
ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા, રીક્ટર સ્કેલ પર નોધાઇ 3.0 ની તીવ્રતા
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. વૈજ્ઞાનિકોના મતે ભૂકંપની તીવ્રતા 3 હતી. અત્યાર સુધી કોઈ નુકશાની નોંધાઈ નથી. આંચકાએ સ્થાનિક રહેવાસીઓમાં ભય પેદા કર્યો હતો, પરંતુ વિભાગોએ ખાતરી આપી હતી કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વિભાગોએ પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
ઉત્તરકાશીમાં સવારે લગભગ 8.35 વાગ્યે ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. લોકો તરત જ ઘર છોડીને ડરીને બહાર દોડી આવ્યા હતા. હાલ કોઇપણ પ્રકારના નુકસાનની માહિતી નથી.
સોમવારે સવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 હતી. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી હતી.
આ પહેલા પણ ઉત્તરકાશીમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ચૂકી છે. ત્યારે ભૂકંપનું કેન્દ્ર બરકોટ સાયલનાના જંગલોમાં જમીનથી પાંચ કિમી નીચે હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 હતી.