જો જિંદગીથી ભાગી હોત તો..

પાલવના પડછાયા
પાલવના પડછાયા 31

મારી પુત્રી ધારિણી ના ક્લીનીકનું ઉદ્‌ ધાટન હતું. સવારે સાડા આઠ નો સમય રાખ્યો હતો. પૂજા કરનારા પુજારી તથા અન્ય માણસોને એ અંગે ધારિણી એ સૂચનાઓ આપી દીધી હતી. એણે કહયું હતું એ બધાને કે ક્યાંય કશી કચાશ મારે ન જોઈએ. આખરે મારા ડોક્ટર મિત્રો આવવાના છે. શક્ય છે એમના પરિવાર સાથે હોય. ધારિણી ના આદેશની સામે સૌએ જી કહીને માથું નમાવ્યું હતું. સામે વળી કહયું હતું… ‘સાહેબા જી… થઇ જશે… તમો કોઈ વાતની ચિંતા કરશો નહી. આપના આગમન પૂર્વે બધું ગોઠવાઈ જશે. એ બધી જવાબદારી અમારી. આખરે અમે આપના ત્યાં નોકરી કરીએ છીએ…’ ધારિણીએ એ દિવસો સૌને આદેશો કર્યા ત્યારે હું એની પાસે ઊભી હતી. મારું હૈયું જાણે કહેતું હતું આ છોકરી તો જો ડોક્ટર થઇ ગઈ એટલે કેવો કડબ ધરાવે છે… જાણે સૌને હથેળી પર રાખે છે… હું વિચારોમાં હતી. ત્યારે મનેય થયું કે લાવ હું પણ પૂછું કે… મારા લાયક કોઈ આદેશ હોય તો કહે…
અને મેં કહયું ‘ધારા’… ભલે એનું નામ ધારિણી હતું. પણ છેક નાનપણ થી જ હું એને ધારા કહેતી.
‘બોલ મા…’
મારી ધારિણી ભણી ગણીને ડોક્ટર જેવું ઉચ્ચ સ્થાન મેળવી ચુકી હતી. તોય મને જયારે બોલાવતી ત્યારે ‘મા’ કહેતી. મેં એને ઘણીવાર એ બાબતો ટપારી હતી… ‘તું ભણેલી ગણેલી ડોક્ટર બનવાના રહે જી રહી છે અને મને ‘મા’ કહીને દેશી જેવી નથી લગતી?’
મારો સવાલ સાંભળી સીધી જ મને ગળે વળગીને સામે સવાલ કરતી ‘તું મારી મા નથી… બોલ…’
મારી આંખે ઝળઝળિયાં આવી જતા. દીવાલ પરના સુખડના હર વાળા કાચમાં મઢાયેલા મારા અકસ્માતમાં અકાળ મોતની ચાદર તાણીને સુઈ ગયેલા પતિ ભણી એક નજર જતી. મનપ્રદેશની ભૂમિમાંથી કંપન આવતું – તમારી – મારી ધારા ડોક્ટર બનશે પણ તમે નહિ હોવ…
ધારિણી ડોક્ટર બની ચુકી હતી એના ક્લીનીકનું…
‘મા કેટલી વાર’ એણે સવારના સાડા સાત વાગે મને પૂછ્યું – જોકે એ તૈયાર હતી.
‘બસ સાડી પહેરું એટલી વાર’
‘ઝટ કર’
‘હા’
‘મા આજે રડતું મોં રાખવાનું નથી. મને ખબર છે તું ખુબ રડી છે પણ હવે નહી… એક આંસુ પણ નહી…’
‘જી’
મેં ફટાફટ સાડી બદલી દીધી. માથામાં રહેલા થોડાક વાળ બાંધી દીધા. સ્લીપર પહેરવા ગઈ. ધારિણી એ રોકી… નો… આજે તો ખાસ… એણે આંગળી હલાવી એક અભિનય કર્યો. અમે ગાડીમાં બેઠા. જોતજોતામાં ગાડી સોસાયટીના મુખ્ય દરવાજા પરના ટ્રાફિકના ટ્રેકમાં આવી ગઈ.
દોડતી ગાડી દરમિયાન મારી નજર ડ્રાઈવિંગ કરી રહેલી ધારિણી તરફ જતી હતી. એના રૂપાળા હાથ… બ્લેક બેલ્ટ વળી ઘડિયાળ રંગેલા નખ… મોંઘી સાડી… એમાંથી છુટતી ખુશ્બુ… કોરા વાળની વિખરાઈ જતી લટો… આંખે ચડાવેલા રંગીન ચશ્મા…
ધારિણીને જોઈ રહી હતી. આ એજ મારી ધારા હતી જેના માટે મે… છેક મારા ઊંડાસ્તરમાં ડૂબેલા ડુસકાને બહાર કાઢવા ગઈ પણ… ધારિણીએ મારી સામે જોયું. મેં આછું સ્મિત આપ્યું.
‘યસ માં…’ અડધુ અંગ્રેજી અને અડધુ દેશી ગુજરાતી ‘આવુ હસી જઈશ તો જ મને ફ=ગમશે સમજી.’
‘જી’
ગાડી સડસડાટ દોડતી હતી. મન કહેતું હતું ‘ જો તમે અકાળ મોતની પછેડીને ઓઢી ગયા ન હોત તો આજે આપણે બેય પાછલી બેઠકે હોત…
ચાર રસ્તે ગાડી વળી.
કોર્પોરેશન, બેંક, ઝૂ, ચર્ચ… બસ ટર્મિનસ… કોંગ્રસ હાઉસ… વિનાયક મંદિર બધું ફટાફટ પસાર થવા લાગ્યું. ગાડી બરાબર દોડતી હતી… પછીની કેટલીક મીનીટમાં અમે કલીનીક સામે આવી ઊભા. ધારિણીએ એક તરફ ગાડી પાર્ક કરી. ‘ચલ મા.’
કલીનીકમાં આવ્યા. પુજાવિધિનો પ્રારંભ થયો. મહારાજ શ્લોકો બોલતા હતા. ધારિણી પાટલા પર બેસી. પાછળ હું બેઠી. આવેલા મહેમાનો ડોકટરો બાજુ પડખેની ખુરશીમાં ગોઠવાયા. મહારાજ શ્લોકો બોલતા હતા. ધારિણીને જમણા હાથમાં જળ… પુષ્પો લેવાનું કહેતા હતા.
મારી નજર ઘડીમાં પૂજાવિધિ ભણી ક્યાંક ધારિણીએ રાખેલ હતો એના બેઠક રૂમ ભણી જતી – જ્યાં દીવાલ પર એના પપ્પાનો ફોટો હતો.
આજે તમે જીવતા હોત તો…
વિચારો ના ચકડોવીમાં મન ઉપર નીચે ફરતું હતું.
જીવતા હોત તો તમારી છાતી ગજગજ ગુલાટી હોત… કહેતી હોત… આજે મારી ધારિણી બેટીઅનામ ઉજળું કરી દીધું. સમજવાળા કહેતા કે બકુલની ધારિણી ડોક્ટર થઇ. વાહ… વાહ…
પૂજન થઇ ગયું. પેંડા વેફર હતી. એક તરફ ગોઠવાયેલી હતી. ઉદ્‌ઘાટન થયા બાદ ધારિણી મને ભેટી. મેં એના માથા પર હાથ ફેરવ્યો. પછી નાસ્તાની પ્લેટો ભણી ગઈ. હાજર મહેમાનોને આપવા ત્યારે એ બધા મહેમાનો મને ઓળખાતા હતા. કે હું ધારિણીની મધર છું. જેવી ડિશો આપવા ગઈ કે મોટા ભાગના બોલી ઉઠ્‌યા ‘મમ્મી – આ શું કરો છો ?’ બેસી જાવ એક તરફ અમે લઇ લઈશું…’ ધારિણી પણ બોલી ‘મા, શું કરે છે બેસી જ પેલી ખુરશીમાં…’ ધારિણીએ મારી તરફ આંગળી ચિંધી… એ ખુરશી ધારિણીને બેસવા માટેની હતી.
મેં માથું ધુણાવ્યું.
ધારિણીની સાથે અન્ય મહેમાન સ્ત્રીઓએ આવીને મને એ ખુરશીમાં બેસાડી. ડોક્ટર નહતી તોય એ બેઠક પર બેઠી. ફરી એકવાર આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. હું રડી હોવાની વાત જાહેર થઇ ગઈ. આંસુ લુછવા ધરીણીએ રૂમાલ આપ્યો. કશું બોલી નહિ… આવેલા મહેમાનો એમ સમજી ગયા – એક ધારણા પ્રમાણે કે આતો એક માતાના ખુશીના આંસુ છે.
સાડા અગિયાર થયા. સૌને હોટલમાં જમવાનું હતું. હું ના પાડી. ધારા સાથે ગઈ. હોટલમાં જમી.
મારા એ અકસ્માતમાં અકાળ મરી ગયા પછીના ત્રણ ચાર વર્ષના કોઈ હોટલમાં જમવા ગઈ હતી ના થિયેટરમાં હું પિકચર જોવા ગઈ હતી. જિંદગી જાણે સાવ સિકુડાઈ ગઈ હતી. એ સમયે મારી સાથે કામ કરનારો જયાનંદ મારા પરિચયમાં અને હું એના પરિચયમાં આવેલા. એની પત્ની કિડનીની બિમારીમાં મૃત્યુ પામી હતી અને મારા મિસ્ટર અકસ્માતમાં… વિધવા વિધુરનું એક આખું સમીકરણ ઊભું થવા લાગ્યું હતું. હું પણ વિચારવા લાગી હતી… હજુ જિંદગી લાંબી પડી છે. પુરુષના સાથ વગર આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. બધે માથા ફોડવા પડશે. ક્યાંક અપમાનિત થવું પડશે તો ક્યાંક કોઈની બુરી નજરનો ભોગ બનવું પડશે.
જયાનંદ કહેતો.
‘આપણે બન્ને એક જ ધરી પર આવી ગયેલા પાત્રો છીએ. જો જોડાઈ જશું તો શક્ય છે સુખ મળે.’
‘તમારી વાત સાચી છે પણ…’
‘પણ શું?’
હું એ સાંજે મૈસુરકાફેમાં જયાનંદની સાથે કોફી પીતાપીતા રોકાઈ ગઈ હતી. ત્યારે ખુલ્લી બારી વાટે આવેલા પવનની જોરદાર લહેરખી એ મારા માથા પરના સુકા વાળની લટો ચહેરા પર આવી ગયેલી એ સમયે જયાનંદે કહેલું ‘આ પવનથી તમારા ચહેરા પર સુકાવાળની લટો આવીને એવી વિખેરાઈ ગઈ છે કે…’
એમણે સાહિત્યિક શબ્દો કહેલા અન મને રસ ન હતો. સાંજ ઢળવા માંડેલી. આકાર વિનાના આકાશના શીનામાંથી અંધકાર ખરવા માંડેલો.
‘મારે જવું જોઈએ…’ મેં કહેલું.
પણ જવાબ ન આપ્યો…
અમે છુટા પડ્‌યા હતા.
ત્યારે અમારી મુલાકાતો વધી રહી હતી. મને આશાઓ બંધાતી હતી. એક દિવસ એમણે જે કહયું એ સાંભળીને હું સ્તબ્ધ બની ગઈ.
જયાનંદે કહયું ‘મારે કોઈ જ સંતાન નથી. તમારે છે પણ…’
……………….
વાસ્તવમાં અમારે ભાગી જઈને લગ્ન કરવાના હતા. એમાં મારે મારી ધારાને એકલી મુકીને એ રાત્રે ભાગી જવાનું હતું. હું તૈયાર પણ થયેલી. સાંજે ધારાની રાહ જોતી હતી. એ આવે એને એકલી મુકીને પણ એ દિવસે મારી ધારા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયેલી. મને ચોંટેલી. બોલેલી ‘માં – મારે ડોકટર બનવું છે.’
એ સાથે જ હચમચી ઊઠી હતી. જો પારકાની સાથે ભાગી જઈશ… તો આ છોડીને એકલી મુકીને તો એનું ડોકટર બનવાનું સ્વપ્ન શી રીતે પૂરું થશે…
‘હા, ધારા તું ચોક્કસ બનીશ… હું બનાવીશ…’
એ પછી મારી ઈચ્છાઓની ઉઠેલી આંધીને દીવાલ બનાવીને અટકાવી દીધીહતી…
જિંદગી ધારા સાથે જોડી દીધી હતી. જયાનંદને ના પડી દીધી હતી – એ નારાજ થયો પણ…
ધારા – ધારિણી ડોક્ટર બની. બપોરે બધું પૂરું થયું. ઘેર આવ્યા. મારી ધારા – હું થાકી ગયા હતા. સુઈ ગયા. છેક સાંજે જાગ્યા. ધારાએ કહયું ‘મા, તારે આવતી કાલથી મારા ક્લિનિક પર આવીને બેસવાનું છે. હું મુખ્ય ડોક્ટર… માં તું મારી…
જિંદગી યાદ હતી. જો જયાનંદની સાથે ભાગી ગઈ હોત તો ધારા…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.