ઘર અને ઓફિસ વચ્ચે સમતુલન સાધી સાધીને જિંદગીને માણતી સ્ત્રીની કહાની..

પાલવના પડછાયા

આ કોલમ મને મળી તે ઈશ્વરીય વરદાનથી ઓછી વાત નથી. આ માધ્યમ દ્વારા હું સ્ત્રીઓની જિંદગીને આસાનીથી આલેખી શકું છું. અને તેનો મને અનહદ આનંદ છે, આજે મારે વાત કરવી છે એવી સ્ત્રીઓની જે પરિવારની જવાબદારી તો વ્યવસ્થિત રીતે નિભાવે જ છે, પરંતુ ઘરની બહાર ઓફિસના કામમાં પણ પોતાનું બહુ મૂલ્ય યોગદાન આપે છે, અને આ બન્ને સ્થળ વચ્ચે જીવાતી જિંદગીને તે માણે છે અને તે પણ કોઈ પણ ફરિયાદ વગર.
પણ આપણે ક્યારેય એ વિચાર કર્યો છે કે, ઘર અને કામનું સ્થળ બન્ને વચ્ચે સમતુલા જાળવવું કેટલુ અઘરું હોય છે, કંઈક કેટલું એ છૂટી જાય છે, કંઈક કેટલુંય ભુલાઈ જાય છે, કંઈક કેટલાએ સપનાઓ અને ઈચ્છાઓને પણ ક્યારેક દબાવી દેવા પડતા હોય છે, તે પણ મનમાં ને મનમાં થપ્પો રમવા લાગે છે, કયારેક સપના આપણને શોધતા હોય છે, ત્યારે આપણે જવાબદારીમાં ડૂબેલા હોઈએ છીએ, અને ક્યારેક થોડો સમય લઈને આપણે સપનાને શોધવા નીકળીએ ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હોય છે, પણ નારી તો ક્યારેય ના હરી સૂત્રને ધ્યાનમાં રાખીને જિંદગી જીવીએ ત્યારે ઘરની સાથે પતિને પણ આર્થિક રીતે ટેકો રહે તે માટે આપણે બન્ને જવાબદારીઓ ખૂબ જ હૃદયથી નિભાવતા હોઈએ તેવું બને જ બને.
હવે મારે વાત કરવી છે પુરુષ અને સ્ત્રી વચ્ચેના તફાવતની, ના તેનો મતલબ એ નથી કે હું અહીં પુરુષને વખોડી રહી છું કે બસ સ્ત્રી છું એટલે સ્ત્રીઓનો પક્ષ લઇને લખી રહી છું, પરંતુ હવે તમે જે વાંચશો એ ખરેખર તમારા બધા ના જ ઘરમાં બનતા બનાવો વાંચશો તેની ૧૦૦ %ની ગેરંટી. પુરુષ જયારે સવારમાં ઉઠે છે, ત્યારથી તેની બધી જ દિનચર્યા ને એક સ્ત્રીએ સાચવવી પડતી હોય છે, તેના હાથરૂમાલ થી માંડી, પગના મોજા, ટિફિન તેમ જ ઓફીસના કાગળ સુધી બધું જ, અને એ પણ બાળકો, ઘરમાં જો માતાપિતા હોય તો તેઓનો ચા નો સમય, જમવાનું, દવાઓ, બાળકોનો અભ્યાસ, પોતાનું અંગત કામ, સામાજિક પ્રસંગો અને હા એમાં જો સ્ત્રી નોકરી કરતી હોય તો પુરુષ જેટલાં જ કામ તેના પણ પોતાના હોય, ઓફિસનો સમય સાચવવા થી માંડીને ઘરે સમયસર પહોંચવાની વેદના, હા અને તેમાં ક્યારેક ચૂક થઇ જાય છે, ઓફિસમાં બોસનો ગુસ્સો અને ઘરમાં પતિ અથવા સાસરિયાના કડવા વેણ, શું આ બધું જ સ્ત્રી પોતાના માટે જ કરે છે? પોતે શું બાંધીને લઇ જવાની છે? આવો નિર્દોષ સવાલ ક્યારેય આપણે આપણી જાતને કર્યો છે? ના કેમ કે આપણને બસ સ્ત્રીઓની ફરજ અને જવાબદારીઓ જ દેખાય છે.તો આટલો ઉચ્ચ વિચાર આપણને ક્યાંથી આવે..
એક પુરુષ પોતે કાર્ય કરે છે, નોકરી કરે છે, તો ત્યાંની પરિસ્થિતિતે પુરે પૂરો વાકેફ હોવાનો જ, પરંતુ જો સવાર સવારમાં ભૂલથી પણ જો મોજા ના મળે તો ઘરમાં કકળાટ કરી મુકતો ભણેલો હોવા છતાં અભણ પુરુષ ઘર ઘરમાં જોવા મળશે, જે પોતાના અંગત કામો માટે પણ બીજાનો આધાર રાખે છે,અને જાતે નથી કરી શકતો, નથી વિચારતો કે સ્ત્રીને ફક્ત એક કામ નથી હોતું, ઘણા બધા હોય છે દ્બ, તો હું મદદ ના કરી શકું તો વાંધો નહિ પણ તેની દિનચર્યામાં ખલેલ ના પહોંચવા દઉ.
આમ એક સ્ત્રી તેના જીવનમાં ઘણા બધા પાત્રો સાથે જીવતી હોય છે, ક્યારેક તે પોતાના સપનાને અને ઈચ્છાઓ ને પણ દબાવે છે તો એક વ્યક્તિ તરીકે આપણી ફરજ બને કે આપણે તેના આ સમર્પણને બિરદાવીએ..
ભલે પછી તે એક મા હોય, પત્ની હોય, બહેન હોય, પુત્રી હોય હોય, ભાભી હોય પ્રેમિકા હોય કે પછી કોઈ સહકર્મચારી હોય.. બસ સ્ત્રીને માન આપીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.