ગ્રંથાલયમાં વાચકને શોધતા હાસ્ય સાહિત્યના લેખકનું જડી આવેલું પુસ્તક

પાલવના પડછાયા

હાસ્યરસ રોજબરોજની જીવનની રફ્તાર, તાણ, ચિંતા, વિષાદ કે વેદનાને હળવા કરી દે છે.ફ્રેન્ક એ કલાર્ક આ સંદર્ભમાં કંઈક એવું કહે છે કે હળવી શૈલીના લેખોનું પુસ્તક એક મિત્રની ગરજ સારે છે.આજકાલ દરેક અખબારમાં કે સામાયિકમાં હાસ્યલેખો અનિવાર્ય થઈ પડ્યા હોય તે હદે આવતા થયા છે.અને તેથી હાસ્ય સાહિત્યના લેખકો ને પણ મોકળું કેદાન મળી ગયું છે.પરંતુ તેમાં ગુણવત્તાસભર કંઈક હોય તો જ પુસ્તક હોય તો જ પુસ્તક આવે ત્યારે વાચકને આકર્ષી શકે છે.બાકી તો ગેટે એ એક જગ્યાએ લખ્યું છે ઊંડી સમજવાળા માણસ માટે દરેક વસ્તુ હાસ્યજનક છે.તેથી જ્યાંને ત્યાં તેને હાસ્ય-વિનોદની સૂક્ષ્મતી સૂક્ષ્મ છાયા દેખાયા કરે છે.બર્નાડ શો કહે છે કે‘જેનામાં હાસ્યેન્દ્રિયનો અભાવ હોય એ જ હાસ્યવૃત્તિનું પૃથ્થકરણ કરવા બેસે આપણે તો બસ હાસ્ય સાહિત્યની છૂક છૂક ગાડીમાં યાત્રાાળુ બની આગળ વધવાનું છે.
હાં,આજે મારે તમને હાસ્યસાહિત્યના એક સરસ પુસ્તકની વાત કરવી છે.‘વાંચક ક્યાંક નથી ગ્રંથાલયમાં’ પુસ્તકમાંથી પસાર થતાં આપણને કુલ-૩૦ જેટલા લેખો મળે છે.આ પુસ્તકને જાણીતા હાસ્યસાહિત્યકાર રતિલાલ બોરીસાગર ‘ભલે પધાર્યા’ શિર્ષકથી પ્રસ્તાવના દ્ધારા લેખકના હાસ્ય નિબંધોને આવકારે છે અને તેના વિષે લખે છે કે‘આ પુસ્તકમાં અને પ્રાધાન્ય છે અને નિર્દશ કટાક્ષની શક્તિ પણ છે.વળી હાસ્ય નિષ્યતિનાં ઓજારો લેખકને હાથવગાં છે.આ ઓજારોનો વિવેકપૂર્વક ઉપયોગ લેખકે કરી જાણ્યો છે.બોરી સાગરજી સાચું જ કહે છે કે,‘તર્કચ્છલ’ અથવા‘આભાસી તર્ક’ હાસ્યલેખનની જાણીતી પ્રયુક્તિ છે.આ પ્રયુક્તિ બૌદ્ધિક હાસ્ય નિષ્પન્ન કરવા માટે ખૂબ અસરકારક નીવડે છે.પણ તેનો ઉપયોગ કરવાનું એટલું સહેલું નથી.આ માટે તર્ક શક્તિ ઉપરાંત બહુશ્રુતતાનો પણ ખપ પડે છે.વળી બહુશ્રુતતાને કારણે જે દલીલો લેખકને સૂઝે એ દલીલોને મૂળ વાત સાથે બંધબેસતી કરવાની આવડતની પણ લેખક પાસે અપેક્ષા રહે છે.આ પુસ્તકના લેખક એવા આભાસીતર્ક અને અવળતર્કનો સચોટ ઉપયોગ કરવાની કળા પણ લેખકને સહજ સિદ્ધ છે.આવાં દૃષ્ટાંતો નિબંધને રસાળ બનાવવામાં ઘણાં ઉપકારક નીવડે છે.
અત્યુક્તિનું ઓજાર હાસ્ય નિષ્પન્ન કરવામાં ખૂબ સહાયરૂપ નીવડે છે.પણ આ ઓજાર બેધારી તલવાર જેવું છે.જાે કે લેખકે અત્યુક્તિના આ ઓજારનો સફળ અને સૂઝપૂર્વકનો ઉપયોગ કર્યાની પ્રતિતી આ સંગ્રહનાં લેખો કરાવે છે. પુસ્તકના લેખોને જાેતાં શીર્ષક ભલે‘વાચક ક્યાંક નથી ગ્રંથાલયમાં’ આપ્યું હોય પણ લેખકે જીવનનો સારો એવો સમય ગ્રંથાલયમાં ગાળ્યો હોય એવું લાગે છે.એમના વિશાળ વાંચનને કારણે કેટલાંય અવતરણો એમને સુઝી આવ્યાં છે.આ અવતરણો હાસ્ય નિષ્પન્ન કરવામાં ઉપયોગી નીવડ્યા છે તેમણે રચેલ હાસ્યરસિક સંવાદો પણ હાસ્ય નિષ્પન્ન કરવામાં યથાયોગ્ય ભૂમિકા ભજવે છે. ‘વાચક ક્યાંક નથી ગ્રંથાલયમાં’પુસ્તકના લેખકે ‘આજની ઘડી રળિયામણી’શીર્ષકથી લેખક અંગેનો પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો છે.સામાન્ય રીતે હાસ્યકાર અને વ્યંગકાર દ્ધારા ઉપયોગમાં લેવાતી સામગ્રીમાં ધર્મપત્ની હોટ ફેવરીટ હોય છે.ત્યારે લેખકે આ પુસ્તક તેમના શ્રીમતીજીને અર્પણ કર્યું છે કારણ કે સલામતી, સુલેહ અને શાંતિ એ ત્રણેય જીવન માટે આવશ્યક છે એ વાત તે જાણી ગયા છે.જાે કે તેમના જ મત મુજબ આંખ કાન થોડાં વધુ પ્રમાણમાં ખુલ્લાં રાખીએ તો હાસ્ય વ્યંગના રો-મટિરિયલ તરીકે માનવ જાતની ત્રુટિઓ અપૂર્ણતાઓ, પાંખડો, બાઘાઈઓ, એક જ પરિસ્થિતિ માટેની વિવિધ વિચિત્ર-પ્રતિક્રિયાઓ, અતિશ યોક્તિઓ તથા જાત જાતની મનોગ્રંથિ રસ્તામાં જાેવા મળી જાય છે.જેમાંથી લેખ ખુબ સહજ રીતે તૈયાર થઈ જતો હોય છે.તેની પ્રતિતી લેખના શિર્ષકો જાેતા પણ થયા વિના રહેતી નથી.જેમ કે,‘ધન્ય છે,પોતાની ફિડનેસ માટે મરી ફીટનારાઓને’, ‘આળસ પરમોધર્મ’, ‘ઊંઘ તો નર સદા સુધી’,‘મેઈડ ફોર હીટ અધર’, અસ્થિ ભંગ યોગ અને સાંધાના વાંધા’, ‘હાલટેક સૌદર્ય’, ‘બેસતા વર્ષે ઊભા થતા સંકલ્પ-તરંગોની આડ વાત’ ‘ફેશનિયો રંગ સૌને લાગ્યો રે લોલ’, ‘મોર્ન્િંાગ વોક વોટ અજાેક’, ‘ગાર્ડનઃ પુષ્પપ્રેમીઓની રોમાંચકથા કે હાસ્યકથા?’ ‘બુફેઃવાનગી સાથે વ્યાયામ ફ્રી’ અને પ્રવાસ ચડે કે ઘરવાસ’. ‘વાંચક ક્યાંક નથી ગ્રંથાલયમાં’ પુસ્તકના લેખક કિશોર અંધારિયા જાણીતા નવલકથાકાર, લઘુનવલકાર અને બાળ સાહિત્યકાર છે. તેમણે આકાશવાણી માટે વાર્તાઓ, હાસ્યનિબંધો, મુલાકાતો અને અનેક સાહિત્ય સંપાદિત કાર્યક્રમો ઉપરાંત રેડિયો નાટકોનું પણ લેખન કર્યું છે.રેડિયો નાટ્ય શ્રેણી ‘મંગળ-અમંગળ’ ઉપરાંત જાણીતા સામાયિકો અભિયાન, મુંબઈ સમાચાર, શબ્દસૃષ્ટિ, અખંડ આનંદ, ઉત્સવ, ગુજરાત વિગેરે માટે નવલિકાઓ અને હાસ્યનિબંધો લખતા રહે છે.તેઓ ૧૯ વર્ષની નાની વયથી છેલ્લા ૩ર વર્ષથી લેખનક્ષેત્રે પ્રવૃત્ત છે.તેમની વિજ્ઞાન કથા ‘વલણની અવકાશી સફર’ નો ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં સમાવેશ થયેલો છે.અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પણ મળ્યું છે.
લેખકના અત્યાર સુધીમાં ચાર પુસ્તકો પ્રકાશિત થયાં છે.જેમાં નવલકથા ‘હિમખંડ’, ‘લઘુનવલ’, ‘મંગળઅમંગળ’ વિજ્ઞાનકથા ‘વલયની અવકાશી સફર’ અને સળંગ વિજ્ઞાનકથા ‘ગ્રહ-પરગ્રહ’ છે.હાસ્ય નિબંધોનું તેમનું આ પુસ્તક છે જે ગૂર્જર સાહિત્યરત્ન કાર્યાલય દ્ધારા પ્રગટ કરવામાં આવ્યું છે.ત્યારે હાસ્ય સાહિત્યક્ષેત્રે પદાર્પણ કરવા બદલ આપણે સૌ તેમને આવકરીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.