બિચારા પિતાજી અને અમે : ભાગ:-2

પાલવના પડછાયા

ગતાંકથી ચાલુ
પણ…રાત્રે બાના સપના આવતા એ આવીને અમારી સાથે વાત કરતીને એ સપનું તુટી જતું.એ સાથે જ ઉદાસી છવાઈ જતી..કયાંક રડી પડાતું..
જીંદગી હતી..એના ક્રમ મુજબ ગતીમાં હતી. સમાજમાં વાત ફેલાઈ ગઈ હતી.જાકે આટલું એ સારું હતું કે માસી…માસા..મામા..મામી અમને સારૂં રાખતા હતા.ઘણી વાર પિતાજીને કહેતા સુચવતા એતો હવે ગઈ..તમે કયાંક નવો મેળ પાડી દો..તમે અને બેય છોકરાં ખુબ હેરાન થાય છે…પણ પિતાજી ના પાડી દેતો..રહેતા..મારા જીવનમાં એ હતી.મારી એક ભયાનક ભુલથી ચાલી ગઈ છે..આજે મને એનો એેટલો બધો પસ્તાવો થાય છે કે…જા આ બે છોકરા ન હોત તો કયારનોય મારી જીંદગીનો ખેલ ખલાસ કરી નાખ્યો હોત…આ છોકરાં મને બંધનમાં બાંધી રાખે છે. એમને મુકીને.
પિતાજીના શબ્દો મેં સાંભળ્યા હતા મેં જયારે નજીક જઈને જાયું તો એમની બેય આંખોમાં અફાટ આંસુ હતા. જાકે પિતાજી તો ગમે ત્યાં એની મારી બાની યાદ આવતા રડી પડતા. એ સમયે અમે એમની પડખે જઈને ઉભા રહેતા કયારેક એમના ખભે હાથ મુકી દેતા. તેઓ અમારો હાથ દબાવતા.. એમના જીવનમાં બાનું કેટલું બધું મહત્વ હતું એને રજુ કરવા માટે જાણે શબ્દો જ ન હતા.
આજકાલ કરતાં વર્ષો ઉગ્યા અને ડુબ્યાં.. અમે મોટા થઈ ગયા. પિતાજી આશાઓને આશાઓમાં નિવૃત્ત થઈ ગયા. અમારા બંને ભાઈના સાદાઈ લગ્ન થયાં. અમે બંને ભાઈએ અમારા સંસારમાં પગ મુકતાં જ કહ્યું.. હવે તમારે દુઃખી થવાની કશીય જરૂરત નથી. અમે છીએ અમારી પત્નીઓ તમારી ભોજનની સાથે કામકાજની જરૂરત પુરી કરશે.આખરે તમોએ ખુબ જ દુખ સહન કર્યું છે કયાં સુધી ? એ સામને એમણે કહી દીધું કે,હું નિવૃત્ત થયો છું એ નક્કી પણ સક્રીય છું પગ વાળીને બેસવા તો નથી..કામ કરતો રહીશ..મને બજારથી કામ મળતું રહે એ કરતો રહીશ…ઘરમાં મદદકર્તા થતો રહીશ..
એવી કોઈ જરૂર નથી તમે માત્ર શાંતિથી ખાવ પીવો.. ભગવાનનું નામ લો.. અમોએ કહ્યું..
પણ..પણ.. મહીના દોઢ મહીનામાં અમે બે ભાઈએ જેની સાથે લગ્ન કર્યા હતા એ †ીઓનું, અમારી પત્નીઓનું પોત પ્રકાશ્યું.નાની નાની વાતોમાં છણભણ શરૂ થઈ. કયાંક ઠંડીગાર ચા આપવાનું શરૂ થયું. કયાંક ખાવાનું ઓછું આપવાનો પ્રારંભ થઈ ચૂકયો. પિતાજી કંઈ જા પૂછે તો જાણી જાઈને જવાબ ન આપે અને જા જવાબ આપે તો ઠેકાણા વગરનો હોય..ઘણીવાર તો અમારી હાજરીમાં જ પિતાજીનું અપમાન થઈ જતું પરંતું અમે અમારી વહુઓ, પત્નીઓને કશું કહેતા નથી..
રોગ..ખોટી વાત..ને જા તમે શરૂઆતથી દબાવો તો એ તમારા પક્ષમાં રહે છે પણ જા ધ્યાન બે ધ્યાન કર્યું તો પાણી માથા પર થઈને વહેવા લાગે છે. જે પિતાજીની આજ્ઞામાં…અમે લગ્ન પહેલાં રહેતા હતા. હવે પત્નીઓના પગલાં પડતાં અમારા રંગ બદલાતા જતા હતા. એમાં અમારી પત્નીઓની ચડવણી વધતી હતી. પહેલાં અમારી પત્નીઓએ એમનો રંગ બતાવવા માંડયો હતો. હવે અમે એમાં જાડાયા..અમારી પત્નીઓને મોકળું મેદાન મળી ગયું.પછી તો બધી વાતે ખણ ચુકું ખણવાંકુ પડવા લાગ્યું..
પત્નીઓને કોઈ કહેનાર, ટોકનાર ના રહ્યું એ બંને જાણે આઝાદ થઈ ગઈ હોય એમ વર્તવા લાગી. રાત્રે અમે બંને ભાઈ સુવા ગયા હોઈએ ત્યારે ભંભેરણી થતી.
એકવાર અગિયારસ ટાણે માથાકૂટ થઈ ગઈ. પિતાજીએ અગિયારસ કરી હતી.ફરાળમાં એમણે બટાકાની સુકી ભાજી બનાવવા માટે જણાવ્યું ને એ સાથે ઘરમાં ભડકો થયો. મારી પત્નીએ કહ્યું, ઘૈડા ઘડપણે સુકી ભાજીના શા સ્વાદ ઉભા થતા હશે ? એમાં નાના ભાઈની પત્નીએ સૂર રજુ કર્યો.આ વયે ખાવાના શા ચાળા થતા હશે ? બટાકાની સુકી ભાજી બનાવતાં શી શી જઘામણાં થતી હોય છે. પિતાજીએ સાંભળ્યું.
મને ખબર હતી મારી બાના ઘર છોડી દીધા બાદ અમોએ જે જે ચીજ ખાવાને માટે ઈચ્છા કરી હતી. એ એ એમણે જાતે બનાવી હતી. કયાંક બજારમાંથી લાવી આપી હતી. એ એક સમય હતો જે બરાબર રીતે યાદ હતો પણ સમય બદલાયો હતો. મારી બાની ગેરહાજરી અને ઘરની સત્તાના સૂત્રો વહુઓ પાસે..
….
સારૂં કશુંય બનાવશો નહીં.. એમણે કહ્યું..
‘કંઈક કહીએ છીએ તો તરત જ રીસ ચડી જાય છે..’ વાત વધી પડી.. ને પિતાજી ઘર છોડી ચાલ્યા ગયા. અમારાથી બે ત્રણ કી.મી.ના અંતરે રેલવે ક્રોસીંગ પાસેના એક માળીયા ઘરમાં મિત્રે મદદ કરી. ભાડે રહેવા એ વાતને ત્રણ વસ્તુઓ લેવા આવ્યા. ત્યારે હું ઘેર હતો.. મેં પૂછયું, આ સારૂં લાગે છે ? અમને ફજેત કરવાનો કારસો માંડયો છે ?
પણ એ કશું ન બોલ્યા..
મારી પત્નીએ રસોડામાંથી કહી દીધું ઃ ‘જતા હોય તો જવા દો ને.. શું કામ રોકો છો ?’
….
જીંદગી હતી.. એના ચક્રમાં એક ધારી રીતે ફરતી હતી.. પિતાજી એકલા અલગ રહેતા હતા. જાતે રાંધતા.. ખાતા.. પોતાના ઘરના કામ પછી બહારના કામ કરતા અને પૈસા કમાતા.. ભેગા કરતા.. પણ ના અમે એમને બોલાવતા ના.. ખાવાનો ભાવ પૂછતા.. અમારી પત્નીઓ અવારનવાર અમને એક જાતની કડવી કે ખરાબ ચડવણી કરી નાખતી..
તહેવાર પ્રસંગે કોઈ પત્નીને મરાતી હશે ? મરનારમાં ભાન હોવું જાઈએ..
ભલે પિતાજી અલગ રહેતા હતા કે એમનો અમે કશો ભાવ પૂછતા ન હતા પણ ચાર છ વખત હું એમની પાસેથી પૈસા લઈને પાછા આપ્યા ન હતા. મારા વાદે મારા નાના ભાઈએ પણ પૈસા લઈ પાછા આપવાનું નામ લીધું ન હતું..
અમે જાણે નકટા લાજ વગરના થયા હતા પણ પિતાજી આખરે એક પિતાજી હતા. પોતાની ફરજ કે ધર્મ ચૂકયા ન હતા.
ને.. એક વખત ઈશ્વરનું તેડું આવ્યું સમાચાર મળ્યા..
બેય ભાઈઓ અને અમારી પત્નીઓ રડી પણ એ આંસુ શા કામના ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.