પત્રાત્મક શૈલીમાં આલેખાયેલી રચનારીતીનાં નવલા પ્રયોગ સમી અમંગળ જીંદગીની મંગળકથા

પાલવના પડછાયા

ગુજરાતી નવલકથામાં ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ જેવી વિશાળ ફલક પર અને બૃહદ સ્વરૂપની કૃતી ભલે આજ સુધી રચાઈ ન હોય પરંતુ વિષય વૈવિધ્ય અને રચના રીતીનાં અનેક નવા પ્રયોગો થતા રહ્યા છે. જેણે આધુનિક ગુજરાતી નવલકથાને ગૌરવ બક્ષ્યું છે. આવી જ એક નવલકથાની વાત આજે મારે તમને કરવી છે.
જીંદીને હોળાષ્ટકના અપશુકનમય અરીસામાં ઓળખવાનો વિશીષ્ટ કથાપ્રયોગ લઈને આવતી ડા. કેશુભાઈ દેસાઈની નવલકથા ‘હોળાષ્ટક’ વ્યથાને કથાના માધ્યમથી ગાવાનો એક પોતીકો પ્રયોગ છે તેમ લેખક ખુદ કહે છે. એ રીતે આ નવલકથા ગદ્યમાં લખાયેલી કારૂણિક અનાયાસ ટેરવે સ્ફૂરેલી બલકે હૈયામાંથી ઝરેલી શાપકથા છે. લેખકે વર્ષો પહેલાં વાંચેલી હંચ બેક ઓફ નોત્રદામ જેવાં પાત્રોની વ્યથા હૈયે એવી તો પ્રવેશી કે એ પોતીકી લાગી અને એનું કથાત્મક, કલાત્મક આલેખન કરવા એ મજબુર બન્યાં.
વર્ષો પહેલાં લગભગ ૧૯૮૬ માં દક્ષેશ ઠાકરની નવલકથા ‘તડપ’ પત્રાત્મક શૈલીમાં આલેખાયેલી તે પછી રચનારીતીના એક નવા પ્રયોગમાં કેશુભાઈની આકૃતિ જાવા મળી તેની વિશિષ્ટ આનંદ છે. કારણ કે કૃતિમાં તેઓ તેને ખુબ સફળતાપુર્વક અજમાવી શકયા છે. હોળાષ્ટકના આઠ દિવસ તથા નવમા પૂર્ણાહુતિના દિવસે લેખક પોતાની પ્રિયતમાને રોજ એક પત્ર પાઠવે છે. જેમાં તેઓ એને એક કરૂણ દાસ્તાન સંભળાવે છે. આ દાસ્તાન એક એવા માણસની છે જેને માણસ કહી શકાય કે કેમ એય એક અચળ ઉલઝન છે. આ નાયકને માત્ર માનવ શરીર છે. આત્માય વિવાદનો વિષય ગણાય.. એ આ પૃથ્વી પર કયારે, કોને પેટે અવતર્યો એનો હિસાબ કોઈનીયે જાણમાં નથી. એ માત્ર ગાંડો હોત તોય સામાન્ય લેખાત પરંતુ નાયક ગાંડો કે ચક્રમ નથી. કેવળ એક વિરલ વાનર છે આ માણસને નાયક બનાવી એની કરૂણ કથની નવ પત્રો રૂપે લેખક પોતાની પ્રિયા સમક્ષ પ્રસ્તુત કરે છે.જે એક સરસ, વિરલ, વિશિષ્ટ નવલકથા રૂપે વાચકો સમક્ષ પ્રસ્તુત થઈ છે.
નવલકથાનું કથાવસ્તુ અસામાન્ય, તીવ્ર કુતુહલ પ્રેરક અને વિસ્મયકારક છે. સાબરકાંઠાના અંતરીયાળ પ્રદેશની રજવાડાં એટલે કે ઠકરાતોની આ વિલક્ષણ કથા છે. જેમાં એક ઠકરાતના દરબારને જંગલમાં શીકારે ગયા હોય છે .જેને માનવ વાણીમાં બોલતા સુધ્ધાં નથી આવડતું એવો એક ‘ગાંડીયો માણસ’ આ હોળાષ્ટકનો નાયક છે. બસો પાનાં સુધી વિવિધ પ્રસંગો દ્વારા સતત ઉત્સુકતા, કુતુહલ અને રસાસ્વાદપૂર્વક વિસ્તરતી આ કથામાં એક પણ ખલપાત્ર નથી. સારા, માઠા, સુખદ, કરૂણ, કટોકટીભર્યા જીવ સટોસટના મંગળ, નાજુક, હૃદયસ્પર્શી, હૃદયવેધક, નાટયાત્મક પ્રસંગો એક પછી એક પ્રગટતા રહે છે.
આ નવલકથા વર્ષો પહેલાં લખાઈ ત્યારે હોળાષ્ટક ચાલતાં હતા. લખાઈ રહ્યા પછી પાંચેક વરસ પડી રહી અને પછી હોળાષ્ટકમાં જ છપાયા. બે દાયકા બાદ તેનું પુન મુદ્રણ થયું ત્યારે યોગાનુયોગ હોળાષ્ટક ચાલી રહ્યા હતાં અને આજે તેની સમીક્ષા તમારી સમક્ષ પ્રસ્તુત કરૂં છું ત્યારે પણ હોળાષ્ટક ચાલે છે. લેખકને મન મુળે આ નવલકથા નથી પણ લાંબા પટમાં પથરાયેલો પ્રેમપત્ર છે. પ્રેયસી એમ માની બેઠી છે કે પોતે દુનિયાની સૌથી દુઃખીયારી, સૌની અભાગણી વ્યÂક્ત છે. પ્રેમી બહુશ્રુત વિદ્વાન છે. એનેય બે પ્રેમીઓની વચ્ચે અભેધ દિવાલ થઈને ઉભેલા બલકે આડા ફાટેલા સમાજ સામે ઓછી ફરીયાદો નથી પરંતુ પેલી કુમળી કળીને એની હતાશામાંથી બહાર આણવા, એ સમાજ વિરૂદ્ધ જંગે ચડવા કરતાં જરા નોખી ભાતની એવી સાઈકોથેરાપી કારગત નીવડશે એમ સમજની એ આખા હોળાષ્ટકના પટ પર પથરાયેલા લાંબો પત્ર લખે છે.પત્રમાં એ પોતે જાયેલો કમનસીબ મનેખની વાત માંડે છે. જન્મ્યા પછી તરત તરછોડાયેલા અને જંગલી પ્રાણીઓ વચ્ચે ઉછરેલા એક અર્ધમાનવ પ્રત્યે દરબારગઢના ઓઝલ પડદે જીવતાં ખાનદાન ખોરડાનાં વહુજીને અપાર મમત્વ છે. બાદશાહ અને ગાંડા બાપુ જેવા નામે ઓળખતા કથા નાયકની કમનસીબી વહુજીના સુંવાળપભર્યા સંવેદનશીલ હૈયામાં અણધાર્યો વમળ સર્જે છે. આ બે જીવો એકમેક પ્રત્યે ભારે ખેંચતાણ અનુભવે છે. પરસ્પર માટે જીવ આપી દેવા સુધીની કશ્મકશ ચાલે છે અને છતાં નિયતિ એમને છેટાંને છેટા રાખ્યા કરે છે એવી કારમી કમનસીબીની આ વાર્તા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.