બાળકોને ગાવાં ગમે તેવાં કાવ્યો ‘ખોખો રમતું કબતુર’

પાલવના પડછાયા

બાળ સાહિત્યમાં જાે સૌથી અઘરો પ્રકાર હોય તો તે બાળકાવ્ય છે.કારણ કે તે બાળકને ઉત્સુકતા જગાડે, આનંદ પમાડે અને નાચતું ગાતું કરી દે તેવું હોવું જાેઈએ. બાળકોને રમત રમવી બહુ જ ગમે.તેને પ્રાણીઓ અને પક્ષીઓ પણ ખુબ જ ગમે.બાળકવિતામાં આવું બધું આવે તો જ બાળક રાજી થાય. હુંફાળાં સ્પંદન પામે અને મરક મરક થઈ હસતું દોડાદોડ કરે.આવાં બાળગીતો મળે તો બાળક રાજી રાજી થઈ જાય પછી તેને કોઈ નારાજી ન રહે.મારે આજે તમને એવા એક બાળકાવ્ય સંગ્રહની વાત કરવી છે જેનું શીર્ષક વાંચતાં અને મુખપૃષ્ઠનું ચિત્ર જાેતાં જ બાળકોને ગમતાંનો ગુલાલ કરવાનું મન થઈ આવે.ખો ખો રમતું કબતુર પારૂલ બારોટનો પ્રથમ બાળ કાવ્યસંગ્રહ છે પણ તેમાં ખરેખર તેમણે કમાલ કરી છે. બાળકોનાં મન જીતી લે એવી ગેયરચનાઓ આ સંગ્રહનું સબળ અને મહત્વનું પાસુ છે.ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી આ સંગ્રહ પ્રગટ કરવામાં આવ્યો છે.આ બાળકાવ્યો વિશે પોતાની વાત મુકતાં કવયિત્રી કબુલાત કરે છે કે મને શરૂથી જ નાના બાળકો માટે લગાવ રહ્યો છે.હું જયારે બાળકો સાથે રમતી હોઉં ત્યારે બિલકુલ એમના જેવડી જ થઈ જાઉં છું. હું એવું માગું છું કે તમારૂં લખાણ એવું હોવું જાેઈએ કે જયારે બાળક એને સાંભળે તો એમાં ખોવાઈ જાય.ખોખો રમતું કબુતરમાં લગભગ બધાં જ ગીતો લયબદ્ધ છે.જે અભિજય સાથે બાળકો સામે રજુ કરી શકાય.લયબધ્ધ લખાણ બાળબુધ્ધિને સ્પર્શે છે.આ સંગ્રહ અંગે ‘આવકારનો આનંદ’ વ્યકત કરતાં શ્રદ્ધા ત્રિવેદીએ આ કાવ્યો વિષયના નાવિન્ય ધરાવતા અને વિષય પરત્વને જાેવાની જુદી દ્રષ્ટીવાળા કાવ્યો ગણાવ્યાં છે.તો જાણીતા બાળ સાહિત્યકાર નટવર બાળ વિસ્મયનું જગત એટલે આ કવીતાઓ તરીકે બિરદાવતાં લખ્યું છે કે ‘અહીં સમાવિષ્ટ પચ્ચીસ રચનાઓનું વિષય વૈવિધ્ય અને એની માવજત ધ્યાનાકર્ષક છે.બાળકોનું મનોજગત અને પર્યાવરણની સમજ એટલા વિકસીત નથી હોતાં કે તમે આખા જગતની તમામ વસ્તુઓ, વિભાવનાઓનો ખડકલો કરી શકો.અહીં બાળકોના પ્યારાં રમકડાં કે સીરીયલનાં કાર્ટુન પાત્રોની વાત કવયિત્રી લઈ આવ્યાં છે.અહીં ડસ્ટર ગાડીની વાત સહજ રીતે મુકી છે તો બાળકોનાં પ્રિયપાત્રો ‘બેડમેન, સુપરમેન ને છોટાભીમ’ પણ ચુપચાપ આવીને ગોખાઈ ગયા છે. બાળકાવ્યમાં લય સાચવીને અંત્યાનુપ્રાસ ગોઠવવાનું કામ સર્જકને મથામણ કરાવે એવું હોય છે.બાળક જેનાથી જ્ઞાત હોય એવા સરળ શબ્દો અને ભાવ શોધી મુકવામાં જે સર્જક કોઈ રચનામાં સફળ થાય છે તે રચના બાળકોને અતિ લોકપ્રિય થઈ પડે છે.‘ખો ખો રમતું કબુતર’ બાળકાવ્ય સંગ્રહમાં ઋતુ ગીત આવ્યું ચોમાસુ કે નહીં ? અને વાદળ કુતુહલ પ્રેરે છ
ે.અહીં ઝાડવાં પાંદડાને અને પાંદડા વાદળાને પૂછે છે તો આંગણ છલકે ગીત ચોમાસાનું નાટક જબરૂં, બાળકને રમવાનું અઘરૂં જેવી પંક્તિઓ ચમત્કૃતિ સર્જે છે.બીજી પણ કેટલીક રચનાઓની પંક્તિઓ ખુબ જ સહજ અને સરળ રીતે આવી છે જે બાળકને મોજ કરાવી દે તેવી છેે. જાેઈએ ઃ
આઈસ્ક્રીમ ખાશું, ચોકલેટ ખાશું,
પાણી પુરીને ભેળ પણ ખાશું
નાનું અમારા કેન્ડી મંગાવે..નાની મને બહાર લઈ જા.
અને ચકલી રાણીની આ રચના જુઓ..
ધુળમાં પાંખો ખોલી ન્હાતી,
દાણો દાણો વીણી ખાતી
ખીચડી રાંધે, ચકલો તાજી
ખાતાં ખાતાં થતાં રાજી
પારૂલ અરવિંદ બારોટ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખુબ જ જાણીતું નામ બની રહ્યું છે.તેમનાં છ પુસ્તકો જેમાં વાર્તાસંગ્રહ સોનેટ સંગ્રહ, બાળવાર્તા સંગ્રહ અને કાળા સંગ્રહ ‘જાદુઈ છડી, ધીંગામસ્તી, પતંગિયાની પાંખે છે. તેમને અનેક વિશેષ સન્માનો પણ પ્રાપ્ત થયા છે. કવયિત્રી લેખીકા, અનુવાદક, કોલમીસ્ટ તેમજ સંગીત કલા અને અભિનય ક્ષેત્રે તેઓ રૂચિ ધરાવે છે.તેમના આ બાળ કાવ્ય સંગ્રહને આવકારૂં છું અને તેમને અભિનંદું છું.
ખોખો રમતું કબુતર બાળ કાવ્યસંગ્રહ, લેખકઃ પારૂલ બારોટ, અમદાવાદ
પ્રથમ આવૃત્તિ : ર૦ર૦ કિં.રૂા.૧૭૦

કૃત્રિમ માનવ રોબોટનાં દુષ્પરિણામો
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અહેવાલ મુજબ ‘રોબોટ’ આગામી વરસોમાં લાખો નહીં કરોડો લોકોને બેરોજગાર બનાવશે.
ઉત્પાદનથી લઈ ઓફિસનાં કામો નજીકનાં ભવિષ્યમાં ‘યંત્રમાનવ’ કરશે જેથી સેંકડો પુરૂષો અને મહિલાઓની નોકરી છીનવાઈ જશે.
આ કાલ્પનિક વાત છે કે હકીકત જાે હકીકતમાં રોજબરોજનું કામ ‘રોબોટ’ લઈ લેશે તો આજે જે બેકારીની સમસ્યા છે તે કઈ હદે વણસી જશે ? વિચાર કરતાં પણ ધ્રુજારી છૂટી જાય તેમ છે.આજે રોજગારીની વિકરાળ સમસ્યા છે તો ‘કૃત્રિમ માનવ’ ના આગમનથી આ સમસ્યા કઈ હદે વિકરાળ બનશે ? એમ કહેવાય છે કે માણસ કરતાં રોબોટ સસ્તા પડશે પણ માણસનો જ ભોગ લેવાશે તો એ સસ્તાને શું કરવાનો ?વર્તમાનની આધુનિક ટેકનોલોજીના કારણે લાઈફ સ્ટાઈલ રોકેટસ્પીડમાં દોડતી થઈ ગઈ છે.હવે આ ‘યંત્ર માનવ’ ની સુવિધા અને સગવડના કારણે માણસ વધુ પરાવલંબી બની જશે. સ્માર્ટફોન,વોટસઅપ, ઈન્ટરનેટ, કોમ્પ્યુટર જેવી આધુનિક સગવડોથી માણસની જીવન પદ્ધતિમાં શાંતિ અનુભવાય છે કે અશાંતિ ? હા,સગવડો જરૂર મળી છે આ સાધનોથી પણ માણસનું જીવન તો ઉચાટભર્યું, વધુ ટેન્શનમય અને તાણવાળું બની રહ્યું છે. રોગોનો તો રાફડો ફાટયો છે.યંત્રવાદના કારણે બેકાર લોકો આપઘાત વિ.કરી જીવન ટુંકાવી રહ્યા છે તો ‘કૃત્રિમ માનવ’ આવશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે કેટલા આપઘાતો વધશે ?

માનવ જીવન આર્ટિફીશીયલ કૃત્રિમ બની જશે, કામ ન મળવાથી જીવન અકારૂં,ભારરૂપ બનશે, આનંદ,પ્રેમ, લાગણી જેવું કેટલું રહેશે ? રોજગારીના અભાવે પળ પળ બોજારૂપ બનશે, જીવતો જાગતો માણસ ઝૂરી ઝૂરીને ધીમા મૃત્યુ તરફ ધકેલાશે.
યંત્રવાદને પ્રકૃતિ કરતાં વધારે મહત્વ અપાશે તો તેનું પરિણામ માનવજાત અને અર્થતંત્ર માટે ઘાતક બનશે.
-સેવંતી મ.સંઘવી (થરાદ-હાલ મુંબઈ)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.