લગ્નજીવન ‘સુખી’ હોય એ કરતાં ‘સફળ’ હોવું મહત્વનું

પાલવના પડછાયા
પાલવના પડછાયા 98

જીવન માત્ર લોજિક કે તર્કના નિયમોથી જીવી શકાતું નથી. દાખલો મોટો હોય પણ રીત સાચી હોય તો તેના પણ માર્ક મળે છે, તેમ મેરિડ લાઇફમાં સહનશીલતા, સમજદારી અને સમાધાનની ત્રિવેણી જીવનનૈયા પાર ઉતારે છે
કોઈપણ કન્યા માટે જીવનસાથીની પસંદગી કપરી કસોટી સમાન છે, કેમકે એ નિર્ણયથી તે પોતાના આખા જીવનની કેડી કંડારે છે. એકાદ ઉતાવળિયું કે ગફલતભયુँ ડગલું જિંદગીની ગતિને ડામાડોળ કરી શકે છે. માત્ર શરીરનો બાંધો કે આકર્ષક વ્યક્તિત્વ ઉપરાંત પસંદ કરેલા પુરુષના સ્વભાવની ખાસિયતો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માટે પતિની ચોઈસ કરવામાં ધીરજ, મક્કમતા, પોતાની જરૃરતો અને મયાર્દાઓની વિવેકપૂર્ણ વિચારણા અનિવાર્ય છે.યસ, ‘મુરતિયો જોઈએ છે’ની તમારી જાહેરખબરમાં તમે એમ લખો કે ઊંચો, દેખાવડો, સંસ્કારી, સુશિક્ષિત અને રમૂજી સ્વભાવનો મુરતિયો જોઈએ છે, તો તેની સાથે તમને કેવો પુરુષ નહિ ચાલે, તેની પણ સ્પષ્ટતા કરવી જરૃરી છે.
શું તમને સ્થિર જિંદગી આપે તેવો અને એક જ કારકિર્દીમાં સાતત્યપૂર્વક આગળ વધનારો પુરુષ પસંદ છે કે પછી કોઈ સર્જનાત્મક(ક્રિયેટિવ) વ્યવસાયના ઉતાર-ચડાવ કે આરોહ-અવરોહની અનિશ્ચિતતામાં જીવનારા સાથી સાથે જિંદગી વિતાવવી ગમશે ?જો તમને ખાતરી ન હોય કે આવતી કાલનું ભોજન ક્યાંથી આવશે અથવા ભવિષ્યમાં જિંદગી કેવો મોડ લેશે, તો બહેતર છે કે એવી વ્યક્તિ પસંદ કરો કે જેની કારકિર્દીનો માર્ગ નક્કી થઈ ગયો હોય અને તે એ દિશામાં જ આગળ વધવા માટે મક્કમ હોય.પરંતુ જો તમે સાહસિક વૃત્તિના અને ‘પડશે તેવા દેવાશે’ ના મિજાજવાળા ક્રિયેટિવ માણસ સાથે પડકારભરી જીવનસફર માણવા માગતાં હો, તો ‘યા હોમ’ કરીને તેને હમસફર બનાવી શકો છે.જોકે આવી પસંદગી કરતાં પહેલાં એક વાત ખાસ હૈયામાં કોતરી રાખજો કે એક જ પ્રકારની રસ-રુચિ, ગમા-અણગમા ધરાવતાં પતિ-પત્નીનું દામ્પત્ય ટકાવી રાખવું મુશ્કેલ હોય છે. છતાં આવાં યુગલો માટે એક જમાપાસું એ છે કે બન્નેની ચોઈસ એકસરખી હોય ત્યારે બન્ને વચ્ચે વાદવિવાદની શક્યતાઓ ઓછી રહે છે. પરિણામે ‘જો તુમકો હો પસંદ વોહી બાત કહેંગે, તુમ દિન કો અગર રાત કહો, હમ રાત કહેંગે’ની માફક આત્મીયતાનો સેતુ અતૂટ રહે છે અને પ્રસન્ન-દામ્પત્યનાં પુષ્પો ખીલી ઊઠે છે. મિસ્ટર ‘રાઈટ’ સાથેની મુલાકાત ફિલ્મી હિરો-હિરોઈનોની જેમ કાયમ આકસ્મિક કે અણધારી રીતે નથી થતી. તેને માટે ઘણીવાર નસીબ અજમાવવું પડે છે. એટલે ક્યારેક પહેલી નજરે તમને કોઈક પાત્ર તમારા લાઈફ-પાર્ટનર તરીકે ‘સુપાત્ર’ ન લાગે, તોપણ તેને ફરીથી મળવાનું માંડી વાળશો નહિ. કશાય સંકોચ વગર એવી વ્યક્તિઓને મોકળા મનથી મળતા રહેજો.પિકનિક-પાર્ટી કે સભા-સમારંભોમાં કાયમ કોઈક ખૂણામાં શાંત બેસી રહેતો કોઈક એકાંતપ્રેમી યુવાન તમને અતડો ભલે લાગે, પણ તે એક સમપિર્ત સંશોધક કે પોતાની ધૂનમાં રચ્યોપચ્યો રહેનારો અને સ્વજનોની સારસંભાળ રાખનારો યુવક હોઈ શકે, જે સગ્દુણ તમને પોતાને પણ ગમતો હોય. માત્ર પરણવા ખાતર પરિણામોનો વિચાર કયાર્ વગર લગ્નના સાગરમાં ઝંપલાવશો નહિ.
અલબત્ત, પરફેક્ટ મુરતિયો મેળવવો આસાન નથી. પરંતુ એવો સાજન મેળવવા માટે તમે પોતે પણ ‘પરફેક્ટ સજની’ બનવા પાછળ સમય અને શક્તિનો સદુપયોગ કરો તે અત્યંત જરૃરી છે. જોકે દુનિયામાં સર્વગુણસંપન્ન કોઈ નથી. છતાં ‘કોઈ ના કોઈ તો હર કિસી કો લગતા હૈ પ્યારા’ના ન્યાય મુજબ આવી કોશિશનો મતલબ એટલો જ કે યોગ્ય પાત્ર પામવા માટે આવો પોઝિટિવ અપ્રોચ કારગત નીવડે છે, કેમકે જો કોઈ માણસ ‘પરફેક્શનિસ્ટ’ હશે, તો તે પણ તમારી પાસેથી એવી અપેક્ષા રાખશે.આનો અર્થ માત્ર બાહ્ય દેખાવ કે તમારી લાઈફસ્ટાઈલ પૂરતો મયાર્દિત નથી. તમારી આંતરિક પર્સનાલિટી તમને મનગમતા માણીગર જેવી હોવી જોઈએ. દાખલા તરીકે, તમને પરિશ્રમી અને પોતાની કારકિર્દી પ્રત્યે સંનિષ્ઠ જીવનસાથીની તલાશ હોય, તો તમારે પોતે પણ સખત મહેનત કરવી જોઈએ અને તમારી કારકિર્દીના ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.જો તમે કોઈ ભરોસાપાત્ર ભરથાર અને જીવનનાં પાયાનાં તમામ મૂલ્યોનો આદર કરનારા જીવનસાથીના હાથમાં તમે સોંપવા માટે તલપાપડ હો, તો તમે જાતે એવા બનવાના પ્રયાસો શરૃ કરી દેજો.સંબંધનો આરંભ પ્રેમમાં પડવાની અને પછી પરણી જવાની દાનતથી નહિ, પરંતુ મૈત્રીભાવના પવિત્ર ઝરણામાં જાતને વહેતી મૂકી દેવાની ભાવનાથી કરવો. જો તમે તમારા ભાવિ પતિના જિગરી દોસ્ત બની શકો, તો એવો સ્વસ્થ સંબંધ સ્થપાય કે જે લગ્નબંધનમાં પરિણમી શકે.તમને જે યુવક તમારા માટે શ્રેષ્ઠ લાગે, તેની સાથે પ્રભુતામાં પગલાં માંડવા કરતાં જે યુવક તમને તમારામાં રહેલા શ્રેષ્ઠ ગુણોનો અહેસાસ કરાવી શકે અને તમારી જિંદગીને મૂલ્યવાન બનાવી શકે, તેના ગળામાં વરમાળા પહેરાવજો.જે વ્યક્તિ વારંવાર તમને મળીને એવું ભાન કરાવતી રહે કે ‘યુ આર નોટ ગુડ ઈનફ’ એવી વ્યક્તિ તમારા માટે પણ ‘ગુડ ઈનફ ‘ ન ગણાય.તમારી મનપસંદ વ્યક્તિનું મૂલ્યાંકન લાંબા ગાળાના આધારે કરવું અને પછી તે વ્યક્તિને તમારા જીવનપંથ પર હમકદમ બનાવવાનું વ્યવસ્થિત પ્લાનિંગ કરવું.આ સલાહ તમને કદાચ બાલિશ લાગે, કેમકે બધાને ખબર છે કે સોનું-ચાંદી ખરીદવાં હોય, તો દવાની દુકાનનાં પગથિયાં ન ચડાય. પરંતુ ધૂળમાંથી પણ રત્નો મળી આવે, એવી ફિલસૂફી આમાં કામ નહિ લાગે. ખોટા બારણે ટકોરા મારશો તો વરસો વીતી જશે અને ધાયોર્ જવાબ નહિ મળે. તમને કલા કે સંગીતમાં ઊંડો રસ હોય, તો આર્ટ ગેલેરીઓની મુલાકાતો લો અને સંગીત સમારંભોમાં જાઓ. તેને લગતું સાહિત્ય વસાવો અને વાંચો. કલાપ્રેમીઓ અને સંગીતરસિયાઓની સંગતમાં રહો. અને જો ઈન્વેસ્ટમેન્ટ બેક્નિંગમાં રસ હોય, તો તે ક્ષેત્રની વ્યક્તિઓ સાથે હળવામળવાનું રાખો કે તેવા ક્ષેત્રમાં નોકરી શોધો. જો તમને બોલીવુડ જેવા ગ્લેમર વલ્ર્ડની ઝાકઝમાળ પસંદ હોય , તો એ ક્ષેત્ર સાથે સંકળાવાથી તમને સમ-રસિક સુપાત્ર મળી શકશે.સૂર અને તાલના સુભગ સમન્વયસમું સંવાદી લગ્નજીવન એટલે એકમેકને મળવાની તક અને એ તકનું ‘પરિણય’ની તકદીરમાં રૃપાંતર. તમારો આદર્શ જીવનસાથી તમારાથી હજારો કિલોમિટર દૂર હોઈ શકે અને તમે કદી કલ્પના પણ ન કરી હોય કે તમારું એની સાથે મિલન થશે. પરંતુ તક અને તકદીરના તાલમેલથી આવો ચમત્કાર સરજાઈ શકે છે.તમારા મનમંદિરમાં મેરેજ માટે જે મૂતિર્ની સ્થાપના કરવા માગતા હો, તેના માત્ર શારીરિક સ્વરૃપનું નહિ, પરંતુ માનસિક ચિત્ર તૈયાર કરો. તેની આદતો અને અભિગમો કેવા હશે, તેના શોખ(હોબીઝ) કેવા હશે અને તે કેવા વેશમાં સજ્જ થશે, તેનું એક રિયલ પિક્ચર મનમાં સાકાર કરો. તેને પરિણામે તમારી સાથે ફિટ ન થઈ શકે તેવી વ્યક્તિઓને મનમાંથી હટાવી દેવાનુ સરળ બની જશે અને તમારી જરૃરતોનાં ચોકઠાંમાં બંધબેસતી વ્યક્તિ વિશેના ખ્યાલો સ્પષ્ટ તરી આવશે.જો તમે તમારા ધર્મ કે નાતજાતની વાડાબંધીમાંથી જ કોઈક વર ગોતવા માગતા હો, તો જીવનસાથીની શોધમાં તમારાં માબાપ અને સગાંસંબંધીઓને પણ સામેલ કરશો તો બહેતર પસંદગી કરી શકશો.ભારતમાં એરેન્જડ મેરેજ વ્યવસ્થાનાં કેટલાંક સારાં પાસાં અને ફાયદા પણ છે. તેને કારણે સાસરિયામાં એકસરખા રીતરિવાજ, સંસ્કાર, ભાષા અને જીવનશૈલીથી ‘એડજસ્ટમેન્ટ’ કરવાનું સહેલું બની જાય છે અને સુખદ તથા સમાધાની સહજીવન જીવી શકાય છે. એક હકીકત સ્વાભાવિક છે કે તમને વ્યસની, જુગારિયા કે ગુનેગાર પુરુષોને પરણવાનું ક્યારેય નહિ ગમે. પહેલી નજરે જ એવા દેખાતા મુરતિયાઓને તમે ભાવ નહિ આપો. પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું કે બાહ્ય દેખાવ ઉંમરને કારણે કેબીમારીને કારણે બદલાઈ શકે છે અને ક્યારેક સંગવશાત્‌ કે સંજોગોવશાત્‌ બૂરી લતમાં પડનારા પતિને પાછો વાળવા માટે તમારે સહનશક્તિ અને મક્ક?મ મનોબળથી કામ લેવું પડશે.એકવાર તમારા જીવનની નાવડી હંકારવા માટે મનગમતો સુકાની મળી ગયો હોવાનો અહેસાસ થાય ત્યારબાદ તે ની સાથે વિવિધ સંજોગોમાં હળીમળીને તે ખરેખર કેવો છે તે પારખવાના પ્રયત્નો કરવા. માત્ર તમને ઈમ્પ્રેસ કરવા માટે તે અમુક વર્તન કરે છે કે પછી એ તેની પ્રકૃતિ જ છે તેની તમને ખબર પડશે. જો આવી કસોટીમાં તે પાસ ન થાય, તો તેને તમારો ‘પતિદેવ’ બનાવતાં પહેલાં ફરી વિચારજો. પરંતુ પરિસ્થિતિને કારણે ક્યારેક તેના સ્વભાવમાં પરિવર્તન આવે, તો તેને પરમેનન્ટ નહિ ગણતાં તેની ઉપેક્ષા કરજો, કારણ કે સમય અને સંજોગો ભલભલા માણસોને ક્યારેક મજબૂર બનાવી ઔમૂક છે. લગ્નજીવન ‘સુખી’ હોય એ કરતાં’ સફળ’ હોવું મહત્ત્વનું છે. જિંદગી કેવળ લોજિક કે તર્કના નિયમોથી જીવી શકાતી નથી. દાખલો ખોટો હોય પણ રીત સાચી હોય, તો તેના પણ માર્ક મળે છે, તેમ મેરિડ લાઈફમાં સહનશીલતા, સમજદારી અને સમાધાનની ત્રિવેણી જીવનનૈયા પાર ઉતારે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.