પિત્ઝા પાસ્તાના યુગમાં મીઠી લાપસી પીરસવાનો પ્રયાસ એટલે ‘જાત સાથે વાત’

પાલવના પડછાયા

ભીતર સાથેના સંવાદનું પ્રેરક ચિંતન કરવા માટે એક વિચારકે વિષયને ખુબ ઘુંટવાનું બને અને તે સંક્ષેપમાં પણ પૂરો સ્પષ્ટ થાય તેની કાળજીમાંથી જે રૂડું પરિણામ આવે તે માટે ચિત્ત એના પર એકાગ્ર થાય અને સ્વસંવાદ રચાય ત્યારે જાતને સમજવાની મથામણ કરતાં જે નવનીત નીપજે તે માટે માનવ જીવનની સઘળી રચનાઓ અને વ્યવસ્થાઓની ઓળખ થાય ત્યારે સમગ્ર સંદર્ભમાં જ અસ્તિત્વને ઓળખવાનું હોય એવી ઓળખ કરવાનો પ્રયત્ન કરતાં કેટકેટલાં પાસાં ઉઘડે તેના અનુભવને લઘુનિબંધો રૂપે આલેખાય ત્યારે તે વાચકના હૃદયને સ્પર્શી જાય અને ધન્યતાનો અનુભવ કરાવે તેવા વિચારમોતીઓની માળાથી રચાયેલ પુસ્તકની વાત કરવી છે. ‘જાત સાથે વાત’લેખક મનસુખ સલ્લાના શુભ વિચારોનું આભ ઉઘાડી આપતા લઘુ નિબંધોના પુસ્તકમાં કુલ પ૬ ચિંતનાત્મક લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં લેખક સ્વનિવેદનમાં જણાવે છે કે, મનના ગભારામાં ઘણું સંગ્રહાયેલું હોય છે તે અનેક સંદર્ભો કોઈ નિમિત્તે જ અનાયાસ ઉઘડી આવે છે.કેમ કે ટુંકુ લખવાનું હોય તેમાં સઘનતા વિશે ખુબ જાગૃત રહેવું પડે એક વિચારકે વિષયને ખુબ ઘુંટવાનું બને,ચિત્ત એના પર એકાગ્ર બને અને સ્વસંવાદ રચાય ત્યારે જાતને સમજવાની મથામણમાંથી આવું સર્જનનું સ્વરૂપ બંધાતું હોય છે.
આ પુસ્તકને દીર્ઘકાળની ઉચ્ચ વહીવટી કામગીરીમાં જે સંવેદનશીલતા અને અભ્યાસનિષ્ઠા અકબંધ રાખી શકયા છે તેવા ચિંતક વસંતભાઈ ગઢવીની પ્રસ્તાવના મળી છે.‘જાત સાથે વાત’ શુભ વિચારોનું ઉઘાડું આભ એમ શીર્ષકથી વસંતભાઈએ મનસુખ સલ્લાની ઓળખ ગુજરાતી ભાષા સાહિત્ય સાથે ઘરોબો ધરાવનાર લોકોને મનુભાઈ પંચોલી (દર્શક) અનેે કેળવણી ક્ષેત્રે અનોખી કામગીરી કરનાર નાનાભાઈ ભટ્ટ જેવા પુણ્યશ્લોકની વિચારધારાને લેખકે કઈ રીતે જીવન વ્યવહારમાં ઉતારી છે તેની વાત વિગતે કરી છે.‘જાત સાથે વાત’ એ લેખક કહે છે તેમ તેમના ભીતરના સંવાદનું પ્રેરક ચિંતન છે.તેમાંના વિચાર વર્તુળનંુ કેન્દ્ર લેખકના જીવનભરના પ્રયાસોમાં મજબુત રીતે રોપાયેલું છે તેથી તે વિશેષ સાંપ્રત તેમજ માર્ગદર્શક બની શકે તેવું છે.અહીં એક વિચારવા જેવી વાત તેમણે ‘જીવનની ગુણવત્તા’ નામના લેખમાં કરી છે તો ‘શુભનું વાવેતર’ લેખ દ્વારા તેમણે જગતને હિટલર તથા મુસોલીના ઈરાદાઓની ચિંતા વ્યકત કરી છે.સામાજીક ઉત્તરદાયિત્વમાં બેદરકારીની ઘણી મોટી કિંમત આપણે ચુકવતા રહીએ છીએ તેવું લેખકનું મારણ આપણી આજની સ્થિતિનું પ્રતિબિંબ છે.(લેખઃઉંઘ બગાડનારાઓનો આભાર)માનવાની લેખકની વાત જાણે વિસરાઈ ગઈ છે.ટીકા કરનારને દુશ્મન ગણવાની આજે દેખાતી વૃત્તિ જાે હજુ પણ વિશેષ ફુલતી ફાલતી જશે તો સ્વતંત્ર અવાજ ધીમે ધીમે ક્ષીણ થતા જશે.તે અંગે તો કોઈક વિચારને ગુંગળાવી દેવાની અસામાજીક વૃત્તિ છે.જેનો આપણે નિર્ણાયક રીતે ત્યાગ કરવો પડશે અને બીજાના દ્રષ્ટીબિંદુને સમજવાનો પ્રમાણિક પ્રયાસ કરવો પડશે. તે માટે આપણે સ્વીકારના માણસ બનીએ તે મહત્વનું છે.
સારી રીતે સત્યસભર બાબતો લખાય, વંચાય તથા તેનું વિસ્તરણ થાય તે કોઈપણ કાળની અનિવાર્ય આવશ્યકતા છે.‘જાત સાથે વાત’નું માધ્યમ લઈએ સમાજના એક મોટો વર્ગ સુખી વિચારને મુકવાનો પ્રયાસ નાના એવા સુરેખ પુસ્તકથી કર્યું છેતે સમયસરનું યોગદાન આપેલું છે.મનસુખભાઈ સલ્લાએ સ્વ પરિશ્રમના બળે સમજાયેલી આ વાતોનું મૂલ્ય અધિક છે.તેથી એમ કહી શકાય કે પીઝા, પાસ્તાના યુગમાં મીઠી લાપસી પીરસવાનો આ પ્રયાસ કાબીલેદાદ છે. મનસુખ સલ્લાના ‘જાત સાથે વાત’ના આ પુસ્તકને આવકારૂં છું અને તેમને અભિનંદું છું.
‘જાત સાથે વાત’ ભીતર સાથેના સંવાદનું પ્રેસ ચિંતન, લેખકઃ મનસુખ સલ્લા,કિં.રૂા.ર૦૦


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.