વરુણ ધવને સ્ટેજ પરથી ઉતરીને ફેનને પાણી પીવડાવ્યું

Other
Other

મુંબઈ,  વરુણ ધવન પોતાની કો-સ્ટાર કૃતિ સેનન સાથે અત્યારે અપકમિંગ ફિલ્મ ભેડિયાના પ્રમોશનમાં વ્યસ્ત છે. રિયાલિટી શૉ તેમજ ઈવેન્ટ્‌સમાં તેઓ પ્રમોશન માટે જઈ રહ્યા છે. તાજેતરમાં જ એક પ્રમોશનલ ઈવેન્ટમાં વરુણ ધવનના મસ્તીભર્યા અંદાજની સાથે તેના મદદરુપ સ્વભાવનો પણ પરિચય થયો હતો. ઈવેન્ટ દરમિયાન એકાએક ફીમેલ ફેન બેભાન થઈ જતા વરુણ ધવને ઈવેન્ટ રોકી લીધી હતી. તેણે જાતે સુનિશ્ચિત કર્યું કે તે વિદ્યાર્થિનીનું ધ્યાન રાખવામાં આવે.

તમને જણાવી દઈએ કે વરુણ ધવન અને કૃતિ સેનન પોતાની હોરર કોમેડી ફિલ્મ ભેડિયાના પ્રમોશન માટે જયપુરની એક કોલેજના ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. સેંકડો યંગ ફેન્સ તે ઈવેન્ટમાં હાજર રહ્યા હતા. જ્યારે ચાલુ ઈવેન્ટમાં એકાએક એક વિદ્યાર્થી બેભાન થઈ ગઈ હતી. આ જાેઈને વરુણ ધવને ઈવેન્ટ રોકી હતી અને તાત્કાલિક પોતે જ સ્ટેજ પરથી ઉતરી ગયો હતો. વરુણ ધવને તેને પોતાના હાથથી પાણી પીવડાવ્યુ હતું. વરુણ ધવને સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. તેના ક્રૂના લોકોએ પણ મદદ કરી હતી. આ વીડિયો સામે આવ્યા પછી ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, વરુણ ધવન સ્વીટહાર્ટ છે, તે બેસ્ટ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, કૃતિ અને વરુણ ઘણાં જ માયાળુ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, વરુણ ધવન રિયલ લાઈફ હીરો છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો વરુણ ધવન નિતેશ તિવારીની ફિલ્મ બવાલમાં જ્હાન્વી કપૂર સાથે જાેવા મળશે. પર્સનલ ફ્રંટની વાત કરીએ તો વરુણ ધવને પોતાની મિત્ર નતાશા દલાલ સાથે સાદગીથી લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ વરુણ જ્યારે ભેડિયાના પ્રમોશન માટે બિગ બોસના સેટ પર પહોંચ્યો હતો ત્યારે સલમાન ખાને જે ટિપ્પણી કરી તેના પછી એવી અટકળો શરુ થઈ ગઈ છે કે વરુણ ધવન પિતા બનવાનો છે.

સલમાન ખાને વરુણને કહ્યુ હતું કે, તારા બાળક માટે આ એક રમકડું છે. વરુણે કહ્યું કે, સર હજી બાળક આવ્યું નથી. સલમાને વળતો જવાબ આપ્યો કે, રમકડું આવી ગયું તો બાળક પણ આવી જશે. આ સાંભળીને હાજર દર્શકો અને વરુણ ધવન હસી પડે છે. હવે શું ખરેખર સલમાન હકીકત જાણે છે કે આ એક મજાક માત્ર હતી તે આવનારા સમયમાં જાણવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.