ભકિતની શકિત થકી નિજાનંદી જીંદગી જીવી પોતાના વ્યવસાયમાં પણ સારા વિચારોનું અમલીકરણ કરતા ડીસાના ભરતભાઈ ભીમજીભાઈ ઠકકર/પૂજારા

પાલવના પડછાયા

સંતો, સતપુરૂષો, વિદ્વાનો,ગુરૂજનોનું ખૂબ જ મહત્ત્વનું કામ સમાજમાં સારા માણસો નિર્માણ કરવાનું છે.પૂજ્ય પાંડુરંગદાદાએ સ્વાધ્યાયના માધ્યમથી જ આ કાર્ય કરી અનેક માણસોને સારા વિચારો આપી શુભ કાર્યમાં દોડતા કર્યા છે.જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર, તારા ચમકતા રહેશે ત્યાં સુધી પૂજ્ય પાંડુરંગદાદાનું નામ લોકમુખે સંભળાતું રહેશે.પિતા ભીમજીભાઈ કાળુરામ ઠકકર/પૂજારા અને માતા જયાબેનના
પરિવારમાં તારીખ ૧૫-૬-૧૯૭૩ ના રોજ થરા ખાતે જન્મેલા ભરતભાઈ ઠકકર પણ સ્વાધ્યાયના રંગે રંગાયેલા થનગનાટથી ભરેલા તરવરિયા યુવાન છે.

મૂળ થરપારકર રઘુવંશી લોહાણા સમાજ સાથે સંકળાયેલા તેમના પિતાજી ૧૯૭૮ માં ધંધાર્થે થરાથી ધાનેરા ગયા એટલે ભરતભાઈનું એસ.એસ.સી.સુધીનું શિક્ષણ પણ ધાનેરામાં જ થયું હતું.રાધનપુ રના જસવંતલાલ ચૂનીલાલ તન્ના(રાધનપુરની ખૂબ જ જૂની અને જાણીતી તન્ના લોજના માલિક) ની દીકરી નીરૂબેન સાથે લગ્ન થયા બાદ ભરતભાઈના જીવનમાં પણ હકારાત્મક પરિવર્તન આવ્યું.ભરતભાઈના સારા,સંસ્કારી,સકારાત્મક વિચારો સાથે સુમેળ સાધે તેવાં નીરૂબેન મળતાં તેમના સત્કાર્યોમાં સરવાળો અને ગુણાકાર થયો.ધાનેરામાં શરૂઆતમાં ભરતભાઈની રેડીમેઈડ કાપડની દુકાન હતી.એ પછી તેમણે હોલસેલ ફૂટવેર બૂટ/ચંપલની દુકાન કરી જે ખૂબ જ સારી ચાલતી હતી.ફૂટવેર હોલસેલ માટે ડીસા સેન્ટર સારૂં હોવાથી તેઓ ૨૦૦૫ માં ડીસા આવ્યા અને ડીસામાં દુકાન કરી.
૧૯૯૫ માં તેઓ ધાનેરા હતા ત્યારે સ્વાધ્યાય પ્રવૃતિ સાથે જાેડાયા હતા.

તેમના રહેઠાણની બાજુમાં રાત્રે ભૂંડ પકડવાવાળા આવ્યા અને ભૂંડની અવદશા જાેઈ તેમને સ્વપ્રેરણા થઈ કે માણસની પણ કેવી દશા થતી હશે? જાે સારાં કાર્યો કરીએ તો પરમાત્મા રાજી થાય અને જન્મારો પણ સુધરી જાય તેવી સ્વયંભૂ પ્રેરણા થતાં જાગૃતિ આવી અને તેઓ સ્વાધ્યાય જેવી સર્વોતમ પ્રવૃત્તિમાં જાેડાયા.એ પહેલાં એમનાં માતાપિતા પણ સ્વાધ્યાયમાં જતાં હતાં પરંતુ એ બાજુ એમનું ખાસ ધ્યાન નહોતું.કુદરત જ્યારે પ્રેરણા કરે ત્યારે જ સારી પ્રવૃતિમાં જાેડાવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે.ભરતભાઈના જીવનમાં પણ એવું જ બન્યું.બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર ભકિતફેરીમાં ગયેલા ભરતભાઈ પુષ્કર,નાગોર,મુંબઈ જેવા વિવિધ સ્થળોએ પણ ભકિતફેરીમાં ગયેલા છે.ખૂબ જ ઉચ્ચ કક્ષાના સારા વિચારો,વાણી,વ્યવહારથી હર્યાભર્યા ભરતભાઈ અતિ સરળ,સાલસ, સહજ અને વિશેષ પ્રકારની પોઝીટીવ સમજ ધરાવતા ઉમદા વ્યકિત છે.તેમને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૪૨૭૩૩૪૭૭૫ તેમજ ૭૨૨૮૦૩૪૭૭૫ છે. ૨૨ વર્ષની નાની ઉંમરે જ પૂજ્ય પાંડુરંગદાદાની જવાબદાર વ્યકિતઓની ટીમમાં ભરતભાઈનો સમાવેશ થયો હતો.હાલમાં અમૃતાલયમ વિભાગમાં તેમની વિશેષ જવાબદારી છે.સ્વાધ્યાય પરિવારમાં વિભાગ અને વિસ્તાર મુજબ કામગીરીની વહેંચણી થતી હોય છે.વિવેકાનંદજી,ગાયત્રી પરિવાર, ઓશો રજનીશનાં પુસ્તકો તેમણે ખૂબ જ વાંચ્યાં છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ તેઓ અને તેમનું સમગ્ર પરિવાર ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે.

તેમના બે કાકા રાયચંદભાઈ, પ્રભુભાઈ અને બે ફઈબા રાધાબેન તેમજ સાવિત્રીબેનનાં પરિવારો પણ સારી રીતે સેટ થયેલ છે.તેમનો એક દીકરો દિવ્યાંગ(એમ.બી.એ.) કે જેનાં તાજેતરમાં જ ચિરંજીવી જીનલ(એમ.કોમ.) સાથે લગ્ન થયેલ છે. બીજા બે દીકરા લવ અને કુશ જાેડિયા ભાઈઓ છે. ટ્રેકિંગનો ખૂબ શોખ હોવાને લીધે તેમણે ઉત્તરાખંડમાં કેદારનાથ, મદમહેશ્વર, તુંગનાથ વિગેરે સ્થળોએ ટ્રેકિંગ કરેલ છે. ગુજરાતમાં તેઓ ધંધાર્થે ખૂબ જ ફર્યા છે પણ

વિરપુર જલારામ ધામ અને રવેચી દેવસ્થાન તેમને ખૂબ જ ગમે છે.આમ જાેવા જઈએ તો પ્રત્યક્ષ રીતે તેઓ કોઈ પણ સંસ્થામાં કોઈ પ્રકારનો હોદો ધરાવતા નથી પણ દરેક સંસ્થાના વિકાસમાં કે ભલામાં તેમનો હરહંમેશાં સહયોગ હોય જ છે.તેમના જીવનમાં તેમને ધંધાકીય માર્ગદર્શન ગાંધીનગરના સેવંતીભાઈ જાેબનપુત્રા તરફથી મળેલ છે.

સ્વાધ્યાય પરિવારમાં પરેશભાઈ ડી.ઠકકર (અમદાવાદ), ડીસાના અલ્પેશભાઈ પટેલ, ડો.ભરતભાઈ પટેલ,ખૂબ જ આદરણીય સદગત મનહરભાઈ ઠક્કર, રાધનપુરના વિદ્રાન નિરંજનભાઈ ઠકકર વિગેરેનું સતત માર્ગદર્શન મળ્યું છે.ભરતભાઈએ વંદનીય જયશ્રીદીદીના સાનિધ્યમાં ૨૦૦૮ માં અરડેશ્ર્‌વર મહાદેવ સિધ્ધપુર ખાતે ત્રિકાલ સંધ્યાને અનુલક્ષીને માનવને ઈશ્ર્‌વર સાથે જાેડવાના વિષયને લઈને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.૧૯૯૮ માં પૂજ્ય પાંડુરંગદાદાને ભાવ ર્નિઝર અમદાવાદ ખાતે નજીકથી મળવાનું બનેલ તેનો ભરતભાઈને વિશેષ આનંદ અને નિરંતર સ્મરણ છે.એકવાર ભકિતફેરીમાંથી આવતા હતા ત્યારે જલારામ મંદિર ડીસા પાસે લોખંડની જાળીને તેમનું બાઈક અથડાતાં તેઓ નીચે પડી ગયેલ પણ આગળપાછળ કોઈ સાધનો ના હોતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આ તેમના જીવનની એક યાદગાર ઘટના છે.સારાં કાર્યો કરીએ તો ગમે તેવા જાેખમી સંકટમાંથી પણ ભગવાન બચાવી લે છે તેવું તેઓ માને છે.

તાજેતરમાં સરસ રીતે ઉજવાઈ ગયેલ તેમના દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે આવેલ ચાંલ્લાની રકમ ૯૩ હજારમાં બીજા પોતાના ૯ હજાર ઉમેરી તેમણે ૫૧ હજાર આર્મી વેલ્ફેર ફંડમાં તેમજ ૫૧ હજાર ગૌશાળામાં આપી રાજીપો વ્યક્ત કરી પરમપિતા પરમાત્માનો આભાર માન્યો હતો.તારીખ ૧૪-૧૨-૨૦૨૧ ના રોજ ગીતા જયંતિ અવસરે તેમની નવીન દુકાનનું ઉદ્‌ઘાટન હતું ત્યારે પણ રૂપિયા એક લાખ આર્મી વેલ્ફેર ફંડમાં અર્પણ કર્યા હતા. પૂર, દુષ્કાળ, ધરતીકંપ, કોરોના જેવી કુદરતી આફતો હોય કે આબુરોડ, ધાનેરા, ડીસા, થરા જલારામ મંદિરનાં સત્કાર્યો હોય એમાં ભરતભાઈનું હંમેશાં યોગદાન રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. કયારેક તો સામેથી ફોન કરીને સારા સત્કાર્યોમાં સહયોગ આપવાની તેમની ભાવના પ્રેરણાદાયી છે.મને અનેકવાર તેમના સારા અને સુખદ અનુભવ થયા છે.તેમના ભાઈ અતુલભાઈ અને તેમનાં ધર્મપત્ની વિપુલાબેન પણ સારા કાર્યોમાં સતત સહયોગી બને છે.લાખો મરજાે પણ લાખોનો તારણહાર ના મરજાે એ રીતે જ ભરતભાઈ જેવા અનેકજનોના તારણહાર ભામાશા સ્વરૂપે આ પૃથ્વી ઉપર અવતરીને અનેકજનોને ઉપયોગી નીવડી રહેલ છે. ખૂબ જ નાની ઉંમરે અનેક સત્કાર્યોમાં સહયોગી, પોષક અને માર્ગદર્શક બનતા ભરતભાઈ ઠકકર/પૂજારા (વેલકમવાળા ડીસા) ને કોટિ કોટિ વંદન….અભિનંદન..શુભેચ્છાઓ..

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.