ને હું રહી ગયો…

પાલવના પડછાયા

મેં હશે કહી એકલા જવાનું નક્કી કર્યું. હું પહોંચ્યો ત્યારે મારી વાત કરનારા..ચલાવનારા એ ભાઈના ઘેર હતી. મારૂં સ્વાગત થયું..પાણીનો ગ્લાસ…પછી ચા..નાસ્તો.. હું જે પળની પ્રતિક્ષામાં વાતચીતની ઈચ્છામાં હતો એ પળ ેએમના ઘેર ના થઈ. રેલ્વે સ્ટેશન પાસેની હોટલના રૂમમાં થઈ. જાેકે મને નવાઈ લાગી.. ઘરને બદલે હોટલનો રૂમ.. પણ મેં એ તરફ લક્ષ્ય ન આપ્યું.. માણસ મળે છે ને.. સ્ત્રી મળે છે ને એ મામલે હું રાજી હતો.. એની ફરમાઈશ પ્રમાણે વેઈટર આપી ગયો.
એણે એનું નામ કંચન.. કાવેરી બતાવ્યું. બહાર એને કંચન નામે બોલાવતા હતા. ઘર અને પરિવારવાળા કાવેરી કહેતા હતા. ઝાઝું ભણેલી ન હતી પણ ખપજાેગું વાંચન લેખન કમરતી હતી. એનો કંઠ મધુર હોવાનું જાણ્યું. જુના કોઈ હિંદી ફિલ્મની ચાર લીટી ધીમેથી સંભળાવી પણ…પણ મને એમાં કશોય રસ ન હતો..મને તો એ હાથ આપે કે હું હાથ આપું અને એ હાથ આપે.. સ્પર્શમાં જાણે રસ હતો.. સ્પર્શની આંધી ઉઠી હતી. આખરે એણે તો નહીં મેં હાથ લંબાવ્યો. એણે જાણે એક ઝાટકો અનુભવ્યો હોય એવું લાગ્યું પણ કહ્યું.. શી ઉતાવળ છે ? લગ્ન બા એકલો હાથ શું હું આખે આખી તમારી છે ?
મને એના શબ્દો ગમ્યા જાણે પાણી પાણી થઈ ગયો.
આખરે બહાર આવ્યા.. ઓટોમાં એમના ઘેર ગયા. અન્ય વાતમાં પૈસાની લેવડદેવડની વાત થઈ. દાગીનાને સ્થાને રૂપિયા આપજાે..પચાસ હજાર…
મેં સાંભળ્યું.. તમે મળતાં હોવ છો.. એટલે પચાસ શું સાઠ હજાર આપીશ..
ને એ હસી..એના ગાલે કંઈક સ્વાભાવિક નહીં, અસ્વાભાવિક ખંજન લાગ્યાં..
બધી વાત પાકી કરી હું..એ પછી ઘેર આવ્યો.. માસી અને બાને બધી વિગત જણાવી એમણે કહ્યું.. જાતે જઈને નક્કી કરી આવ્યો છે એ સારૂં કર્યું.આખરે હવે તું કયાં નાનો છે ? ને અમે રહ્યા વિધવા બૈરાં..
એ વાત પછી હું જાણે એના ખ્વાબમાં ખોવાઈ ગયો. ખાનગીમાં એનો ફોટો કાઢીને ન જાણે કેવા કેવા શબ્દો બોલતો. કેવી કેવી ગાંડી કલ્પના કરતો.. તારા વિના તો કાંઈ નહીં ને તું મને મળી એટલે જીંદગી જાણે સરસ પગથિયા પર આવી ગઈ..
હું જ્યાં નોકરી કરતો હતો એ ઓફિસમાં સૌને જાણ થઈ કોઈએ પેંડા માગ્યા કોઈએ વળી પાર્ટી.
આપીશ ભૈ.. સૌનાં મોં મીઠા શું ભોજન માટે હોટલમાં લઈ જઈશ..
તો..હું જ્યાં રહેતો હતો ત્યાંના પાસ પાડોશીઓએ પણ એક શુભ ભાવ બતાવ્યો.. સારૂં થયું.. મંડાયા.. મોડે તો મોડે..
આખરે એ દિવસ આવ્યો..
મારા પક્ષે પાંચ જણાને લઈ જવાના હતા. પણ કોણ જાણે કેમ એકાદ જણ પણ તૈયાર ન થયો.જેણે વાત કહી હતી એ પટાવાળાને લઈ જવાની ઈચ્છા કરી પણ એ તો આગલી રાત્રે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો. મને બધું વિચિત્ર લાગ્યું મારી માસી જાેકે ના પાડવા લાગી ને બા પણ.. એણે કહ્યું..તું તારે જાને.. ફુલહાર કરીને લઈ આવને બધું ઠીક થઈ જશે.. મને બધું કંઈક ન સમજાયું…આખરે મન સાથે સંતુલન ગોઠવ્યું. મારે મારૂં થનાર માણસ લેવાનું હતું.. અન્યની શી જરૂરત ?
હું પહોંચ્યો..એક ક્ષણે તો મારી બા અને માસી ઉપર લાગી ગયું કે તમે મારાં લગ્ન માણસ ઘેર આવે એ ઈચ્છતા નથી.. અગાઉ જ ઘેર ગયો હતો ત્યાંથી બીજું ઘર હતું. વાત વાતમાં એમણે જ જણાવી દીધું કે એ ઘર ખાલી કરી દીધું છે પણ મારે શું ? મારે તો કાવેરી.. કંચનની જરૂરત હતી..
ફુલહાર હતા..
મીઠાઈનો એક ટુકડો મેં એના મોમાં મુકયો..
એણે એક ટુકડો મારા મોંમાં મુકયો.
મિલાપ માટે મેં હાથ લંબાવ્યું..
એણે હાથ આપ્યો..
……
આહાહા…સ્ત્રીના હાથના સ્પર્શમાં શો જાદુ હતો ? શી મહેંક હતી ? એ સાથ જ હું હસ્યો પણ એણે સ્મીત ન આપ્યું. ગંભીર જણાઈ.. કઈ એ બાબત હશે એ હું કળી ન શકયો.. હું સાથે લઈ ગયો હતો એ પચાસ હજારનું કવર આપ્યું.. એ તમારા માટે છે…
એણે જવાબ ન આપ્યો માત્ર માથું નમાવ્યું.. મેં પણ આંખો નમાવી..
એને લઈને ઘેર આવ્યો. મારી બા અને માસીએ આવકાર્યો. માસીએ સોનાની ચેઈન આપીને બાએ સોનાની વીંટી આપી.
એ રાજી તો થઈ પણ ઝાઝું બોલી નહીં.. મેડા પર ચાલી ગઈ.. હું પાછળ પાછળ હતો. .તને ગમ્યું ?
એણે જવાબ ન આપ્યો.
પહેલી રાત્રે એણે મને બાધા હોવાનું કહ્યું.. સાથે લગ્ન થાય માટે બાધા રાખી હોવાનું ઉમેર્યું. મારે ફરજીયાત ખામોશ રહેવું પડયું.. ચાર દિવસ એણે મારા સિવાય બા માસીના દિલ જીત્યાં.
પાંચમા દિવસે હું નોકરી પર હતો એ માસી બા એક જણ મરી ગયું હતું. ત્યાં ગયાં હતાં… ઘર એના હાથમાં.. આંખમાં.. ખભા પર હતું…
ને ગઈ.. એક ધોકો આપ્યો.. દગો કર્યો.
રૂપિયા સોનાના દાગીના લઈને ન જાણે કયાંય ગઈ ગઈ.. એના સરનામે ખુબ તપાસ કરી પોલીસ કેસ કર્યો પણ જાણે હાથ હેઠા પડી ગયા..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.