંડી કરતો.. આ બધાના અંતે હું કંપાઉન્ડર બની ગયેલો. મેં એકાદ બે વાર ડાકટરને કહેલું કંઈ ભણ્યો ઝાઝું હું નથી ને.. કમ્પાઉન્ડર ના.. મારે આવી નોકરી નથી કરવી. લોચો થઈ જશે તો ?
મેં કહેલું, તો કરીશું શું ? આમ તો મને ડોબાના પર ભારોભાર ચીડ હતી. એની દવાઓની ગંધ.. અને બધું કરવું પડતું મારે કામ ડોબાનાએ.. મને સતત ચાર છ મહીના સુધી દર પહેલીએ પગાર આપ્યો હતો. ઉપરથી કહ્યું હતું કે વચ્ચે જાઈએ તો માગજે.. લઈ જજે.. પણ પહેલીએ પગાર આપીશ એમાં કાપી લઈશ…
એક તરફ ડાકટર ડોબાના અને બીજી તરફથી મારી પત્ની મધુકાંતા.. એ તેજમિજાજી હતી. મને કહેતી, ‘એ તો સાયેબ (સાહેબ) સારા છે તે તમને રાખ્યા છે અને નિભાવે છે.. દર પહેલીએ… અરે વચ્ચે જાઈએ તો.. પૈસા આપે છે..બાકી અભણને રાખે કોણ ?
વાસ્તવમાં હું અભણ ન હતો. નવમી ચોપડી પછી ભણવાથી કંટાળીને ચોપડીઓને અમારા ગામના ઝણઝણીયા કૂવામાં પધરાવી દીધી હતી.મધુકાંતાએ આ મામલે કહેલું, તમારા જેવો ગામમાં કોઈ હુશિયાર નૈ હોય..? ગમે તે પણ મારૂં ગુજરાતી ઠીક હતું પણ અંગ્રેજી તો ઘેર મેને ધક્કા મારા એન્ડ આઈમે ફોલીંગ ડાઉન જેવું હતું.તોય ડોબાના ડાકટરના ત્યાં કમ્પાઉન્ડર હતો. નાત મારી વાળા મને અડધો ડાકટર માનતા હતા. હું તાવની ગોળીઓ ખાનગીમાં જેને જેને આપતો એનો તાવ ઉતરી જતો. ઝાડા બંધ થઈ જતા ને ફાકી આપતો કે પેટમાં દુઃખાવો બંધ થઈ જતો. લોકો મને પૈસા આપતા.. પણ

લેતો નહીં.. મારી મધુકાંતા કહેતી એમ તો વળી તમારા પૈસા લેવાતા હશે કંઈ ?
ડોબાનાને બે પુત્રો હતા. મોટો પુત્ર કીરીટ અને નાનો સુરેશ.. એમાં સુરેશ કયારેય દવાખાને આવતો નહીં. કીરીટ આવતો એ જાણે સુપરવાઈઝર હોય એવાં ફાંકામાં રહેતો..આખાય દવાખાનાનું નિરીક્ષણ કરતો. મારા કરતાં વયમાં નાનો હતો ને મને માન આપવાને બદલે રઘુ રઘુ કરતો જે મને પસંદ ન હતું. હું મનોમન સમસમી ઉઠતો.. બબડતો તારા બાપ ડોબાનાએ માન આપતાં કંઈ શીખવ્યું છે કે નહીં ?
જીંદગી હતી…
એના પથ પર એક ધારો લય.. કંઈક ચઢાવ ઉતારતી આગળ ધપતી હતી…
મધુકાંતા સાથે લગ્નના પાંચ છ વર્ષમાં ચાર સંતાન થઈ ગયા. એક બેબી ત્રણ પુત્રો ઓછા પગારમાં મને ભારે તકલીફ પડતી.. હું પૂછતો નહીં.. તોય ડાકટર ડોબાના કહેતા.. રઘુ તારી આવક ઓછી છે સીમીત છે.. સંતાન મામલે કંઈક વિચાર કર..
ઓછાં સંતાન હશે તો કંઈક વિચાર કર.. ઓછા સંતાન હશે તો.. ઘર બરાબર ચાલશે.. ઓછી આવકમાં… બાકી તું જાણે અને તારૂં ભાગ્ય જાણે…
ડાકટરની સાચી વાત મને કડવી ઝેર જેવી લાગતી.. મને થતું સંતાનો મારે થાય છે એમાં ડાકટર ડોબાનાને શું ઝાઝાં છોકરાં હશે ને મોટાં થશે તો મારે કમાણી થશે ઘરડા ઘડપણમાં રાહત થશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.